યોગે બધાને જોડવાનું કામ કર્યું

ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત ભલો તેનું બધું ભલું. પણ જે રીતે ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો તે જોતાં કહેવું પડે જેની શરૂઆત સારી તેનું બધું સારું. અનેક વાદ-વિવાદની વચ્ચે પણ ભારતમાં યોગદિવસ હેમખેમ જ નહીં, પરંતુ પૂરા ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાયો. એવું લાગ્યું કે રવિવાર ૨૧ જૂને આખું ભારત યોગમય બની ગયું હતું. … Continue reading યોગે બધાને જોડવાનું કામ કર્યું

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા? … Continue reading યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સિસકારા ન ભરો! એટલિસ્ટ કારવાળાએ તો ન જ ભરવા જોઈએ. અમેરિકાના ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એવી શોધ કરી છે કે જેથી તમારા મગજની કાર ફટાફટ દોડવા માંડશે. તમારી કલ્પનાનું વિશ્વ ખુલી જશે. તમને થશે કે લે આવું થાય તો કેવું સારું! ઘણી ખરી શોધ પહેલાં નાના પાયે જ થઈ હોય … Continue reading ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

અમોલ પાલેકરથી અચિંત કૌર: ટીવી સ્ટારોનું પુનરાગમન

અમોલ પાલેકરને માત્ર ‘ગોલમાલ’ ફિલ્મના કારણે જાણતા લોકો તેમના કલાકાર તરીકેના સર્વાંગીણ રૂપને સમજવામાં ભૂલ કરતા હોય છે. તેઓ માત્ર અભિનેતા જ નથી, નિર્દેશક પણ છે. અને અભિનેતા તરીકે તેમની ફિલ્મ કારકિર્દી જ નથી, પરંતુ ટીવી પડદે પણ તેમણે ઘણું કામ કર્યું છે. અમોલ પાલેકરની એક સિરિયલ ‘આ બૈલ મુઝે માર’ આવતી હતી. જે મોટા … Continue reading અમોલ પાલેકરથી અચિંત કૌર: ટીવી સ્ટારોનું પુનરાગમન

દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!

સારી જાહેરખબર બનાવનારા સારી ફિલ્મો બનાવી જાણે છે. ગૌરી શિંદે, રાકેશ ઓમપ્રકાશ મહેરા, આર. બાલ્કી, પ્રદીપ સરકાર, રાજકુમાર હિરાણી ઉપરાંત દિબાકર બેનરજીએ આ વાત સાબિત કરી છે. પરંતુ દિબાકર બેનરજીનું જીવન એડ ફિલ્મમાં કહી શકાય એવું નથી. એના માટે આખી એક ફિલ્મ જ જોઈએ કેમ કે સારા તબલાવાદક, અગિયારમા ધોરણમાં નાપાસ, અમદાવાદની એનઆઈડીમાંથી કાઢી મૂકાયેલી … Continue reading દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!