મોદીની ભૂતાન યાત્રાનો સંદેશ

આમ તો એવું લાગે છે કે વિદેશ નીતિના બાબતે નરેન્દ્ર મોદી સાચા માર્ગે ચાલી રહ્યા છે. મનમોહનના વખતમાં પડોશી દેશો સાથે સંબંધો અતિશય વણસી ગયા હતા. પાકિસ્તાન, બાંગ્લાદેશ તો સમજ્યા કે માના જાયા દુશ્મન છે. પણ શ્રીલંકા અને માલદિવ્સ સાથે પણ આપણા સંબંધ બગડી ગયા હતા અને એ લોકો ચીનના પડખામાં ભરાવું ભરાવું કરતા હતા. જોકે, મનમોહનની એક વાતે વખાણ કરવી પડે. તેમણે અમેરિકા અને યુરોપ સાથે સારા સંબંધ રાખવા ઉપરાંત ‘લુક ઇસ્ટ’ એટલે કે પૂર્વના દેશો સાથે પણ સંબંધો ઘણા સારા રાખ્યા હતા. અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને તો ૨૦૧૧માં ત્યાં સુધી કહ્યું કે ભારત અને બ્રાઝિલ પાસેથી શીખવું જોઈએ અને વિદેશ નીતિમાં અર્થતંત્રને કેન્દ્રમાં રાખવું જોઈએ (અને નહીં કે જગત જમાદાર બનીને યુદ્ધ કરવાને કે ડરાવવાને.)
મોદીએ અમેરિકાફમેરિકા કરતાં ભૂતાનની યાત્રા પસંદ કરીને બે સંદેશા દુનિયાને આપ્યા છે :
૧. પહેલો સગો પાડોશી. જે પાડોશી સાથે સારા સંબંધોને વધુ સારા સંબંધો કરી શકાય છે અને ચીન જેવા ડોળા માંડીને બેઠેલા દુશ્મનના હાથમાં જતા બચાવી શકાય છે, તેમને બચાવો. ભૂતાનનું મહત્ત્વ આપણા માટે એટલે પણ છે કે આસામના બળવાખારો ત્યાં આશ્રય લે છે અને ભૂતાન આપણને તેમને પકડવા કે તેના સફાયામાં મદદ કરે છે. ૨. અમેરિકા અને ભૂતાન વચ્ચે મોટું અંતર એ છે કે અમેરિકા જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) એટલે કે ભૌતિક સુખને સુખનો માપદંડ માનતો દેશ છે અને તે ભૌતિક રીતે સુખી દેશ છે, જ્યારે ભૂતાનને દુનિયાના સૌથી સુખી દેશ પૈકીનો એક મનાય છે અને તેના સુખના માપદંડ અલગ છે. ભૂતાને દુનિયાથી એકલા રહીને પણ વૈશ્વિકીકરણથી અળગા રહેવાનું પસંદ કર્યું છે. ભૂતાન અમુક સંખ્યામાં જ વિદેશીઓને આવવા દે છે. ત્યાં દસ વર્ષ પહેલાં સુધી ઇન્ટરનેટ, ટેલિવિઝન અને પશ્ચિમી પોશાક પર પ્રતિબંધ હતો. ત્યાં બૌદ્ધ ધર્મને સરકારી સંરક્ષણ પ્રાપ્ત છે અને એમાં કોઈ આપણી જેમ વિપક્ષો કોમવાદનાં ગાણાં ગાતા નથી. બૌદ્ધ ધર્મના મઠો અને કાર્યક્રમોને સરકારી સહાય (સબસિડી) મળે છે. તેણે બીજા મોટા ધર્મોને દેશ બહાર રાખ્યા છે. ખ્રિસ્તી અને અન્ય ધર્મોને ત્યાં આવવા દીધા નથી. આપણે ત્યાં એવું કર્યું હોય તો કેટલો ગોકીરો થાય?

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s