Posted in gujarat guardian, international

કૃપયા અપની પેટી બાંધ લિજિયે, યે ફ્લાઇટ ક્રેશ હોને કો હૈ

ગત ૨૪ માર્ચના રોજ સ્પેનના બાર્સેલોનાથી જર્મનીના ડુસ્સેડોર્ફ જતું જર્મનવિંગ્સનું એક વિમાન ફ્રેન્ચ આલ્પ્સ આગળ તૂટી પડ્યું. તેના કારણે ૧૫૦ લોકોના જીવ ગયા. આ દુર્ઘટના પાછળ જે હકીકતો બહાર આવી રહી છે તે ચોંકાવી દેનારી છે. કહેવાય છે કે એક પાઇલોટ નામે, એન્ડ્રીયાઝ લ્યુબિત્ઝની મનોદશા સારી નહોતી અને તેણે જાણી જોઈને પ્લેનને પર્વત સાથે અથડાવી દીધું!

લ્યુબિત્ઝની ગર્લફ્રેન્ડ મેરી ડબ્લ્યુ.એ આ દુર્ઘટના પછી જણાવ્યું કે લ્યુબિત્ઝે તેને ગયા વર્ષે કહેલું કે તે કંઈક એવું કરી બતાવશે કે આખી દુનિયા તેને યાદ રાખશે. મેરી પાંચ વર્ષ સુધી લ્યુબિત્ઝ સાથે હરીફરી હતી. પછી તેને લાગ્યું કે લ્યુબિત્ઝને આરોગ્યની કોઈ તકલીફો છે. લ્યુબિત્ઝ જ્યારે તેના કામ વિશે વાત કરતો ત્યારે ગુસ્સે થઈ જતો. તેને લાગતું કે તે લાંબા અંતરનો પાઇલોટ અને કેપ્ટન ક્યારેય નહીં બની શકે. લ્યુબિત્ઝ પોતાની મનોદશા છુપાવવાનું પણ સારી રીતે જાણતો હતો તેમ મેરીનું કહેવું છે. જ્યારે મેરીને લાગ્યું કે લ્યુબિત્ઝની તકલીફ વધતી જાય છે ત્યારે તેણે સંબંધ કાપી નાખ્યો. ચીનમાં એક પાઇલોટની પત્નીએ કહ્યું કે તેનો પતિ સ્કીઝોફ્રેનિક છે તો કંપનીએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો, એમ, મેરીએ પણ તેના પ્રેમી વિશે આવી વાત જાહેર કરી દીધી હોત તો…? ચાલો, મેરી પાસે આવી આશા ન રાખીએ કે તેને કદાચ ધારણા ન હોય પરંતુ જેનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે કંપની પાસે તો આશા રાખી શકાય ને? લુફ્થાન્ઝા કંપનીની પેટા કંપની જર્મનવિંગ્સે જોકે એ બાબત પર ટિપ્પણી કરી નથી કે તેને લ્યુબિત્ઝની બીમારી વિશે ખબર હતી કે નહીં. જોકે તેણે એમ જરૂર કહ્યું કે લ્યુબિત્ઝે તમામ મેડિકલ ટેસ્ટ પસાર કર્યા હતા.

લ્યુબિત્ઝને ડૉક્ટરે સલાહ આપી હતી જે મુજબ તેણે તે દિવસે વિમાન ઉડાડવાનું નહોતું. માનો કે, તે તે દિવસે નોકરી પર ગયો તોય વાંધો નહીં, કે મુખ્ય પાઇલોટ સંભાળી લેત, પરંતુ લ્યુબિત્ઝની માનસિક સ્થિતિ એ હદ સુધી કથળી ચૂકી હતી કે મુખ્ય પાઇલોટ ફ્રેશ થવા કે ગમે તે કારણસર બહાર ગયો તો તેણે કોકપિટ બંધ કરી લીધું અને પછી તેણે આટલી બૂમ પાડી છતાંય તેને અંદર ન આવવા દીધો! લ્યુબિત્ઝના ઘરેથી આપઘાતની કોઈ ચીઠ્ઠિ નથી મળી આવી, પરંતુ તેણે તેની પ્રેમિકાને જે શબ્દો કહ્યા હતા તેના પરથી બરાબર અંદાજ આવી જાય છે કે તે આપઘાતી વલણ ધરાવતો હતો. પણ આવું કેવું આપઘાતી વલણ કે બીજા ૧૪૯ જણાનેય પોતાની સાથે મારતો ગયો?

આના પરથી બે વાત સ્પષ્ટ થાય છે. એક તો, એરલાઇન્સ પાઇલોટના માત્ર શારીરિક તંદુરસ્તીને લગતા જ ટેસ્ટ લે છે. હવે માનસિક તંદુરસ્તીને લગતા ટેસ્ટ લેવા પણ જરૂરી બનશે. બીજું, પશ્ચિમી દેશોમાં માનસિક બીમારીના કેસો એટલા અને એવા વધતા જાય છે કે આવા બીમાર લોકો બીજાની હત્યા કરવા સુધી જાય છે. અમેરિકામાં વિસ્કોન્સિન સહિત જે ગોળીબારના બનાવો બન્યા તેમાં અંતે અપરાધી માનસિક બીમાર હોવાનું બહાર આવ્યું છે.

મેરી ડબ્લ્યુ. સાથે સંબંધ પૂરા થયા બાદ લ્યુબિત્ઝને શિક્ષિકા કેથરીન ગોલ્ડબિચ સાથે સંબંધ થયા હતા અને તે તેના સંબંધ થકી ગર્ભવતી થઈ હતી. આ કેથરીન સાથે તેનાં સાત વર્ષથી ઓન/ઓફ પ્રકારના સંબંધ હતા. કારણકે તે વચ્ચે મેરી પાસે ચાલ્યો ગયો હતો. શું લ્યુબિત્ઝ કેથરીન સાથેના સંબંધોમાં ઝઘડાના કારણે પરેશાન હતો? કે પછી તે ગર્ભવતી હતી એટલે મૂંઝાઈ ગયો હતો? મૂળ તો આવા એક કરતાં વધુ લફરાં હંમેશાં મુશ્કેલી જ સર્જે છે અને આ વાત સમજવી હોય તો ‘ગરમ મસાલા’ ફિલ્મ જોઈ લેવી.

અક્ષયકુમાર અને જોન અબ્રાહમની ‘ગરમ મસાલા’ આમ તો કોમેડી ફિલ્મ છે પરંતુ તે આપણા માટે. તેમાં અક્ષયકુમાર જે પાત્ર ભજવે છે તેના માટે તો સ્ટ્રેસ જ છે કારણકે તેણે ત્રણ સુંદર એર હોસ્ટેસ સાથે લફરાં કર્યાં છે અને ત્રણેયને એકબીજા વિશે ખબર પડવા દેવાની નથી. વળી, આમાં, તેનો મિત્ર પણ લાભ ખાટવા પ્રયાસ કરે છે, તેની મદદ તો તેણે લેવાની છે, પરંતુ તેને સફળ થવા દેવાનો નથી. આમ, ખોટું કરવામાં કેટલો સ્ટ્રેસ આવે? બની શકે કે લ્યુબિત્ઝ પણ મેરી ડબ્લ્યુ., કેથરીન અને નહીં જાહેર થયેલાં કદાચ બીજાં લફરાંઓના કારણે પણ સ્ટ્રેસમાં હોય.

લ્યુબિત્ઝે તેના અને તેની ગર્લફ્રેન્ડ માટે બે મોંઘી કાર- ઓડી લીધી હતી. તે બહાર નથી આવ્યું કે તે તેણે પૈસા દઈને લીધી હતી કે લોન પર. જો લોન પર લીધી હોય તો તેનું પણ સ્ટ્રેસ હોઈ શકે. બની શકે કે આ દુર્ઘટના બાદ કંપનીઓ, ખાસ કરીને એરલાઇન્સ જેવી કંપનીઓ મેન્ટલ ટેસ્ટ ઉપરાંત તેનું સામાજિક બેકગ્રાઉન્ડ, તેના લફરા વગેરે જેવી અંગત જિંદગીની માહિતી મેળવવાનું પણ ફરજિયાત કરી દે. જોકે લ્યુબિત્ઝે જે રીતે તેની માનસિક બીમારીની વાત એરલાઇન્સથી છુપાવી તે રીતે કર્મચારીઓ સામાજિક બેકગ્રાઉન્ડની વાત પણ પોતાની કંપનીથી છુપાવી શકે.

ઘણી વાર, કંપનીને ખબર હોય છે કે તેનો કર્મચારી માનસિક રીતે કે શારીરિક રીતે અનફિટ છે તો પણ તે જ્યાં સુધી કોઈ ભૂલ ન કરે કે જાહેરમાં કંપનીને નીચું જોવું પડે તેવું ન કરે ત્યાં સુધી કંપનીઓ ચલાવી લેતી હોય છે. ઘણા બોસ કે કર્મચારીના સામાજિક બેકગ્રાઉન્ડ કે કંપનીની અંદર વર્તણુંક અસહ્ય હોય છે, પરંતુ જ્યાં સુધી તે કંપનીને લાભકર્તા હોય છે કંપની તેને ચલાવી લે છે. તરુણ તેજપાલનું લફરું બહાર આવ્યું તે પછીય તેને છાવરવાના ભરપૂર પ્રયાસો થયા હતા. આ જોઈને એવો તર્ક પણ લગાવી શકાય કે તેનું લફરું બહાર આવ્યા પહેલાં તેણે શું-શું શોષણ નહીં કર્યું હોય?

અને માનો કે કંપની કિંગફિશર જેવી હોય તો? લુફ્થાન્ઝા કે જર્મનવિંગ્સ એવી કંપની નહીં જ હોય તેમ માની લઈએ, પરંતુ કિંગફિશર એરલાઇન્સમાં પાઇલોટ સહિતના કર્મચારીઓના પગાર કેટલાં વર્ષોથી નથી થયા અને તેના બોસ વિજય માલ્યા તો ખુલ્લેઆમ ફોર્મ્યુલા વન- કેલેન્ડર વગેરે રીતે ભરપૂર અય્યાશી જ કરી રહ્યા છે ને. માલ્યાએ તો એસબીઆઈ જેવી બૅન્કોની લોન ભરવામાં પણ કેટલી ‘નફ્ફટાઈ કરી હતી. સુબ્રતો રોયને જેલ થઈ છે, પણ માલ્યાને શું થયું? તો વિચારો કે જો કિંગફિશરની ફ્લાઇટ ચાલુ હોત તો તેના પાઇલોટને પણ કંપનીને બદનામ કરવા લ્યુબિત્ઝ જેવું જ પગલું  ભરવાનો વિચાર કોઈ નબળી પળે કે ગુસ્સાના કારણે આવી શકે તેવી પૂરી સંભાવના હતી. એટલે જરૂરી નથી કે લ્યુબિત્ઝના અંગત જીવનના કે તેની માનસિક બીમારીના દૃષ્ટિકોણથી વિચારીને તેને જ જવાબદાર ઠેરવવો. જોકે, અત્યાર સુધી જાહેર થયેલી બાબતો પરથી તો લ્યુબિત્ઝ જ જવાબદાર હોય તેવું જણાઈ રહ્યું છે. (આવી ઘણી બાબતોમાં કંપની મોટી હોય તો ઢાંકપિછોડો પણ થતો હોય છે.)

લ્યુબિત્ઝ જેવા પાઇલોટ આપણે ત્યાં પણ ઓછા નથી. હજુ ગયા જાન્યુઆરીની જ વાત છે. પેરિસ જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં એક પાઇલોટે ફ્લાઇટ એન્જિનિયર સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારપીટ એ હદની હતી કે એન્જિનિયરને નાકના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.

ગયા વર્ષે ઓગસ્ટમાં ૨૮૦ ઉતારુઓ સાથેનું જેટનું વિમાન ૫,૦૦૦ ફીટ ઊંચાઈએ હતું અને મુંબઈથી બ્રુસેલ્સ જઈ રહ્યું હતું. વિમાન તુર્કની હવાઈ સીમામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેણે એક ગુંલાટ ખાધી. કારણ? મુખ્ય પાઇલોટ સૂઈ રહ્યો હતો અને સહ પાઇલોટ આઈપેડમાં ફ્લાઇટને લગતી માહિતી જોઈ રહ્યો હતો. એ તો ભલું થજું કે એર ટ્રાફિક કંટ્રોલ સજાગ હતો અને તેણે તરત આપાતકાલીન સંદેશો મોકલ્યો અને પૂછ્યું કે પ્લેન તેના નિર્ધારિત ઉડ્ડયન પથ પરથી ડાઇવર્ટ કેમ થયું અને તેને પોતાના પથ પર પાછા આવવા આદેશ આપ્યો. પછી તો આ ઘટનામાં કમાન્ડર અને સહ પાઇલોટ બંનેને સસ્પેન્ડ કરાયા હતા.

તો, ગયા વર્ષે માર્ચમાં સ્પાઇસજેટની ફ્લાઇટમાં તો ગજબની ઘટના બની હતી. એ સમય હોળીની આસપાસનો હતો અને એમાં પણ ના નહીં કે પાઇલોટ, હોસ્ટેસ વગેરે પણ આખરે માનવીઓ જ છે, પરંતુ તેમણે ઉતારુઓના જાન જોખમમાં મૂકીને ૩૫,૦૦૦ ફીટ ઊંચાઈએ હોળીની જે રીતે ઉજવણી કરી તેનાથી ભારતમાં વિમાનોની નિયંત્રક સંસ્થા ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ચોંકી ઊઠી. એવું તે શું કર્યું? ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મના હિટ હોળી ગીત ‘બલમ પિચકારી’ પર હોસ્ટેસોએ ડાન્સ કર્યો અને ઉતારુઓનું મનોરંજન કર્યું અને પાઇલોટોએ પોતાના મોબાઇલમાં તેના ફોટા પાડ્યા અથવા વિડિયો ઉતાર્યો. જોકે ઉતારુઓમાંથી પણ કોઈકે તેનો વિડિયો ઉતાર્યો અને તે વાયુવેગે પ્રસર્યો. આથી આ કિસ્સામાં ડીજીસીએએ સ્પાઇસ જેટને નોટિસ જાહેર કરી કે તેનું લાઇસન્સ શા માટે સસ્પેન્ડ ન કરવું.

કંપનીએ કરેલી ચોખવટ એવી જ ચોંકાવનારી હતી. તેણે કહ્યું કે તેણે વધારાનો સ્ટાફ મોકલ્યો હતો અને કોકપિટમાં તો પાઇલોટો હતા. જે ડાન્સ કરતા હતા કે તે માણતા હતા તે તો એક્સ્ટ્રા સ્ટાફ હતો. અને આવું કંપનીએ જ આયોજન ઉતારુઓના મનોરંજન માટે કર્યું હતું!

સન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ૨૦૧૩ના ડિસેમ્બરમાં એશિયાનાની એક ફ્લાઇટનું ક્રેશ લેન્ડિંગ થયું હતું મતલબ કે લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું. તેમાં એવી બાબત બહાર આવી હતી કે તેનો પાઇલોટ ટ્રેઇની (શિખાઉ) હતો અને તેને લેન્ડિંગ વખતે આત્મવિશ્વાસ જ નહોતો!

કમનસીબે આપણે ત્યાં રેલવે દુર્ઘટના બાબતમાં જે ઉહાપોહ અને હંગામો થાય છે તેવું પ્લેન સેવાની બાબતમાં થતું નથી. વાત જરા જુદ્દા મુદ્દાની છે, પરંતુ પ્લેનને લગતી જ છે. ૨૦૧૪ના ડિસેમ્બરમાં, સ્પાઇસ જેટની બે ફ્લાઇટના ૩૦૦થી વધુ મુસાફરોએ આઠ કલાક સુધી અમદાવાદ એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું! કારણ? ફ્યુઅલનાં નાણાં નહોતાં. તાત્કાલિક નાણાં ટ્રાન્સ્ફરની એટીએમ સહિત અનેક સુવિધાઓ હોય તેવા જમાનામાં ફ્યુઅલના નાણાંની વ્યવસ્થા માટે આઠ કલાક થયા હશે? જે હોય તે, પરંતુ ફ્લાઇટ ડીલે થાય છે તો મુસાફરોને હોટલના ઉતારાની સગવડ અપાતી હોય છે. અહીં આવું કંઈ થયું નહીં. ઉતારુમાં મહિલા, બાળકો અને વૃદ્ધો હોય અને તેમને એરપોર્ટ પર આઠ કલાક બેસવું પડે તે એક જાતનો અત્યાચાર જ થયો ને. સશક્ત પુરુષ હોય તો પણ શું?

જર્મનવિંગ્સની દુર્ઘટના પરથી એક વાત ચોક્કસ છે, પાઇલોટની શારીરિક ઉપરાંત માનસિક તંદુરસ્તી હોવી જરૂરી છે. એક  પાઇલોટના કારણે સેંકડો ઉતારુઓના જાન જોખમમાં નાખી શકાય નહીં.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “કૃપયા અપની પેટી બાંધ લિજિયે, યે ફ્લાઇટ ક્રેશ હોને કો હૈ

  1. Interesting blog, appreciate your deep thinking about the subject, you dig out some very interesting facts and later on at the end you tried to co-relate with Indian readers and gujarati readers that’s very good…

    Only thing I want to tell that ATF (Air-Turbine Fuel) through which runs the plane is required in so many liters, so I think ATF is not that cheaper, so in this country transferring fund monitored by RBI and RBI has certain guidelines about RTGS, IMPS and NEFT. so whatever the reason is but definitely it will take time also RTGS which is more than 2 Lac and upto 25-50 Lacs has limit upto 4 Pm only that day. so it can be difficult to transfer.

    Overall the blog is fantastic, my love-interest is HR, so I absorb the Key-findings which you displayed here for HR, which I will definitely work on that subject.

    1. Thanks for words of appreciations. Do keep reading.
      Regarding money for ATF, 8 hours are too long time and moreover, if it was really necessary, they could have provided some facility to rest for passengers.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s