Posted in media, politics, Uncategorized

મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની મનપા ચૂંટણી થઈ. હિન્દુ વિરોધી મિડિયાએ આ ચૂંટણી જાણે આખા દેશની લોકસભા ચૂંટણી હોય તેવો માહોલ સર્જ્યો હતો. હિન્દુત્વવાદી બે પક્ષો શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટતાં હિન્દુ વિરોધી મિડિયાને જલસો પડી ગયો હતો. કોંગ્રેસ સરકાર વખતે કસાબ અને અફઝલ ગુરુ વિશે કોંગ્રેસની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢતા બાલ ઠાકરેનાં નિવેદનો મિડિયામાં સેકન્ડ કે થર્ડ પ્રાયોરિટી ધરાવતા હતા. એમ સમજો ને કે ટીકા કરવા અને જગ્યા ભરવા તેનો ઉપયોગ થતો.

મોદી સરકાર આવ્યા પછી ભાજપે વાજબી રીતે મહારાષ્ટ્રમાં મજબૂત હોવાથી નાના ભાઈમાંથી મોટા ભાઈનો રોલ માગ્યો પણ વિચક્ષણ બાલ ઠાકરેની ગેરહાજરીમાં ઉદ્ધવ ઠાકરે થાપ ખાઈ ગયા. ચૂંટણી અલગ-અલગ લડવામાં આવી પરંતુ ભાજપ મોદીના મોજાના કારણે મોટો ભાઈ તરીકે જ ઉભર્યો. થોડી રકઝક પછી શિવસેનાને સરકારમાં જોડાવું પડ્યું પરંતુ જેમ કોંગ્રેસની બેગમો અને શહજાદા સ્વીકારી શકતા નથી કે તેઓ શાસનની બહાર છે તેમ એક સમયનો મોટા ભાઈનો રોલ શિવસેના ન ભૂલી શકી અને રોજેરોજ મોદી સરકારની ઝાટકણી કાઢવા લાગી. હિન્દુ વિરોધી મિડિયાને તો મજા પડી ગઈ. શિવસેના તેમનો માનીતો પક્ષ બની ગયો. બે બિલાડા ઝઘડે તો વાંદરાને જ ફાયદો થાય તેવું માની મિડિયામાં શિવસેનાને અભૂતપૂર્વ વેઇટેજ મળવા લાગ્યું.

બીજી તરફ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં બે વર્ષ પહેલાં ચોક્કસ માથાંઓના ઈશારે હાર્દિક પટેલને મહોરું બનાવી પાટીદારોનું અનામત આંદોલન શરૂ થયું. કોંગ્રેસ તરફથી ભાજપ તરફ વળેલા પટેલ સમાજની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા રહેતી હોઈ, વિપક્ષ તો ઠીક, પણ મિડિયાને બગાસું ખાતાં પતાસાની અનુભૂતિ થઈ. જેમ કેજરીવાલને હીરો બનાવ્યો અને દિલ્લીની કોંગ્રેસ સરકાર ગઈ તેમ રાજ્યમાં મિડિયાના જે છૂપા હેતુઓ હોય તે બર ન કરતી (એમ કહો કે મિડિયાના ખોટા દબાણને વશ ન થતી) ભાજપ સરકારનું રર વર્ષનું શાસન તૂટવાની સંભાવના જણાઈ. એટલે હાર્દિકના સ્પેશિયલ ઇન્ટરવ્યૂ છપાયા-દેખાડાયા. તેના એક એક સમાચારને બરાબર પ્રોમિનન્સ મળ્યું. એમાં વળી શિવસેનાને કમતિ સૂજી તે તેણે હાર્દિક પટેલ પાસે મુંબઈમાં પ્રચાર કરાવ્યો, એમ માનીને કે ગુજરાતીઓ ભોળવાઈ જશે પણ ગુજરાતીઓને શિવસેના ક્યાં ઓળખે છે? મરાઠાવાદના પૂંછડાથી ફાયદો ન થયો એટલે તો બાલ ઠાકરેએ રામમંદિરની હવા વખતે હિન્દુવાદનું તણખું પકડેલું અને તરી પણ ગયેલા. ૧૯૯૫માં ગુજરાતમાં ભાજપ તો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકાર આવેલી. પણ રાહુલ ગાંધીની જેમ જ રાજકીય રીતે બુદ્ધુ ઉદ્ધવ ઠાકરે પિતાના અવસાન બાદ વળી આમચા મરાઠા માનુષની રાજનીતિ પર આવી ગયેલા. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે પર્યૂષણ વખતે માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો તેનો તો માંસ-મચ્છીની લારી દહેરાસરો સામે જ મૂકીને મલેચ્છવૃત્તિ દાખવી એ શાકાહારી ગુજરાતીઓ થોડા ભૂલ્યા હોય? મરાઠીઓ પણ સમજે છે કે મરાઠી બનીને રહેવા કરતાં હિન્દુ બનીને રહેવું વધુ સુરક્ષિત છે. ૧૯૯૩નાં રમખાણોમાં આ વાત મરાઠીએ પણ અનુભવી જ હોય ને. ગુજરાતીઓ સહિત હિન્દુઓએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં અહિંસક રીતે શિવસેનાની ગુંડાગીરીને તમાચો માર્યો છે. હજુ પણ તે નહીં સુધરે તો આનાથી બૂરી દશા થશે.

રહી વાત મિડિયાની; તો સોશિયલ મિડિયાના લીધે રોજે રોજ હિન્દુ વિરોધી મિડિયા ઉઘાડું પડતું જાય છે. જુલમી અને લંપટ અલાઉદ્દીન ખિલજીથી પોતાની આબરૂ બચાવવા અગ્નિમાં કૂદી પડનાર રાણી પદ્માવતીના ખિલજી સાથે રોમાન્સ બતાવવા માગતા સંજય લીલા ભણશાળીને બેચાર ગડદાંપાટાં પડ્યાં એમાં જાણે હિન્દુ આતંકવાદ શરૂ થઈ ગયો એવું ચિત્રણ કરવાનું પણ જેને ઓલરેડી જેલમાં પૂરવામાં આવ્યો છે તે કમલેશ તિવારીના મોહમ્મદ સાહેબ સામેનાં નિવેદનો વિરુદ્ધ ફાંસીની સજાની માગણીસર પશ્ચિમ બંગાળના માલદા અને બિહારમાં મુસ્લિમોનાં હુલ્લડોના સમાચાર જ દબાવી દેવાયા. બંગાળના કેટલાંક ગામોમાં દુર્ગા પૂજા મુસ્લિમોના વિરોધના કારણે નથી થઈ શકતી તે સમાચાર પણ ગાયબ. કાશ્મીરમાં પંડિતોના પલાયન (૧૯૯૦)થી લઈને કૈરાના સુધી…મિડિયાને આવા સમાચાર દેખાતા જ નથી. રહી વાત રાજકીય વલણની, તો હિન્દુ વિરોધી મિડિયા ઝડપભેર વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. હોલિયર ધેન ધાઉનો દેખાડો કરતા રવીશકુભારે પઠાણકોટ હુમલા વખતે સેન્સિટિવ માહિતી લીક કરવા બદલ કેટલાક દિવસો પૂરતો પ્રતિબંધ આવી પડ્યો તેમાં તો એનડીટીવી પર માઇમવાળાને બોલાવી પ્રાઇમ ટાઇમ ન્યૂઝને ફુવડ મનોરંજનમાં પરિવર્તિત કરવાની નિષ્ફળ કોશિશ કરી અને કહ્યું કે અમે તો સરકારને પ્રશ્નો પૂછીશું જ. ભારતવિરોધી નારા લગાવનાર વામપંથી કન્હૈયાકુમારને એનડીટીવી ન છાવરે તો કોણ છાવરે? સામ્યવાદી સાળી વૃંદા કરાતનું માન તો જીજ્જાજી પ્રણોય રોયે રાખવું પડે ને. એટલે ભાઈ રવીશકુમારે સ્ક્રીન બ્લેક કરી નાખ્યો. દલિત હોવાનો ખોટો દાવો કરનાર રોહિત વેમૂલાના મૃત્યુ સમયે પણ ખૂબ ટીવી ગજવ્યું પણ જ્યારે તેના કોંગ્રેસી સગા ભાઈ બ્રજેશ પાંડેનું નામ તેના જ દલિત સાથીની દીકરીના શારીરિક શોષણમાં આવ્યું અને તેણે બિહાર કોંગ્રેસ ઉપાધ્યક્ષનું પદ છોડવું પડ્યું તે મુદ્દે રવીશને કોઈ પ્રશ્નો પૂછવાનું મન ન થયું કે ન તો સ્ક્રીન કાળો કરવાનું મન થયું. રવીશ તો ભાઈને છાવરે પણ અન્ય મિડિયાએ પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ન્યાય તોળ્યો કારણકે કાલે સવારે રવીશના ભાઈની જગ્યાએ તરુણ તેજપાલની જેમ પોતે હોય તો?

મોદી હોય કે ટ્રમ્પ, મિડિયા ટ્રેન્ડ સેટ કરતું અને ચૂંટણી જિતાડવા કે હરાવવામાં કે સરકાર ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતું તે દિવસો તો વર્ષ ૨૦૦૨થી જ ચાલ્યા ગયા. તકલીફ તો મિડિયાને જ વ્યવસાયિક રીતે થવાની છે કેમ કે પક્ષપાતી હોવાથી લોકોનો હવે પરંપરાગત મિડિયામાંથી ભરોસો ઉઠતો જઈ રહ્યો છે. હવે તો પેરિસ્કોપ અને ફેસબુક લાઇવના લીધે સમાચાર ચેનલો પર પણ ખતરો છે. હિન્દુસ્તાન ટાઇમ્સ તેનાં ચાર શહેરો-કોલકતા, ભોપાલ, રાંચી અને ઇન્દોર એડિશન બંધ કરી રહ્યું છે. એબીપી ન્યૂઝ ચેનલમાં પણ ભારે પ્રમાણમાં છટણી થઈ છે. તો ધ હિન્દુ (નામ જ હિન્દુ છે બાકી…) અને ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છટણી અથવા પગારકાપ તોળાઈ રહ્યા છે. કારણ નોટબંધીનું અપાઈ રહ્યું છે પણ હકીકતે મજેઠિયા પંચની સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપીને મંજૂર કરેલી ભલામણો અનુસાર પગાર ન આપવા પડે તેની પણ આ કવાયત છે. પરંતુ ગરીબોના શોષણના દયામણા ફોટા અને સ્ટોરી છાપતા અને બતાવતા આ મિડિયામાં થતા પત્રકારોના શારીરિક (ઊંધો અર્થ ન કાઢતા. આ તો ગદ્ધાવૈતરુના સંદર્ભમાં છે.) અને આર્થિક શોષણની વાત કોણ છાપવાનું કે બતાવવાનું? તંત્રી પદ પર બેઠેલા પત્રકાર અને તેના ચમચા પત્રકારોનાં હિત સચવાઈ જાય એટલે ભયોભયો.

વિપક્ષો અને મિડિયા માટે હજુ પણ જાગી જવાનો સમય છે. રચનાત્મક વિરોધ અને તટસ્થતા તરફ વળશો તો સ્થિતિ સુધરશે, બાકી રામ બોલો ભાઈ રામ. સોરી, ગોડ રેસ્ટ ધેમ ઇન પીસ.ન સમજ્યા? આરઆઈપી. 😊

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

  1. બહુ સુંદર લખ્યું છે, પણ ઘણી વખત આવું લખાણ અરૂણ્યરૂદન જેવું થઈ પડે છે.

    આવો લેખ તમે મુંબઈ “સમાચાર”માં લખ્યો, જે વચ્ચેના પાના ઉપર આવે. બરાબર છે. પણ આજ લેખના મુખ્ય વાક્યો કે ફકરાઓ “મુંબઈ સમાચારે પ્રથમ પાના ઉપર અલગ અલગ રીતે થોડા થોડા દરરોજ મોટ્ટા-મોટ્ટા અક્ષરોમાં છાપવા જોઈએ, ઘણા બધા વાંચે અને તો એની જબરી અસર થાય…..

  2. બંદરબાંટ વાળી બિમારુ મીડીયાને એમ કે ઉદ્ધવ ઠાકરેના બીજેપી વિરોધી નિવેદનોને ચગાવીશું એટલે બિમારુ નહેરુવીયન કોંગ્રેસ અને તેની એનસીપીને લાભ થશે. જોકે ઉદ્ધવ ઠાકરે નો પક્ષ આમ તો પ્રદેશવાદી પ્રાદેશિક છે. પણ ઢોંગી સેક્યુલર મીડીયાને એવો છોછ નથી કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનોને ન ચગાવાય. જો બીજેપીને નુકશાન થતું હોય તો તેને પોતાનું નાક કપાઈ જાય તેનો પણ વાંધો નથી.

    હવે જે બીજેપી મહારાષ્ટ્રમાં નાનો ભાઈ હતો તે મોટો ભાઈ થઈ ગયો. પણ દંભી સેક્યુલર મીડીયા તો અગાઉ પણ અનેક વાર ઉંધે માથે પડ્યું છે. શિખે એ બીજા. સુલેમાન સુધરનેમેં માનતા નહીં હૈ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s