Posted in politics

અરવિંદ કેજરીવાલ પોતે જ ફરિયાદી, પોતે જ ન્યાયાધીશ?

જ્યારે ભારતમાં કૌભાંડો હદ બહારના બહાર આવ્યા હતા, મોંઘવારી હદ બહારની હતી (અને છે) , ટ્યુનિશિયાથી શરૂ થયેલી ક્રાંતિ ઇજિપ્ત પહોંચી હતી અને ત્યાં સફળ થઈ હતી (જોકે એ માત્ર શાસકને ઉથલાવવા પૂરતી સીમિત રહી એમ હવે લાગે છે, વ્યવસ્થા પરિવર્તન ખાસ આવ્યું નથી તે આપણે તે પછી જે કંઈ ઘટ્યું તેમાં જોયું) ત્યારે પ્રશ્ન થયો હતો કે આપણે કેમ કોઈ આંદોલન નહીં. પણ એ પછી ભડના દીકરા અણ્ણા હઝારે અને તેમની સાથે કિરણ બેદી, પ્રશાંત ભૂષણ, અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ વગેરેએ આંદોલન કર્યાં. તે પછી બ્લોગ પોસ્ટમાં આ ચળવળ વિશે અવારનવાર લખતો રહ્યો છું. પરંતુ અરવિંદ કેજરીવાલે રાજકારણમાં ઝંપલાવ્યું છે અને ખાસ તો તેમણે નીતિન ગડકરી, રોબર્ટ વાઢેરા, સલમાન ખુર્શીદ જેવા મોટાં માથાંના ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવી અને દિલ્હીમાં ચૂંટણી લડી અને સફળતા પણ મેળવી તેની ખુશી પણ વ્યક્ત કરી. પણ સાથે અગાઉના પક્ષોના અનુભવો મુજબ છૂપો ડર પણ છે કે ક્યાંક કેજરીવાલ આણિ મંડળી પણ અગાઉના બધા પક્ષો જેવી તો નહીં નીકળે ને? એટલે જ દરેક બાબતે બહુ જ તોળી તોળીને, ક્યારેક તેના સમર્થનમાં તો ક્યારેક તેની વિરુદ્ધમાં મારા દ્વારા લખાતું હોય છે.

 

હવે આપ કી અદાલતમાં કેજરીવાલ અને રજત શર્માનું એ મજેદાર એન્કાઉન્ટર જુઓ ને. એમાં રજત શર્મા કેજરીવાલને તેમણે ભાજપ-કોંગ્રેસમાંથી નીકળી ગયેલા લોકોને અને ભ્રષ્ટ લોકોને ઉમેદવાર બનાવવાની વાત કરી ત્યારે કેજરીવાલ ‘તતફફ’ થઈ ગયા અને આક્ષેપ કર્યો કે તમે ‘વન સાઇડેડ ડોક્યુમેન્ટ’ (એકપક્ષી) દસ્તાવેજોનો સહારો લઈ આક્ષેપો કરો છો,અને મને ખબર નહોતી કે તમે આ પ્રશ્નો પૂછશો (મતલબ કે ખબર હોત તો તૈયારી કરીને આવત) તેના જવાબમાં રજત શર્મા કહે છે, સાહેબ, તમે પણ ગડકરી, વાઢેરા જેવા લોકો સામે વન સાઇડેડ ડોક્યુમેન્ટનો આધાર લઈને જ પત્રકાર પરિષદો કરતા હતા. અને બીજું સ્ટિંગ ઓપરેશનમાં શાઝિયા ઇલમી જેવા ‘આપ’ના લોકો પકડાય કે પછી આ ‘આપ કી અદાલત’માં રજત શર્માના આક્ષેપ મુજબ, દેશરાજ રાઘવ નામના ઉમેદવાર પર ગરીબોના રેશન કાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી કરે તે સંદર્ભમાં કેજરીવાલના જવાબ પણ કોંગ્રેસ-ભાજપના લોકોથી જુદા પડતા નથી. ઉલટું, કોંગ્રેસ-ભાજપવાળા તો સરકારી એજન્સીઓ દ્વારા તપાસ કરાવે છે (ભલે કદાચ ફિક્સ પણ હશે), પરંતુ કેજરીવાલ તો દર વખતે અમે આંતરિક તપાસ કરાવી છે, તેમાં તેઓ શુદ્ધ નીકળ્યા છે તેવું પ્રમાણપત્ર આપી દે છે. શું જનલોકપાલની માગણી કરતા કેજરીવાલનું આ વલણ ઠીક છે?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “અરવિંદ કેજરીવાલ પોતે જ ફરિયાદી, પોતે જ ન્યાયાધીશ?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s