હમણાં સંસદમાં રિટેલમાં એફ.ડી.આઈ. (આ દેશના સામાન્ય નાગરિકને કદાચ એફ.ડી.આઈ.નું આખું નામ પણ નહીં આવડતું હોય, પણ તેનું આખું નામ છે, વિદેશી સીધું રોકાણ – ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ). પર ચાર દિવસ ચર્ચા ચાલી. અપેક્ષા મુજબ જ, સરકાર જીતી ગઈ. ભાજપનાં નેત્રી (નેતાનું સ્ત્રી લિંગ નેત્રી થાય) સુષમા સ્વરાજે કહ્યું તેમ, બહુમતી પક્ષો અને સાંસદો આ કરિયાણાના ધંધામાં વિદેશી સીધા રોકાણ – એફ.ડી.આઈ.ના વિરોધી હતા. તોય કેમ પસાર થઈ ગયું? સરકારની જીત કેમ થઈ?

કારણો એક કરતાં વધુ છે : (૧) તૃણમૂલ કૉંગ્રેસ (મમતા બેનર્જીનો પક્ષ) સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો ત્યારે ભાજપ સહિતના એન.ડી.એ.એ તેને ટેકો ન આપ્યો. ડાબેરીઓ તો આપે જ નહીં, કેમ કે પ.બંગાળમાં તેનો વિરોધી પક્ષ છે. ભાજપનો વિરોધ કદાચ એ વાતે હોઈ શકે કે ભાજપે પી.એ. સંગ્માને રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ટેકો આપ્યો ત્યારે મમતા વેગળાં રહ્યાં હતાં. વળી, મમતા બેનર્જીએ એન.ડી.એ. સરકાર વખતે ભાજપને ઓછા હેરાન નહોતાં કર્યાં.

(૨) મુલાયમસિંહ યાદવે પોતે અને તેમના પક્ષના સાંસદોએ લોકસભા-રાજ્યસભામાં એફ.ડી.આઈ.નો વિરોધ તો કર્યો, પણ અંતે ગૃહત્યાગ કરી સરકારને પરોક્ષ મદદ કરી. કેમ? અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઈની લટકતી તલવાર.

(૩) માયાવતીએ કેમ કોંગ્રેસને મદદ કરી? સીબીઆઈની તલવાર તો ખરી જ, વળી, તેમને સરકારી નોકરીમાં બઢતી (પ્રમોશન)માં દલિતોને અનામતનો કાયદો કરાવવો છે. (પડદા પાછળ નોટના રૂપમાં કે વોટના રૂપમાં જે કંઈ સમજૂતી થઈ હોય તે જુદું છે.)

(૪) વળી, ૨૦૧૪ પહેલાં લોકસભાની ચૂંટણી કોઈ ઈચ્છતું નથી. ભાજપમાં તો વડા પ્રધાન પદ માટે અત્યારથી જ સંઘર્ષ ચાલી રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસમાં છે તેમ કેન્દ્રીય ભાજપમાં થયું છે. નેતાઓ અને જૂથો ઝાઝા બની ગયા છે. અડવાણી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, યશવંતસિંહા, રામ જેઠમલાણી અને નરેન્દ્ર મોદી તો ખરા જ. ડાબેરીઓ પણ એટલે ચૂંટણી નથી ઈચ્છતા કે તેમને સત્તા વિરોધી લાગણીનો ઝાઝો ફાયદો હમણાં મળી શકે તેમ નથી. મમતા બેનર્જી પ.બંગાળમાં આવ્યાને ખાસ વખત થયો નથી. કેરળમાં પણ એવું જ છે. એટલે હમણાં ચૂંટણી થાય તો તેમને ખાસ ફાયદો થાય તેમ નથી. માયાવતીનુંય એવું જ ગણિત છે. શિવસેના તો નિરાધાર બની ગઈ છે. ત્યાંય મનસેનું પરિબળ પડકાર બની ગયું છે.

આમ, એફ.ડી.આઈ. સંસદમાં સરળતાથી પસાર થઈ ગયું. હવે વાત, બીજી કરીએ. ભાજપના એક નેતા મુરલી મનોહર જોશી, જે બોલે છે ઓછું ને કામ ઝાઝું કરે છે. તેમણે કે તેમના વતી કોઈએ ક્યારેય વડા પ્રધાન પદની તેમની દાવેદારી વિશે વાત કરી નથી, પરંતુ મારી દૃષ્ટિએ તેઓ સૌથી વધુ લાયક ગણાય. સંઘ પરિવારની વિચારસરણીને ચુસ્ત રીતે વળગીને અને સત્તામાં આવ્યા પછી પણ જો કોઈએ કામ કર્યું હોય અને તે પણ નિર્વિવાદ રીતે, તો તે જોશીજી છે. તેઓ ઊંડા અભ્યાસુ પણ છે. એફ.ડી.આઈ.ના પ્રશ્ને સૌથી વધુ લડત તેઓ આપે છે. સમાચારમાં આવતું નથી એટલે ખબર ન પડે, પણ દિલ્લીમાં કરિયાણાના વેપારી સંગઠનના લોકો સાથે તેઓ અવારનવાર ધરણાં- પ્રદર્શનો કરે છે. તેમણે એક સાચી વાત સંસદમાં કબૂલી કે,માન્યું કે ભાજપ સત્તામાં હતો ત્યારે એન.ડી.એ. એફ.ડી.આઈ.ની તરફદારી કરીને લાવવા માગતો હતો, (એ વખતે અત્યારના વડા પ્રધાન મનમોહનસિંહ વિપક્ષમાં હતા અને તેમણે તેનો વિરોધ કરેલો!) પણ પછીની ચૂંટણીમાં તે ભૂલ સુધારી લીધેલી. એ મુદ્દો પડતો મૂક્યો હતો. વળી, એનડીએ વખતે એફ.ડી.આઈ. અત્યારની જેમ ૧૦૦ ટકા લાવવાની વાત નહોતી.

જોશીજીએ એવો આક્ષેપ પણ કર્યો છે કે વોલમાર્ટે ભારતીય નેતાઓને માહિતગાર (એજ્યુકેટ) કરવા માટે ૫.૩ કરોડ ડોલર ખર્ચ્યા હોવાનું કહ્યું છે, પરંતુ હકીકતે, આ નાણાં વોલમાર્ટને મંજૂરી (એટલે કે એફ.ડી.આઈ.ને મંજૂરી) માટે અપાયા હતા. અને એ તો સત્તાવાર અહેવાલ અમેરિકાના માધ્યમોનો છે કે વોલમાર્ટે ૧૨૫ કરોડ રૂપિયા લોબિઇંગ માટે ખર્ચ્યા હતા. આ લોબિઇંગ શબ્દ આમ જુઓ તો ખરાબ કામ માટે વપરાતો સારો (સોફિસ્ટિકેટેડ) શબ્દ છે.

રાજકારણીઓ અને માધ્યમો આર્થિક નિર્ણયો માટે આર્થિક સુધારા (ઇકોનોમિક રિફોર્મ્સ) શબ્દ વાપરે છે. સુધારા શેના? એમ કહો કે આર્થિક નિર્ણયો લેવાના છે. પણ સુધારા શેના? સુધારા છે કે બગાડ તે તો સદીઓ પછી ખબર પડશે.

One thought on “એફડીઆઈ, વોલમાર્ટ અને આર્થિક સુધારા

  1. એફડીઆઇ નો કોઈને વિરોધ કદાચ ન પણ હોય. પણ એફડીઆઈને ક્યાં અને કેવી શરતોએ લાવો છો તે મહત્વનું છે. વિદેશી સાથે ડીલ કરવામાં કોંગ્રેસ હમેશા ઉણી, બેવકુફ અને ઠગ નીવડી છે. પંચ શીલ, તાસ્કંદ, છાડબેટ, રશીયા સાથે સહકારનો કરાર (૧૯૭૧), સીમલા કરાર, યુનીયન કાર્બાઈડ, ન્યુક્લીયર ડીલ, અને હવે છૂટક વેપારમાં એફડીઆઇ.

    ન્યુક્લીયર ડીલ માટે સાંસદોને પૈસા અપાયા. તેનો ઘટસ્ફોટ વીકીલીક્સે કર્યો. જે પૈસા આપવાની વાત થઈ, તે અમેરિકાના વિદેશ ખાતાના રેકોર્ડ ઉપર છે. કોંગીમાં બીજા કોઇને તો કશી શરમ જેવું નથી જ. એમએમએસ સૌથી વધુ જવાબદાર વ્યક્તિ છે. તેમની બેશરમી કે બેજવાબદારી ન ચલાવી લેવાય. એમએમએસ ને (મનમોહનને) જો જરાપણ શરમ જેવું હોય તો એમએમએસ તરફથી યુએસની સરકાર સામે વિરોધ નોંધાવીને તેની સાથે રાજકીય સંબંધો તોડી નાખવા જોઇએ કે માફી મગાવવી જોઇએ. પણ ખાટલે મોટી ખોડ એ છે કે વીકીલીક્જોસે જે ઘટસ્ફોટ કર્યો તે સાચો છે. આપણા સમાચાર માધ્યમો અને કોંગી નેતાઓ નીંભર છે.

    જો છૂટક ઘરવપરાશની વસ્તુઓમાં એફડીઆઈના કરારમાં ૭૦ટકા આયાતની મંજુરી આપો તો આપણા સ્થાનિક ઉત્પાદનનું અને ઉત્શુંપાદનોનું થશે? આવાતનો કોઈ જવાબ મળતો નથી. વળી હાલ તો મેટ્રો શહેરોમાં તો એફડીઆઈ મંજુર થ યેલી જ છે. તો આને કારણે ખેડૂતોને કેટલો ફાયદો થયો? આપણે ત્યાં ફુગાવો હોય, અને ચીનમાં ન હોય તો ચીન જ આપણું બજાર કબજે કરી લે તે વાત નાનુ બાબલુ પણ સમજી શકે તેવું છે. પણ આ વાતની કોઈ સમાચાર માધ્યમો ચર્ચા કરાતી જોવામાં આવતી નથી.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.