Posted in terrorism

અમરનાથ યાત્રી પર હુમલો: છપ્પનની છાતી માટે મુહૂર્ત કાઢવાના ન હોય

ફર્સ્ટ હેન્ડ ઇન્ફો (મારી પત્ની અત્યારે અમરનાથ યાત્રાએ છે)  છે એટલે કહું છું. વાંક ઇન્ટેલિજન્સનો છે પણ તે કરતાં નોંધણી વગરની બસનો પણ છે. આપણે સાથે પ્રવાસે ગયા હોય તો પણ તેમાંથી એકબે જણ શિસ્ત વગરના હોય, તે દરિયે નહાવા જાય અને તણાઈ જાય તો જવાબદારી ચોક્કસ પ્રવાસના આગેવાનની જ ગણાય પરંતુ પહેલા શિસ્તભંગ કરનારની નહીં? મારી પત્નીના જણાવ્યા પ્રમાણે ત્યાં સેના અને પોલીસની જબરદસ્ત સુરક્ષા છે. આઠ તારીખે બુરહાન વાણીની વરસી હતી એટલે આગોતરી સાવચેતી રાખી ૧૪૪ કલમ ને કર્ફ્યૂ નાખી દેવાયો હતો. ને સેના સિસ્ટમ પ્રમાણે જ ચાલે છે. માનો કે બે કપલ પાડોશના એક સાથે ગયા હોય પણ બંનેને દર્શનની અલગ-અલગ તારીખ આવી હોય તો સેના કોઈ દલીલ નહીં સાંભળે કે અમે પાડોશી છીએ, અલગ પડી જશું. સેના સિસ્ટમ પ્રમાણે ન ચાલે અને લોકો એ સિસ્ટમને ન અનુસરે તો વાંક સેના કે સરકારનો કેવી રીતે ગણાય? મૃતકો પ્રત્યે પૂરી સહાનુભૂતિ સાથે કહેવાનું કે ટીવી પર મળતી માહિતી મુજબ એ બસ નોંધાયા વગરની હતી અને જુદા રસ્તે જતી હતી. વળી સાંજે સાત વાગ્યા પછી વાહનને જવાની મંજૂરી નથી હોતી પણ આપણી પ્રજામાંના ઘણા લોકો એમ માને કે ‘નિયમ-ફિયમ તો સમજ્યા હવે’ તે વલણ ન ચાલે, ટ્રાફિકના નિયમો ન પાળો તો પણ મરવાની સંભાવના હોય ત્યારે આ તો ત્રાસવાદનો મામલો. ક્રોસ ફાયરિંગમાં વચ્ચે બસ આવી ગઈ.

જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે. સરકારે હવે કડક હાથે આ સાપોલિયાઓને કચડી નાખવા જ પડશે. તેના મૂળ જેવા અલગતાવાદીઓ-યાસીન મલિક, શબીર શાહ, સૈયદ ગિલાનીને જીવતા છોડાય જ નહિ. ત્રણ ત્રણ વર્ષના વહાણાં વાઇ ગયા પછી એક ટીવી ચેનલ (આજતક)ના સ્ટિંગ પછી સરકારે એનઆઈએના માધ્યમથી પગલાં લેવા શરૂ કર્યા છે. આ નેતાઓને ત્રણ વર્ષ વિતવા છતાં સરકારી સુવિધાઓ કેમ બંધ ન થઈ? જરૂર પડે રાષ્ટ્રપતિ શાસન લાદી ત્યાં કોઈ વણઝારા અને ચૂડાસમાને પૂરતી સત્તા સાથે આ કામો સોંપવા પડે. અત્યારે તો વિરોધ પક્ષો પણ વિરોધ કરવાની ત્રેવડમાં નથી. તેમની પીપૂડી સાંભળવા પ્રજા પણ તૈયાર નથી. ભાજપનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે. દુનિયાને જે કહેવું હોય તે કહે. માનવાધિકાર જાય ચૂલામાં. શક્તિશાળીને કોઈ માનવ અધિકાર નડતા નથી. અમેરિકા-ચીન એના મોટા પુરાવા છે. છપ્પન ઇંચની છાતી માટે મુહૂર્ત કાઢવાના ન હોય. જે થઈ રહ્યું છે તે સારું (good) છે પણ શ્રેષ્ઠ (best) નથી-પૂરતું નથી. ત્રાસવાદીઓને વીણી વીણીને સાફ કરાઈ રહ્યા જ છે પણ તે પૂરતું નથી. મૂળિયાં પાકિસ્તાનમાં છે. આથી માત્ર ડાળ કાપતા રહેશો તો નહિ ચાલે. નવી ડાળો ફૂટતી રહેશે. મૂળ જ ઉખાડી ફેંકવું પડે. એમાં રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ સંમત હશે. ઈઝરાયેલ સાથે માત્ર હાથ મિલાવવાથી તેનો જુસ્સો ટ્રાન્સફર નહિ થાય. તે જુસ્સો કરી બતાવવો પડશે, રિએક્શનની ચિંતા વગર. એક વાર કરશો એટલે ઘરની પ્રજા અને દુનિયા બધા પડખે આવીને ઊભા રહી જશે અને ચૂંટણીમાં ખોબે ને ખોબે મત મળશે તે અલગ. ને સમસ્યા પણ કાયમ માટે જશે.

આ બધાની સાથે પ્રજા તરીકે આપણે પણ સજ્જ થવાની જરૂર છે. વહેલા કે મોડા યુદ્ધ કે સિવિલ વૉર થોપાવાનું જ છે. એટલે શિસ્તમાં રહેતા શીખવું પડશે. ટ્રાફિક હોય કે મોલમાં સુરક્ષા તપાસ, જ્યાં હોય ત્યાં, ‘આ બધું તો ચાલે હવે’ની માનસિકતામાંથી બહાર આવવું પડશે. મિડિયાએ પણ સુરક્ષા તપાસ કે અન્ય પગલાં લેવાય તો બૂમરાણ નહિ મચાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવી પડશે. એનડીટીવી જેવી દેશદ્રોહી ચેનલોને જાકારો આપવો પડશે જે આ તમામ સંવેદનશીલ મામલે વિવેકભાન ચૂકે છે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s