Posted in national

મધ્યમ વર્ગ : કોઈ છે સાંભળનાર?

આ દેશમાં મધ્યમ વર્ગની સિરિયલ ચાલે છે, ફિલ્મો ચાલે છે, પુસ્તકો પણ ચાલે છે, પણ મધ્યમ વર્ગની પીડા સાંભળનાર અને પીડા સાંભળીને તેને ઉકેલનાર કોઈ નથી, કારણકે કોઈ મત બેંક જ નથી. મત બેંક નથી માટે, કોઈ પક્ષને તેની પડી નથી.

એક તરફથી સરકાર આવકવેરામાં કોઈ રાહત આપતી નથી. વેટ સહિતના વેરામાં કોઈ રાહત નથી. પેટ્રોલ અને ડીઝલ જેમ જેમ મોંઘા થતા જાય છે તેની સાથે મોંઘવારી પણ એટલી જ વધે છે. અધૂરામાં પૂરું ગેસના બાટલા પણ મોંઘા કરી નાખ્યા છે. સામે પક્ષે નોકરિયાત વર્ગના પગાર એવા ખાસ વધતા નથી. બીજી તરફ, બચત ક્યાં કરવી અને કેવી રીતે તેનું સલામત રોકાણ કરવું એ પણ મોટો પ્રશ્ન છે. પ્રોપર્ટી માર્કેટ તો હવે ધનવાનોને જ વધુ ધનવાન બનાવે તેટલી હદે ઊંચા દામ ધરાવે છે. સોના-ચાંદીની આગ ઝરતી તેજીમાં પણ ધનવાનો જ રોકાણ કરી શકે અને નિરાંતે બેસી શકે. મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું હવે દુર્લભ છે. શેરબજારમાં ખાસ આશા રહી નથી. વળી, એમાંય એસટીટી નામે સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ નાખી દીધો છે.

બેંકની એફ.ડી.માં પણ ખાસ વ્યાજ નથી મળતું. અત્યાર સુધી નાની બચત યોજનાઓ મધ્યમ વર્ગ માટે આશાનું કિરણ હતી અને સલામત પણ હતી પરંતુ તેના વ્યાજ દર ઘટાડી ઘટાડીને તળિયે પહોંચાડી દીધા છે. આજે જ સમાચાર છે કે પીપીએફ સહિતની પોસ્ટ ઓફિસની બચત યોજનાઓના વ્યાજ દર ઘટાડાયા છે. સામે પક્ષે ગુજરાતની મોદી સરકાર સહિતની સરકારો શિક્ષણને પણ મોંઘું બનાવતી જાય છે.

આવી સ્થિતિમાં સવાલ એ છે કે જાયે તો જાયેં કહાં!

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s