તમે કામગરા ને અમે નવરા

આજે અદ્યતન ટેક્નોલોજી આવી ગઈ છે. એટલી કે વોટ્સ એપ્પ જેવામાં તો તમે સંદેશ મોકલ્યો હોય તો સામેની ‘પાર્ટી’ છેલ્લે કેટલા વાગ્યે ઓનલાઇન હતી તે બતાવે છે એટલે તેણે તમારો સંદેશ જોયો છે કે નહીં તે પણ ખબર પડી જાય. જીમેઇલ જેવામાં ‘સેન્ટ’ આઇટમમાં તમારો મેઇલ બોલે. એસએમએસમાં સામેની વ્યક્તિને મળ્યો છે કે નહીં તેનો ડિલિવરી રિપોર્ટ આવી જાય.

આમ છતાં, સફેદ જુઠાણાં આ દુનિયામાં ચાલતા જ રહેવાના. “તમારો મેઇલ મેં જોયો જ નથી.”,  “મને સમય જ નથી.”, “તમારો એસએમએસ મને મળ્યો જ નથી.”, “હું બહુ બિઝી હતો એટલે તમને જવાબ ન દઈ શક્યો.” આ અને આવાં કેટલાંય બહાનાં હોય છે.

હમણાં એક વ્યક્તિને મેં એસએમએસ મોકલ્યો હતો, પણ તેને રૂબરૂ મળવાનું થયું એટલે તેમની સાથે એસએમએસની વાત નીકળી. તો તે વ્યક્તિ કહે : તમારો એસએમએસ મળ્યો જ નથી! એટલે મેં તેમની હાજરીમાં જ ફરીથી એસએમએસ કર્યો. તરત જ તેમના મોબાઇલમાં ફ્લેશ થયો. હવે કોઈને એમ થોડું કહેવાય કે તમારો મોબાઇલ કે ઇ-મેઇલ બતાવો ચાલો.

બીજા એક વ્યક્તિ (માનો કે તેમનું નામ પરેશભાઈ છે)નો અનુભવ સાંભળો. પરેશભાઈને અન્ય એક વ્યક્તિ (ધારો કે દીપેશભાઈ)નું કામ હતું. પરેશભાઈએ વોટ્સ એપ્પમાં સંદેશો મોકલ્યો. એક, બે, ત્રણ….હવે દીપેશભાઈ તરફથી કોઈ જવાબ નહી. હા, દીપેશભાઈએ તેમનો પ્રોફાઇલ ફોટો બદલ્યો તે ત્રીજો સંદેશ મોકલતી વખતે જ દેખાયું. મતલબ કે તેઓ  ઓનલાઇન હતા. તેમણે પરેશભાઈના સંદેશા જોયા હતા. પરંતુ કોઈ જવાબ જ નહીં. પરેશભાઈએ દીપેશભાઈની સાથે થોડા દિવસ સંદેશાવ્યવહાર કાપી નાખ્યો.

થોડા દિવસ પછી દીપેશભાઈ જ્યારે પરેશભાઈને મળ્યા ત્યારે તેમણે કહ્યું : સોરી, હું થોડા કામમાં બિઝી હતો એટલે આપણે વાત ન થઈ શકી!

બોલો, હવે આવા લોકોના કાન પકડવાનો કોઈ ઈલાજ ખરો? ખરેખર વ્યસ્ત હોય તો માણસ ફોન કરીને મેઇલથી, એસએમએસમાં કે વોટ્સ એપ્પમાં એટલું તો જણાવી જ શકે કે તમારો સંદેશ મળી ગયો છે, પણ અત્યારે હું વ્યસ્ત હોવાથી પછી જવાબ આપીશ.

ખેર, આવા લોકોના ધ્યાનમાં રાખી મેં રચેલી કેટલીક કાવ્ય પંક્તિઓ:

તમે કામગરા ને અમે નવરા
તમે ફૂલ નાજુક ને અમે પથરા

તમે દૂધમલાઇ ને અમે પોરા
તમે ભીના ભીના ને અમે કોરા

તમે મીઠા ને અમે સાવ મોળા
તમે તો મોતી ને અમે રહ્યા દોરા

તમે છોકરીને અમે રહ્યા છોકરા
તમે ચાલાક ને અમે સાવ ભોળા

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s