Posted in hindu, international, spirituality

બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?

સાધુઓ, આરતી, ઘંટારવ, યોગી, બાઇક પર ત્રણ સવારીમાં જતા લોકો, શંકર ભગવાનના રૂપમાં બાળક, સંધ્યા સમયે કોઈ પવિત્ર તીર્થ સ્થળમાં ભગવા ધ્વજના બેકગ્રાઉન્ડમાં ક્રિસ માર્ટીન, નળિયાંવાળાં ઘર, હોળી રમતાં બાળકો, બાયોસ્કોપમાં પિક્ચર જોતાં બાળકો, કઠપૂતળીનો શો, અંગ કસરતના દાવ કરતાં બાળકો, જૂના જમાનાનું ટિપિકલ થિયેટર, થિયેટરમાં ભારતીય ડ્રેસમાં સજ્જ યુવતીઓ, તળાવમાં નહાવા પડતાં બાળકો, ૮૦ના દશકનું ટિપિકલ શટરવાળું ટીવી, ભરતનાટ્યમ્ અને કથકલીનું નૃત્ય, રામલીલા કરતા કલાકારો, સાડીમાં દોડતી સ્ત્રી (સોનમ કપૂર), દિવાળીની ફટાકડા ફોડીને ઉજવણી. છેલ્લે બિયોન્સ નૉલેસનું નમસ્તે.

ભારતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરોક્ત તમામ બાબતો એક સંપૂર્ણ ભારતનું ચિત્ર રજૂ કરે છે. આ વિડિયો અદ્ભુત છે. અને ખાસ વાત એ છે કે અમેરિકી ગાયિકા બિયોન્સ નૉલેસના આલબમ ‘કૉલ્ડ પ્લે’ના ‘હાઇમ્ન ફોર વીકેન્ડ’નો તે વિડિયો છે.

મોટા ભાગે પશ્ચિમી દુનિયા ભારતને ગરીબ દેશ તરીકે અને હિન્દુ સંસ્કૃતિને પછાતપણા તરીકે જુએ છે જ્યારે આ વિડિયોમાં હિન્દુ સંસ્કૃતિના રંગોને અદ્ભુત અને સારી રીતે દર્શાવાયા છે. વિશેષ વાત એ છે કે ભારતીય અભિનેત્રી સોનમ કપૂર (ભલે થોડી જ સેકન્ડ માટે) આ વિડિયોમાં છે.

સામાન્ય રીતે ભારતમાં ભારતની કોઈ અભિનેત્રી, ખાસ કરીને હિન્દી ફિલ્મની અભિનેત્રી પશ્ચિમી દેશની કોઈ ફિલ્મ કે વિડિયોમાં કામ કરે તો અહોભાવથી જોવાય છે, પરંતુ આ વિડિયો અને સોનમ કપૂરની ભૂમિકાને ટ્વિટર પર ઉતારી પડાઈ રહ્યો છે કેમ?

તેનું કારણ છે હિન્દુ સંસ્કૃતિ. ટ્વિટર પર છવાયેલા લોકોને, કહેવાતા ‘લિબરલ’ને હિન્દુ સંસ્કૃતિના નામથી ચીડ છે, ભલે તે પાશ્ચાત્ય જગતને આકર્ષી રહી હોય. તેઓ કોઈ પણ શબ્દને સંસ્કૃતિ-સંસ્કાર સાથે જોડીને તેની મજાક ઉડાવે છે. એક વ્યક્તિ શરૂ કરે છે પછી બીજી વ્યક્તિ તેને અનુસરે છે અને એક સમૂહ જોડાય છે, તેથી તેની અસરમાં બીજા પણ આવી જાય છે.

પહેલાં શરૂઆત થઈ આલોકનાથથી. તેમની સંસ્કારી બાબુજી કહીને ટ્વિટર પર ખૂબ જ મજાક ઉડાડાઈ. તે પછી ‘પ્રેમ રતન ધન પાયો’ની મજાક ઉડાવાઈ. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની એક ફિલ્મ સમીક્ષકે (અને તે પણ મહિલા!) તો ફિલ્મમાં સોનમ કપૂર ખુશ થઈને દોડે છે તેને ‘સંસ્કારી ઑર્ગેઝમ’ (ઑર્ગેઝમ= જાતીય સુખની પરાકાષ્ઠા) કહીને પોતાના લેખનું શીર્ષક બનાવી દીધું! તાજેતરમાં આવેલી ‘ક્યા કૂલ હૈ હમ ૩’માં પણ સંસ્કાર અને સૂરજ બડજાત્યાની મજાક ઉડાવાઈ.

જેમ્સ બૉન્ડની તાજેતરમાં આવેલી ‘સ્પેક્ટર’ માટે ‘એ’ સર્ટિફિકેટ લેવા તૈયાર નહોતા તો સેન્સર બૉર્ડ અધ્યક્ષ પહેલાજ નિહલાણીએ તેમાં ચુંબન સહિતનાં દૃશ્યો પર કાતર ફેરવી (જો એ સર્ટિફિકેટ લીધું હોત તો કાતર ફેરવાઈ ન હોત) તો ‘સંસ્કારી બૉન્ડ’ હેશટેગથી પહેલાજ નિહલાણીની મજાક ઉડાવાઈ.

આમ આ બુદ્ધિજીવી વર્ગને હિન્દુ શબ્દ, સંસ્કૃતિ અને સભ્યતાથી જ ચીડ છે. તમે જ વિડિયો જુઓ, તમને કંઈ ખોટું લાગે છે?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?

  1. તમારૂં લખાણ એટલું બધું સરસ છે કે, બહાર જવા માટે મોડું થતું હતું તો પણ, એકી બેઠકે વાંચી ગયો. અહીં પણ મુળ મુદ્દો તો રહીજ જવાનો…. બધા મીડિયાવાળાએ રીવ્યુ અંગ્રેજીમાં આપ્યા કે લખ્યા છે, અને તેઓ આ ગુજરાતી તો વાંચશેજ નહીં…..જોકે એ તેમની અને અંગ્રેજી વાંચવાવાળાઓની કમનસીબી કહેવાય, જેઓ સુરજના અજવાળામાં પંણ, ઘુવડની જેમ બંધ આંખે જોયા કરવાના…

    ઘણો દરસ લેખ છે…….

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s