Posted in film

દેવ આનંદ : સુખ કી હૈ ચાહ તો દુઃખ ભી સેહના હૈ

સુરૈયા સાથેના પ્રેમમાં નિષ્ફળતા, દીકરા સુનીલની અભિનેતા તરીકે અસફળતા, ‘હરે રામ હરે ક્રિષ્ના’ પછી મોટાભાગની ફિલ્મો ફ્લોપ…અને છતાંય જીવનના અંત સુધી ફિલ્મો બનાવતા રહ્યા…આવી જ કંઈક કરુણતા ખાસ મિત્ર ગુરુ દત્તના જીવનમાં પણ હતી પણ તેમણે અલગ રાહ પસંદ કર્યો પરંતુ આજે જેમનો જન્મદિન છે તેવા અજરઅમર દેવ આનંદ હંમેશાં આનંદમાં રહ્યા. મનોજકુમારની જેમ તેમણે પોતાની મિમિક્રીની કૂયારેય ફરિયાદ ન કરી. બધી ફિકરોને ધૂમાડામાં ઉડાવી જનાર અને બરબાદીઓનું જશ્ન મનાવનાર તેમણે કહ્યું : સુખ કી હૈ ચાહ તો દુઃખ ભી સેહના હૈ.
‘ગાઇડ’ ફિલમાં તો તેમણે મોક્ષની વ્યાખ્યા જ આપી દીધી:
આજ મૈં કિતની આઝાદી મેહસૂસ કર રહા હૂં. જિસ્મ જૈસે માંગે કરના ભૂલ ગયા. મન તડપના -તડપાના ભૂલ ગયા. જીવન આજ જૈસે મુઠ્ઠી મેં હૈ. મૌત જૈસે એક ખેલ હૈ.  લગતા હૈ આજ હર ઈચ્છા પૂરી હો ગઈ, પર અબ મઝા દેખો, આજ કોઈ ઈચ્છા હી નહીં રહી. ઝિંદગી પિઘલકર પ્રકાશ બન ગઈ. ઔર સચ્ચાઈ મેરા રૂપ હૈ. તન રહે ના રહે, મૈં રહૂંગા. આગ મેં ફેંક દો, મૈં જલૂંગા નહીં, તલવાર સે વાર કરો, મૈં કટૂંગા નહીં. તુમ અહંકાર હો, તુમકો મરના હોગા. મૈં આત્મા હૂં, મૈં અમર હૂં.
મૌત જૈસે ખયાલ હૈ, જૈસે ઝિંદગી ખયાલ હૈ.
ના સુખ હૈ, ના દુઃખ હૈ, ના દિન હૈ ના રાત, ના દુનિયા ના ઇન્સાન, ના ભગવાન, સિર્ફ મૈં હૂં, મૈં હૂં, મૈ હૂં, મૈં હૂં, મૈં, સિર્ફ મૈં.
ગીતાજ્ઞાનને જીવી જનાર દેવ આનંદને તેમના જન્મદિને સેલ્યૂટ-વંદન… તેઓ જે અનંત મનોરંજન અને ગીતસંગીત આપી ગયા તે માટે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “દેવ આનંદ : સુખ કી હૈ ચાહ તો દુઃખ ભી સેહના હૈ

 1. દેવ આનંદ એક અચ્છા કલાકાર હતા,તેમણે કોઇની કોપી કે નકલ કરી નથી તે તેમનું એ જમા પાસું છે,તે જમાનાના “એકટરો”માં રાજ કપૂરે ચાર્લી ચેપલિનની થોડી ઢબ અપનાવી ને તેમની “ઍક્ટિંગમાં” છાંટ દેખાતી,જ્યારે દિલિપ કુમારે સમય કાઢીને છૂપી રીતે મુંબઈના મેટ્રો સિનેમામાં “સાંજ ના રાતના” “શો”માં જઈને “હોલીવૂડ” ના તે જમાનાના એકટરોની
  નકલ કરી ખાસું એવું નામ કાઢીને તરી ગયા!! આમાં કોઈ શરમની વાત નથી,આવું બનતુજ
  આવ્યું છે,આ બધા અભિનેતાઓએ પોતપોતાની એક “સ્ટાઈલ” ઊભી કરી હિન્દી ફિલ્મના પેક્ષકોને બહુ નચાવ્યા અને આનંદ આપ્યો,આજે તે પેઢીના લોકો(જેમાં હું પણ છું)ને યાદ રહી ગયું છે! પેઢીએ પેઢીએ નવી કિંમતો,મૂલ્યો બદલતા હોય છે,આજે આવી નકલબાજી
  કોઈ અપનાવી નથી લેતું,આજે પ્રેક્ષકોનું પણ ફિલ્મો જોવાનું અને કદર કરવાનું જે ધોરણ છે
  તેમાં થોડું ગાંડપણ,ઘેટાંશાહી ખુબજ નજરે પડે છે,એટલેજ 100/200 કરોડની ફિલ્મો આવક
  કરતી રહે છે,સારો પેક્ષક પણ મુઝાંઇ ગયો છે! વસ્તી વધતાં સાધારણ જાણતા પાસે આજે
  ટીવી,સિનેમા સિવાય કોઈ આનંદપ્રમોદનું કોઈ સાધન નથી,આપણે બહુજ ધાર્મિક છીએને
  એટ્લે.અંધશ્રધ્ધામાં એટલાજ ડૂબેલા છીએ.પણ જિંદગી જીવવાની છે એટ્લે જીવે જાઇએ છીએ.મનોરંજન બધાનો હક્ક છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s