હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

(ભાગ-૬) ૮ એપ્રિલ, ૧૯૬૪ના રોજ જમ્મુની જેલમાંથી શેખ અબ્દુલ્લા છૂટ્યા ત્યારે નહેરુનું આમંત્રણ તેમની રાહ જોતું હતું. નહેરુએ તેમને વિનંતી કરી હતી કે તેઓ જેમ બને તેમ જલદી દિલ્હી આવી જાય. સામાન્ય રીતે કોઈ મુખ્યપ્રધાન આવે તો તેને ઉતારો ક્યાં અપાય? કોઈ સર્કિટ હાઉસ કે એવા કોઈ ભવનમાં. પણ શેખ પ્રેમી નહેરુએ તો પોતે જ્યાં … Continue reading હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

સાયન્સ પબ: દારૂના ઘૂંટડા સાથે વિજ્ઞાનની ચર્ચા!

સવાલ ૧. મગજ ખુલ્લું રાખવું હોય તો? વિચારો. કોઈક બુદ્ધિગમ્ય પુસ્તક વાંચો. કોઈ સારું ભાષણ સાંભળો. સારી ફિલ્મ જુઓ. સારો ટીવી કાર્યક્રમ જુઓ. સવાલ ૨. મગજ બંધ કરવું હોય તો? જો તમે ગુજરાત બહાર રહેતા હો તો દારૂ પીઓ. (આવી સલાહ જોકે અંગત રીતે આપવામાં માનતો નથી, પણ તમને આ વિજ્ઞાનનો લેખ વાંચવાની મજા પડે … Continue reading સાયન્સ પબ: દારૂના ઘૂંટડા સાથે વિજ્ઞાનની ચર્ચા!

ક્યોંકિ સુધા શિવપુરી કભી બા થી

‘બાદશાહ’ ફિલ્મમાં એક દૃશ્ય છે. પ્રેમ ચોપરા સીબીઆઈનો ચીફ છે. તે શાહરુખ ખાનને સીબીઆઈનો સિક્રેટ એજન્ટ બાદશાહ (જે ખરેખર તો દીપક તિજોરી હોય છે) સમજે છે, હકીકતે શાહરુખ ખાન ખાનગી જાસૂસ બાદશાહ હોય છે. પ્રેમ ચોપરા ફોન પર શાહરુખને વાત કરે છે ત્યારે ભારત માતા-ઓપરેશન માંના સંદર્ભમાં વાત કરતો હોય છે જ્યારે શાહરુખ ખાન પોતાની … Continue reading ક્યોંકિ સુધા શિવપુરી કભી બા થી

કરણ જોહર: દિગ્દર્શક, નિર્માતા, હોસ્ટ, જજ, અભિનેતા….

ધારો કે શાહરુખ ખાન અને કરણ જોહરને લઈને ‘ડર’ બનાવવામાં આવે તો શાહરુખનો સંવાદ શું હોય? ક..ક..ક..કરણ....આઈ લવ યૂ! રમૂજ જવા દ્યો, પરંતુ એક સમયે શાહરુખ ખાન અને કરણ જોહર એટલે અતૂટ સંબંધવાળા બે વ્યક્તિ હતા. શાહરુખ ખાન, કરણ જોહર અને ફરાહ ખાનની અંગત મૈત્રી જાણીતી બની હતી. જોકે શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે … Continue reading કરણ જોહર: દિગ્દર્શક, નિર્માતા, હોસ્ટ, જજ, અભિનેતા….

અમિત કટારિયા: સ્ટાઇલ મેં નહીં રહેને કા

સામાન્ય રીતે નક્સલી હુમલાના કારણે સમાચારમાં રહેતા બસ્તર આજકાલ બીજાં કારણોસર ચર્ચામાં છે. તેના કલેક્ટર અમિત કટારિયાને છત્તીસગઢની સરકારે ચેતવણીની નોટિસ આપી છે. થોડા વખત પહેલાં નરેન્દ્ર મોદી દંતેવાડા આવ્યા હતા ત્યારે આ કલેક્ટરે મોદીના સ્વાગતમાં ભડકાઉ શર્ટ અને કાળા ચશ્મા પહેર્યા હતા. વળી, તેણે આ મુલાકાત દરમિયાન બે વાર શર્ટ બદલ્યાં હતાં. આથી સરકારે … Continue reading અમિત કટારિયા: સ્ટાઇલ મેં નહીં રહેને કા