સિલેક્ટિવ ન્યાય અને સિલેક્ટિવ ન્યૂઝ પબ્લિશિંગ

Published by

on

ક્યારેક એમ થાય છે કે આ દેશમાં સિલેક્ટિવ ન્યાય અને સિલેક્ટિવ ન્યૂઝ પબ્લિશિંગ (તેમજ બ્રોડકાસ્ટિંગ) થાય છે. અગાઉ એફબી પોસ્ટમાં લખ્યું તેમ, શીખ વિરોધી રમખાણોને આજે ૨૯ વર્ષ થવા આવ્યા. હજુ મુદ્દતો જ પડ્યા રાખે છે. તેની સામે મિડિયા ટ્રાયલ ચાલતો નથી. ગુજરાતના રમખાણો એક તો થયા ગોધરા કાંડના પગલે અને બીજું કે એ રમખાણોમાં, શીખ વિરોધી રમખાણોની જેમ માત્ર એક જ કોમ ભોગ નથી બની છતાંય ગુજરાતનાં રમખાણો અને એન્કાઉન્ટરો જ એક માત્ર આ દેશમાં થયા હોય તેમ દેખાડાય છે.

બીજું ઉદાહરણ મેચ ફિક્સિંગનું છે. હેન્સી ક્રોનિયે – અઝહરુદ્દીન જેમાં સંડોવાયા હતા તે મેચ ફિક્સિંગનું લગભગ ૧૨-૧૩ વર્ષે હજુ તો આરોપનામું દાખલ થશે (જેની માધ્યમોએ પ્રમાણસર નોંધ ન જ લીધી) અને શ્રીસંત, વિન્દુ દારાસિંહ, ધોનીની પત્ની, રાજ કુંદ્રા, બૉર્ડ પ્રમુખ શ્રીનિવાસન, તેમના જમાઈ મયપ્પન, દાઉદ આ બધાને સાંકળતા સ્પોટ ફિક્સિંગમાં ક્રિકેટ બોર્ડે જ દલા તરવાડીની જેમ ન્યાય તોળીને શ્રીનિવાસન, રાજ કુંદ્રા અને મયપ્પનને નિર્દોષ જાહેર કરી દીધા.

સીબીઆઈએ પૂર્વ રેલવે મંત્રી પવન બંસલને ક્લીન ચિટ આપી દીધી. તેમને તેમના જ ભાણેજ સામે સાક્ષી બનાવી દીધા!

૨-જી કેસમાં રાજા અને કનિમોઝી જામીન પર ફરી રહ્યાં છે, સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે.

તાજેતરમાં ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝા.મુ.મો.) અને કોંગ્રેસની મિલીભગતથી સરકાર રચાઈ તેના વિશ્વાસ મત પ્રસ્તાવ પર હાજર રહેવાની અનુમતિ સુપ્રીમ કોર્ટે એક એવા ધારાસભ્યને આપી જેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયું હતું.

સુપ્રીમના પૂર્વ મુખ્ય  ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ સદાશિવમ તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ વચ્ચે તાજેતરમાં જે નિવેદનયુદ્ધ થયું તે જોતાં લાગે કે જેની પાસે ન્યાયની અપેક્ષા આપણે રાખતા હોઈએ ત્યાં પણ બધું સમૂસુતરું અને ચોખ્ખું નથી. ((1) http://www.indianexpress.com/news/excji-altamas-kabir-to-gujarat-cj-collegium-decided-not-to-elevate-you-to-sc/1145800/ (2) http://indiatoday.intoday.in/story/cji-altamas-kabir-p.-sathasivam-kabir-seeks-apology-from-sathasivam/1/296560.html)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.