Posted in international

નરેન્દ્ર મોદીએ જે શબ્દ વાપર્યો તે ‘શર્ટફ્રંટિંગ’ શું છે?

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધન કર્યું. સંબોધન અંગ્રેજી ભાષામાં હતું. મોદીની ખાસિયત એ છે કે તેઓ સામાન્ય રીતે વાંચ્યા વગર બોલે છે અથવા તો તેમની પાસે મુદ્દાઓ લખેલા હોય છે, પરંતુ તેમના પુરોગામી મનમોહનસિંહ કે તેમના પ્રતિસ્પર્ધી સોનિયા ગાંધીની જેમ તેઓ એકદમ વાંચીને બોલતા નથી. તેઓ દરેકની આંખમાં જોઈને બોલવા ટેવાયેલા છે. પરંતુ મોદીનું પ્રભુત્વ હિન્દી ભાષા પર છે, અંગ્રેજી ભાષામાં તેમને તકલીફ પડે છે તે આજે ચોખ્ખું દેખાઈ આવ્યું. ભારે અટકી અટકીને તેઓ બોલતા હતા. વળી, અન્ય કેટલાક ગુજરાતીઓની જેમ ઝ હોય ત્યાં જ બોલવું અને સ હોય ત્યાં શ બોલવું તેવા ઉચ્ચારની દૃષ્ટિએ છબરડાં દેખાઈ આવ્યા. જેમ કે Asને એઝ બોલાય છે, એજ નહીં. મોદી એજ બોલ્યા. જે હોય તે. પરંતુ હિન્દી હોય કે અંગ્રેજી, મજાક કરીને શ્રોતાઓને હસાવવાની તેમની ખાસિયત આજના ભાષણમાં, અંગ્રેજી ભાષણમાં પણ જળવાઈ રહી. અને તેમણે એક નવો શબ્દ વાપર્યો. શર્ટફ્રંટિંગ. (shirtfronting).

જી-૨૦ દેશોની બેઠક ઑસ્ટ્રેલિયામાં યોજાઈ તેમાં આ શબ્દ જાણીતો બન્યો છે. પણ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યું :”(અગાઉ એક જ અઠવાડિયામાં જ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ઑસ્ટ્રેલિયાની સંસદને સંબોધી ચુક્યા હતા) એક જ અઠવાડિયામાં તમે ત્રીજા દેશના વડાને સાંભળી રહ્યા છો. મને ખબર નથી તમે આમ કઈ રીતે કરી રહ્યા છો (કઈ રીતે ત્રણ વડાઓને સાંભળવાની ક્ષમતા રાખો છો.)

બને કે કદાચ (ઑસ્ટ્રેલિયાના) વડા પ્રધાન એબોટ્ટનો તમને શર્ટફ્રંટ કરવાની આ રીત હોય!”

મોદીની આ રમૂજ પર એબોટ્ટ સહિત સંસદમાં ઉપસ્થિત સાંસદો ખડખડાટ હસી પડ્યા હતા. પણ મોદી પહેલા નહોતા જેમણે આ રમૂજ કરી.

અગાઉ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોન ‘શર્ટફ્રંટિંગ’ની રમૂજ કરી ચુક્યા હતા. કેમેરોને કહેલું:

“ગયા મહિને ઈટાલીમાં શિખર પરિષદ વખતે ઑસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી જુલી બિશપ ફલાંગ ભરતા ભરતા મારી તરફ ધસતાં હતાં. મને એક ક્ષણ માટે લાગ્યું કે તેઓ મને કહેશે કે આપણે હવે ‘શોર્ટફ્રંટિંગ’ કરવાનું છે.” જોકે બિશપ તો બ્રિટનને ઇબોલા વાઈરસ સામે લડવામાં મદદ કરવા દરખાસ્ત કરવા જ જતાં હતાં.

અત્યાર સુધીમાં બે વાર આ ‘શર્ટફ્રંટિંગ’ શબ્દનો જે રીતે ઉલ્લેખ થયો તેના પરથી તેનો ભાવાર્થ તો તમને ખબર પડી જ ગઈ હશે. આ શબ્દ ઑસ્ટ્રેલિયાની પેદાશ છે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ્ટે જી-૨૦ શિખર બેઠકના એક મહિના અગાઉ ‘શર્ટફ્રંટ’ શબ્દ વાપર્યો હતો. મલેશિયાના એમએચ-૧૭ વિમાનને તોડી પડાયું ત્યારે રશિયાના સમર્થનવાળા બળવાખોરોએ ઑસ્ટ્રિલયાઈ લોકોની હત્યા કરી હતી જેનાથી ઑસ્ટ્રેલિયા દુઃખી થયું હતું. જોકે એ ઉલ્લેખ કરવો જોઈએ કે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ્ટ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન સારા બૉક્સર છે. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વાદળી અને નીલા રંગના પોશાકમાં બૉક્સિંગ સ્પર્ધા યોજાતી હોવાથી તેના માટે અંગ્રેજીમાં ઑક્સફર્ડ બૉક્સિંગ બ્લુ શબ્દ પણ વપરાય છે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન પછી ૧૪ નવેમ્બરે બ્રિટનના વડા પ્રધાન કેમેરોને અને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શર્ટફ્રંટિંગ’ શબ્દ વાપરતાં હવે આ શબ્દ રાજદ્વારી શબ્દકોશમાં સ્થાન પામી જશે.

ઑસ્ટ્રેલિયામાં શર્ટફ્રંટર એ વ્યક્તિને કહેવાય છે જે આગળ આવીને પડકાર આપે છે અને વિરોધીને મેદાનમાં ચિત્ત કરી દે છે. મેક્વેર (Macquarie) શબ્દકોશ મુજબ શર્ટફ્રંટરનો અર્થ થાય છે સેનાપતિ જે વિરોધીને મેદાનમાં ચિત્ત કરવાનો ઈરાદો ધરાવે છે. ઑસ્ટ્રેલિયા ફૂટબોલ લીગ (એએફએલ)માં આ શબ્દ જાણીતો છે. ફૂટબોલની રીતે સમજશો તો શબ્દ સમજાઈ જશે. ફૂટબોલમાં જે ખેલાડી વિરોધી દિશામાંથી આવતા વિરોધી ટીમના ખેલાડીને આગળથી (ફ્રન્ટ ઓન) ભટકાય તેને શર્ટ ફ્રંટિંગ કહેવાય છે.

રાજદ્વારી રીતે જોઈએ તો, કોઈ નેતા પોતાના દેશમાં આવ્યા હોય ત્યારે તેનું ઉષ્માસભર સ્વાગત કરવું પરંતુ જે મુદ્દો ગંભીર ચિંતાનો હોય તેના પર નમ્રતાથી અને સાથે મજબૂતીથી તેમનો સામનો કરવો.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “નરેન્દ્ર મોદીએ જે શબ્દ વાપર્યો તે ‘શર્ટફ્રંટિંગ’ શું છે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s