કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

(ભાગ-૧૩) ફારુક બોગસ વોટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલ પદે જગમોહન મલ્હોત્રા હતા. … Continue reading કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

(ભાગ-૧૨) પિતાની જેમ ફારુક અબ્દુલ્લાનાં પણ બેવડાં ધોરણ હતાં. ભારતીય માધ્યમો સમક્ષ દેશભક્ત બની જવું અને કાશ્મીર ખીણમાં અલગતાના રાગ આલાપવા. તેમનું આ વલણ ચાલુ જ છે. ૧૬ નવેમ્બર ૨૦૧૪ના દિવસે યુકેમાં કિડનીની સારવાર કરાવતા કરાવતા પણ તેમણે ધમકી આપી હતી કે કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવશે તો વ્યાપક અશાંતિ સર્જાશે. તે અગાઉ આ જ … Continue reading ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનાં જોવાં એ માણસનો જન્મસિદ્ધ હક છે કે નહીં તે ખબર નથી, પરંતુ સપનાં આવવા પર કોઈ ટૅક્સ નથી એટલે માણસ ઢગલાબંધ સપનાં જોતો હોય છે. સપનાં જોવાનું સુખ પણ હોઈ શકે ને દુઃખ પણ. ગરીબ માણસ સપનામાં કરોડપતિ બનવાનું સુખ માણી શકે. કર્મચારી સપનામાં પોતે માલિક બને અને માલિકને પોતાનો કર્મચારી બનાવીને તેના પર … Continue reading સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

અપરિણીત માતા અને બદલાતી સામાજિક વ્યવસ્થા

બે તાજા સમાચાર ભારતમાં બદલાતાં સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભે જાણવા જેવા છે. તેમાં સૌથી તાજા સમાચાર ગયા અઠવાડિયે આવ્યા. સર્વોચ્ચ ન્યાયાલયે એક ખ્રિસ્તી મહિલાના કિસ્સામાં ચુકાદો આપ્યો કે જો કોઈ સ્ત્રી માતા બની હોય, તે અપરિણીત હોય તો તેના બાળકને શાળામાં મૂકવા માટે પિતાની જરૂર નથી. મતલબ કે વાલી તરીકે તે એકલી ચાલી શકે. અત્યાર સુધી … Continue reading અપરિણીત માતા અને બદલાતી સામાજિક વ્યવસ્થા

‘બજરંગી ભાઈજાન’ : ક્યા બાત હૈ સલમાન!

બજરંગી ભાઈજાન. ફિલ્મના નામમાં જ વિરોધાભાસી બે નામોનું મિશ્રણ! અષાઢી બીજની રથયાત્રા અને રમઝાનની ઈદના ૩૦ વર્ષ પછીના સંયોગના આગલા દિવસે ૧૭ જુલાઈએ જ રિલીઝ! ફિલ્મ પહેલાં સોશિયલ મિડિયા પર તેની વિરુદ્ધ અનેક સંદેશાઓ વહેતા થયા હોય; અગાઉ એવા સંદેશાઓ ફરતા હોય કે આ ફિલ્મ લવ જિહાદનો પ્રચાર કરે છે તેથી તે ન જોવી અને … Continue reading ‘બજરંગી ભાઈજાન’ : ક્યા બાત હૈ સલમાન!