Posted in satire

ખુર્શીદ અમેરિકાના શિકારે

એક વાર એક મહાન વ્યક્તિ સિંહના શિકારે જતા હતા. એમને ડાહ્યા માણસોએ વાર્યા, ‘રહેવા દો, તમારું કામ નહીં.’ પણ તેમણે તો મૂછ મરડીને પ્રતિજ્ઞા લીધી, ‘જ્યાં સુધી સિંહને મારી, તેને ખભે નાખી ન લાવું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું.’ એ મહાન આત્મા જંગલમાં ગયો. પણ સામે સિંહ મળ્યો ત્યાં હાંજા ગગડી ગયા. ચોરણી ભીની થઈ ગઈ. પણ હવે જંગલમાંથી પાછા જવું કેમ? એટલે તેઓશ્રી સિંહને હાથ જોડી વિનંતી કરવા માંડ્યા…
આવી જ કંઈક સ્થિતિ સલમાન ખુર્શીદની થઈ છે. મોટા ઉપાડે સંસદમાં એલાન કરી દીધું કે જ્યાં સુધી દેવયાની ખોબરાગડેનું સન્માન પરત નહીં અપાવું, ગૃહમાં પગ નહીં મૂકું. હવે અમેરિકાએ કહી દીધું છે કે અમે માફીય નહીં માગીએ અને કેસ પણ પાછો નહીં ખેંચીએ. થાય તે કરી લો…ખુર્શીદભાઈની હાલત પેલા મહાન વ્યક્તિ જેવી થઈ છે અને તેઓ બેકડોર ડિપ્લોમસી કરવા માંડ્યા છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

4 thoughts on “ખુર્શીદ અમેરિકાના શિકારે

  1. તમારી વાત સાચી, પણ આ પ્રસંગમાં તો ભારતની આંતરરાષ્ટ્રીય આબરૂનો સવાલ છે. પણ ખુર્શીદે થોડુક વધારે પડતુ કહી નાખ્યું હોય તેવું નથી લાગતું ?

  2. ખુર્શિદ ને જોઇને કહેવાનું મન કદાચ કોઇને થશે કે હે (શિયાળના) બાળક, તૂં વીર છે રુપાળો છે, (વાણીની) વિદ્યાને જાણનારો છે, અને પ્રદર્શનને યોગ્ય પણ છે. પણ તૂં જે કુળમાં (પક્ષમાં) જન્મ્યો છે ત્યાં હાથી મરાતા નથી.

    शूरोसि कृतविद्योसि दर्शनीयोसि पूत्रक .. यस्मिन कुले तु जातः त्वं, गजः तत्र न हन्यते (पंचतंत्र)

  3. દેવયાનીના મુબઈની આદર્શ સોસાયટીમાં ફલેટ ઉપરાંત બીજી સોસાયટીમાં પણ ફલેટ હોવાનું બહાર આવી રહ્યું છે. ન્યુયોર્કમાં કામવાળીના ટેકામાં દેખાવો થઈ રહ્યા છે. કહેવાતા આપણાં હોદેદારો નૈતિક રીતે કેટલા ભ્રષ્ટ છે તે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે ત્યારે ખુર્શિદ ભૈયા પાર્લામેન્ટમાં કેવીરીતે મોઢૂં દેખાડશે ? દેવયાની ભારત સરકારની કર્મચારી તરીકે અમેરિકામાં છે ત્યારે તેણીની દેશની પ્રતિભા વધુ તેજસ્વી અને ધારદાર બને તેવી રીતે વર્તવાની જવાબદારી નિભાવવી જોઈએ તેને બદલે પોતાના જ કર્મચારીનું શોષણ કરવું તે અત્યંત હલકી કક્ષાનું ગણાવું જોઈએ ! અને તેણી ઉપર ભારત સરકારે દેશની આબરૂ સાથે વિદેશમાં ચેડા કર્યા માટે કામ ચલાવવું જોઈએ !

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s