કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

(ભાગ-૧૦) યોગ દિવસના બ્રેક પછી આપ સહુનું કાશ્મીર પર ચાલતી શ્રેણીમાં સ્વાગત છે. કાશ્મીરમાં પંડિતોના પુનર્વસનની ચર્ચા ચાલુ થઈ અને તેના મુદ્દે  વિવાદ છેડાયો ત્યારથી આ શ્રેણી ચાલુ કરી છે. ગયા અઠવાડિયે બ્રેક આવી ગયો હોઈ ગયા હપ્તાનું થોડું તાજું કરી લઈએ: ઈન્દિરા ગાંધીએ બધા નિયમો તડકે મૂકીને એક પણ સભ્ય ન ધરાવતા પક્ષ નેશનલ … Continue reading કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

Advertisements

પૃથ્વી પર જીવનનું મરણ નજીક આવી રહ્યું છે?

હમણાં અખબારોમાં એક સમાચાર ઝળક્યા: પૃથ્વી વિનાશના છઠ્ઠા તબક્કામાં. પૃથ્વીના વિનાશની વાતો સમયાંતરે આવતી રહે છે. ૨૦૧૨માં પણ પૃથ્વીનો નાશ થવાનો છે તેવી વાતો બહુ ચગેલી, પરંતુ તે પછી ત્રણ વર્ષ વિતી ગયાં. કંઈ થયું નહીં, તમે કહેવાના. કંઈ થયું નહીં? ખરેખર? તો પછી આ નેપાળમાં ભૂકંપમાં હજારો લોકો મરી ગયા, સિંધમાં ગરમીના મોજાંએ સેંકડો … Continue reading પૃથ્વી પર જીવનનું મરણ નજીક આવી રહ્યું છે?

ચીન જેવું પગલું ભારતમાં લેવાય તો?

ઘણી વાર લાગે છે કે ચીનમાં લોકશાહી નથી એટલે જ તે મહાસત્તા બની રહ્યું છે. એક જ પક્ષ - સામ્યવાદી પક્ષનું ત્યાં શાસન છે અને એટલે તે એવા એવા નિર્ણયો લે છે જે આપણે ત્યાં ભારતમાં તો વિચારી પણ ન શકાય. ભારતમાં કોઈ સાંસદ આવા નિર્ણયનો વિચાર તરતો પણ મૂકે તો દિવસોના દિવસો સુધી તેના … Continue reading ચીન જેવું પગલું ભારતમાં લેવાય તો?

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય ઓળખ, શેખર રાવજિયાણી સાથે તેણે વિશાલ-શેખર તરીકે બનાવી છે, પણ છેલ્લા કેટલાય સમયથી તે સ્વતંત્ર રીતે પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. ગાયક તરીકે પણ તે સફળ છે. તે સારો ગીતકાર પણ છે. આજકાલની ભાષામાં જેને એક્ટિવિસ્ટ કહેવાય તે પણ … Continue reading વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

તાજેતરમાં સ્ફૂરેલી પંક્તિઓ: (૧) એ પણ કેવી છે! વરસાદ પડે છે તો દોડતી આવે છે ને વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી (૨૪ જૂન, ૨૦૧૫) (૨) જિંદગી છે તો જીવનથી જીવ નથી તો જિંદગી છે? (૨૬ જૂન, ૨૦૧૫) (૩) જેને પોતાના ગણતા હતા, તે પોતામાં  નીકળ્યા! (૨૬ જૂન, ૨૦૧૫)  

યોગે બધાને જોડવાનું કામ કર્યું

ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત ભલો તેનું બધું ભલું. પણ જે રીતે ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો તે જોતાં કહેવું પડે જેની શરૂઆત સારી તેનું બધું સારું. અનેક વાદ-વિવાદની વચ્ચે પણ ભારતમાં યોગદિવસ હેમખેમ જ નહીં, પરંતુ પૂરા ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાયો. એવું લાગ્યું કે રવિવાર ૨૧ જૂને આખું ભારત યોગમય બની ગયું હતું. … Continue reading યોગે બધાને જોડવાનું કામ કર્યું

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા? … Continue reading યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ