સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં તા. ૨૨/૫/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.) નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ … Continue reading સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!

નરેન્દ્ર મોદી સરકારને બે વર્ષ પૂરાં થયાં તેની આજે ઉજવણી કરાઈ રહી છે. ટ્વિટર પર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયાના નામે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. મોદી સરકારના પ્રધાનો ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સહારનપુરમાં જંગી સભા કરીને પોતાના કામકાજની વિગતો આપી હતી. પરંતુ હજુ પણ ઘણી એવી બાબતો અને વાયદાઓ છે … Continue reading મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!

ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન અંક માટે લખેલો લેખ) કેટલાંક સૌથી મોટાં કૌભાંડો. કોલસા કૌભાંડ રૂ. ૧.૮૬ લાખ કરોડનું. સ્પેક્ટ્રમ કૌભાંડ રૂ. ૧.૭૬ લાખ કરોડનું. કર્ણાટકનું વકફ બૉર્ડ કૌભાંડ રૂ. ૧.૫ લાખ કરોડનું. રાષ્ટ્રકુળ રમતોનું કૌભાંડ રૂ. ૭૦,૦૦૦ કરોડનું. આવા બધા મસમોટા કૌભાંડ કોના શાસનમાં થયા તે પ્રશ્ન નથી (જવાબ બધા જાણે છે) પરંતુ પ્રશ્ન એ … Continue reading ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

(સંકલન શ્રેણી સામયિકના મે અંક માટે લખાયેલો લેખ) એક તરફ ધોમધકતા સૂરજદાદા અને બીજી તરફ પાણીની સમસ્યા. ભારતમાં આ ઉનાળો આકરો ગુજરવાનો છે. ભારતનાં ૨૯ રાજ્યો છે. તેમાંથી ૧૩ રાજ્યો દુષ્કાળગ્રસ્ત છે. એટલે કે આ રાજ્યોમાં પૂરતો વરસાદ પડ્યો નથી. અને એમાં ક્લાયમેટ ચૅન્જના કારણે સતત વધતી જતી ગરમી. જેમ ક્રિકેટમાં હવે ૫૦ રનનું બહુ … Continue reading નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

કેજરીવાલ, આ બધા પાસે તો ડિગ્રી જ નથી!

શાકભાજીવાળા, પ્લમ્બર, ટીવી કે મોબાઇલ કે કમ્પ્યૂટર રિપેરિંગ કરનારાઓ, ઇલેક્ટ્રિશિયન, કાર ડ્રાઇવર, રસોઇયાઓ, સિક્યોરિટીવાળાઓ, કડિયા દાડિયા, સુથાર, કરિયાણાના વેપારી, લુહાર, કુંભાર, કચરો વાળનારાઓ, ગટર સાફ કરનારાઓ, ઘરકામ કરનારાઓ, ઇસ્ત્રી કરનારાઓ, ચપ્પલ-બૂટ સીવનારા મોચી, વાળંદો, છાપું નાખનારાઓ, દરજીઓ, વણકરો, ઝવેરીઓ,હીરાઘસુઓ, ચાવાળો, પાનમાવો બનાવનારો, રેલવે સ્ટેશને સામાન ઉંચકનારા મજૂરો, શેરબજારમાં રોજ કરોડોની ઉથલપાથલ કરનારા કે પછી ઘર … Continue reading કેજરીવાલ, આ બધા પાસે તો ડિગ્રી જ નથી!