vichar valonun-15-12-19

સબ હેડિંગ: મહારાષ્ટ્રમાં ફિયાસ્કા પછી કર્ણાટકમાં પંદર બેઠકોની પેટા ચૂંટણીમાં બાર પર ભાજપના વિજય, ગુજરાત રમખાણોમાં મોદી અને પ્રધાનોને ક્લીનચિટ તેમજ ‘કેબ’ પર વિપક્ષોની શાબ્દિક ધોલાઈ-ખરડો પસાર કરવાથી ભાજપનું મનોબળ ફરીથી મજબૂત થયું છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૫/૧૨/૧૯)

રામમંદિર મુદ્દે રસપ્રદ શ્રેણીને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ વખતે એક મહત્ત્વનો મુદ્દો નાગરિકત્વ સુધારા ખરડો જેને અંગ્રેજીમાં ‘કેબ’ તરીકે ઓળખવામાં આવે છે તે સંસદમાં પસાર થતાં તેના પર લખવા માટે શ્રેણી પર આ વખતે અલ્પવિરામ મૂકીએ.

આ રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી અને સાચા અર્થમાં ભારતને પંથનિરપેક્ષ અથવા સેક્યુલર બનાવતા ખરડા માટે નરેન્દ્ર મોદી-અમિત શાહને અભિનંદન. પરંતુ તેના અમલમાં ક્યાંય તંત્ર દ્વારા છબરડા ન થાય તે જોવું પણ જરૂરી છે કારણકે તંત્રમાં કામ કરતા લોકો મોટા ભાગે છબરડા વાળતા હોય છે. મતદાર યાદીમાં જ આપણને અનુભવ છે કે પુરુષ મતદારનું નામ સ્ત્રીનું કરી નખાય છે કે પછી ઉંમર બદલી નખાય છે. બીજી તરફ, ઈશાન ભારતમાં જે ભ્રમ ફેલાયો છે તે દૂર કરવો જરૂરી છે. ત્રીજી તરફ, કૉંગ્રેસ અને ઓવૈસી જેવા લોકો મુસ્લિમોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તેની સામે મુસ્લિમોને વિશ્વાસમાં લેવા જરૂરી છે.

જે રીતે અને જે ઝડપે મોદી-શાહની જોડી કામ કરી રહી છે તે જોતાં પ્રશ્ન એમ થાય કે આ જોડી આટલી મોડી કેમ સત્તામાં આવી? કલમ ૩૭૦, ત્રાસવાદ વિરોધી યુએપીએ ખરડો, ત્રિતલાક, એસપીજી સુરક્ષા ખરડો, અને હવે નાગરિકત્વ સુધારા ખરડો….લટકામાં રામમંદિર ચુકાદા પર દેશમાં અભૂતપૂર્વ શાંતિનું વાતાવરણ. આ બધું અભૂતપૂર્વ છે. જાણે કે આપણે એક ઇતિહાસને રચાવાના સાક્ષી બની રહ્યા છે. અલબત્ત, દરેક કાયદા પાછળ તેના અમલની ચોકસાઈ જરૂરી છે. કલમ ૩૭૦ હટ્યા પછી મોદી સરકાર કૉંગ્રેસ કે વિદેશના દબાણ હેઠળ ન આવે અને ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તિને જેલમાંથી ઉતાવળે….

આખો લેખ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:

‘કેબ’, કર્ણાટક અને ક્લીનચિટ: ભાજપ ફરી જોરમાં

 

 

 

 

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.