cartoon, gujarat guardian, religion, terrorism

અભિવ્યક્તિ અને વિરોધ: બંનેમાં સંયમ જરૂરી

પેરિસમાં ‘શાર્લી હેબ્દો’ સામયિકમાં વિવાદાસ્પદ કાર્ટૂન છપાયાં અને તેના પગલે મુસ્લિમ આતંકવાદીઓએ ૧૨ માણસોને ઠાર માર્યા. એટલું જ નહીં, તેના બીજા દિવસે પણ મહિલાને બંધક બનાવી. આ ખૂબ જ અંતિમ (એક્સ્ટ્રીમ) પગલું હતું. અગાઉ ડેન્માર્કમાં પણ કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેટલાક મુસ્લિમોએ હુમલો કર્યો હતો. ડેન્માર્કનાં કાર્ટૂનોનો પડઘો ભારત સહિતના અનેક દેશોમાં પડ્યો હતો. હિંસક વિરોધો થયા હતા અને કેટલાક દેશોમાં રમખાણો પણ ફાટી નીકળ્યાં હતાં.

પ્રશ્ન એ છે કે પેરિસમાં, એ દેશમાં જ્યાં સેક્યુલર શબ્દ ઉદ્ભવ્યો ત્યાં આવું કેમ બન્યું? આનાં બે પાસાં છે. એક તો, પંથ-ઉપાસના એ અતિશય નાજુક વસ્તુ છે. તેના નામે માણસોને ખૂબ જ ભડકાવી શકાય છે. અને દર વખતે જે તે પંથ-ઉપાસનાના વડાઓને લાગે છે કે તેમનો પંથ-ઉપાસના ખતરામાં છે. વિચિત્રતા એ છે કે પંથ-ઉપાસનામાં માણસને સહનશીલ થવાનું શીખવાય છે. એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવાની વાત છે, પરંતુ મુસ્લિમોની બાબતમાં વાત જરા જુદી છે. તેઓ બને ત્યાં સુધી સંયમિત વિરોધ કરે છે, પરંતુ જો વાત વધી જાય તો હિંસા કરતા ખચકાતા નથી. પરંતુ પેરિસમાં જે કંઈ બન્યું તે કદાચ અત્યાર સુધીનો સૌથી અંતિમ (એક્સ્ટ્રીમ) વિરોધ હતો.

બીજી તરફ, એક એવી જમાત પણ છે જે ‘ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન’ના નામે ગમે તે કરે છે. તેમને મન નગ્નતા એ કળાત્મકતા છે. આથી, તેઓ કોઈ પણ પંથના સ્થાપક- અગ્રણીની મજાક ઉડાવે છે – તેને બેહુદારૂપમાં પ્રસ્તુત કરે છે. તેઓ જેમને બેહુદા ચિતરે છે તેમાં માત્ર મોહમ્મદ પયગંબર જ સામેલ નથી, પરંતુ ઈશુ ખ્રિસ્તનો પણ સમાવેશ થઈ જાય છે. આપણે ત્યાં રાજનેતાઓમાં જેઓ સહનશીલ છે, પોતાના પર હસી જાણે છે (જેમ કે, લાલુપ્રસાદ યાદવ) તેમની મજાક ઉડાવાય છે. (ટીવી ચેનલના એક કાર્યક્રમમાં તો રાજુ શ્રીવાસ્તવે લાલુપ્રસાદ યાદવ સામે જ તેમની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી), પરંતુ આ સિવાય બીજા નેતાઓની ખાસ મજાક જાહેરરૂપે ઉડાવાતી નથી. (મોદી-કેજરીવાલ-રાહુલ ગાંધીની મજાકો મોટાભાગે વૉટ્સએપ પર ખાનગી રીતે ફરે છે અથવા ફેસબુક પર નકલી એકાઉન્ટમાંથી મૂકવામાં આવે છે.) જ્યારે વિદેશમાં તો અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશની પણ ફિલ્મો-સિરિયલો અને અન્ય કાર્યક્રમોમાં મજાક ઉડાવાય તેવું બનેલુ છે.

ભારતમાં થોડા વર્ષો પહેલાં આવું નહોતું. બધા સહનશીલ હતા, પરંતુ કૉંગ્રેસ અને અન્ય દળો દ્વારા મુસ્લિમોના તુષ્ટીકરણના ખોટા (તેમના કલ્યાણ માટે ખરેખર વિચાર્યું હોત તો જુદી વાત હતી) પ્રયાસોથી હિન્દુઓ થોડા અસહિષ્ણુ બની રહ્યા છે. કળાના નામે એમ.એફ. હુસૈન મા સરસ્વતી અને અન્ય દેવીદેવતાનાં ચિત્રો દોરે તો તેનો વિરોધ સ્વાભાવિક છે. ‘ફાયર’માં સજાતીય સંબંધો ધરાવતી નાયિકાઓનાં નામ ઈરાદાપૂર્વક સીતા અને રાધા રખાય તો તેની સામે સૂર ઉઠવાના. એવામાં છેલ્લે છેલ્લે એવી બાબતો બની રહી છે કે હિન્દુઓ જરા વધુ ઉકળી ઉઠ્યા છે, ખાસ કરીને ‘પીકે’ સામે.

સવાલ એ થાય કે ‘પીકે’ સામે આટલો બધો વિરોધ કેમ થયો? અક્ષયકુમારની ‘ઓહ માય ગોડ’માં પણ હિન્દુ રીતરિવાજો સામે પ્રશ્નો ઉઠ્યા જ હતા. દલીલ કરનારા એવી દલીલ કરે છે કે ‘પીકે’માં આમીર ખાન હોવાથી, ખાસ કરીને તે મુસ્લિમ હોવાથી વિરોધ થઈ રહ્યો છે. જ્યારે ‘ઓહ માય ગોડ’ના નાયક પરેશ રાવલ તો હિન્દુ છે અને ભાજપ સાંસદ છે. તેથી તેમનો વિરોધ ન થયો.  આ દલીલ ખોટી છે. ‘ઓહ માય ગોડ’માં પ્રશ્નો ઉઠાવાયા હતા પરંતુ તે ગંભીર રૂપે હતા, ‘પીકે’ની જેમ મજાક રૂપે નહોતા. વળી, જ્યારે ‘ઓહ માય ગોડ’ રજૂ થઈ ત્યારે પરેશ રાવલ ભાજપના સાંસદ નહોતા બન્યા.

હકીકતે હિન્દુઓ ઉદાર છે. સામાજિક સુધારાઓની રીતે કદાચ સૌથી વધુ સુધારા હિન્દુઓએ જ સ્વીકાર્યા હશે. હિન્દુઓમાં મંદિરે જાય તેનું પણ સ્વાગત છે, ન જાય તેનું પણ. અહીં અનેક પંથો છે. દરેકના ભગવાન અલગ, પરંતુ કોઈની વચ્ચે ઝઘડા નથી. સતી પ્રથાથી,બાળકીને દૂધપીતી કરવી, દહેજના પ્રશ્નો સહિત અનેક મુદ્દે સામાજિક ક્રાંતિ ચોક્કસ થઈ છે તે સ્વીકારવું જ રહ્યું. (હજુ પણ આવી કુરીતિઓ કેટલાક અંશે હશે, પરંતુ મહદંશે સુધારો છે). ફિલ્મ, ટીવી  હોય કે નાટક…તેમાં જો હિન્દુઓના ભગવાન-માતાજીને વિકૃત રીતે રજૂ કરવામાં ન આવે તો તેનો વિરોધ નથી. યાદ કરો, ‘ઓહ માય ગોડ’ પહેલાં નાટક ‘કાનજીભાઈ વર્સિસ કાનજીભાઈ’ આવી ગયું હતું અને ખૂબ જ હિટ રહ્યું હતું. ગાંધીજી, રાજા રામચંદ્ર મોહનરોય, મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂળે અનેકોએ સુધારા કરવા પ્રયત્ન કર્યો. ગાંધીજીએ તો અસ્પૃશ્યતા જેવો જ્વલનશીલ મુદ્દો ઉપાડ્યો હતો, તેમ છતાં તેઓ જનનાયક બન્યા હતા.

છેલ્લા થોડા સમયથી બને છે એવું કે જ્યારે હિન્દુ તહેવારો હોય ત્યારે ગરીબોને મદદ કરવાનું કહેતા મેસેજ ફરવા લાગે છે. શ્રાવણ મહિનો આવે ત્યારે શિવલિંગ પર દૂધ ન ચડાવવા અને દૂધ ગરીબ બાળકોને આપવા મેસેજ આવે. દિવાળી આવે એટલે મીઠાઈઓમાં ભેળસેળના મેસેજ આવી ચડે. બાળકોને ફટાકડા ન ફોડવાનું કહેવામાં આવે. તેનાથી પ્રદૂષણ થાય છે તેવી દલીલ થાય. ઉત્તરાયણ પર પતંગ ન ચગાવવાનું કહેવામાં આવે. (એ વાત સાચી કે જલદ દોરીથી પક્ષીઓ મરે છે અને માણસોને પણ ગળામાં જીવલેણ વાગે છે, પરંતુ તેવી દોરી ન વાપરવાની સલાહના બદલે આ તો પતંગ જ ન ચગાવવા તેવું કહેવાય છે). જેમને દૂધ ચડાવવામાં શ્રદ્ધા છે તેમની દલીલ છે કે શિવલિંગ પર દૂધ ચડાવવું વૈજ્ઞાનિક છે. અને અમે ગરીબોને મદદ કરીએ જ છીએ. તેમની દલીલ એવી પણ છે કે કેમ કોઈ ઈદ વખતે બકરી ન કાપવી કે ૩૧મી ડિસેમ્બર વખતે કરોડો રૂપિયાનો દારૂ ઢીંચવાના બદલે ગરીબોને મદદ કરવાનો કે પછી ફટાકડા ન ફોડવાનો મેસેજ નથી આપતું? વળી, પાકિસ્તાન ભારત સરહદે ગોળીબાર કરી ભારતીય જવાનો અને નાગરિકોને મારી નાખતું હોય, પેશાવરમાં તાલિબાની હુમલા પછી પણ તેમાંથી બોધપાઠ લેવાના બદલે ‘સારા’ ત્રાસવાદી લખવીને જામીન અપાતા હોય…આ બધી પરિસ્થિતિમાં રજૂ થાય છે ‘પીકે’.

‘પીકે’માં પાકિસ્તાની યુવકને સારો બતાવ્યો છે. તેથી પણ ‘પીકે’નો વિરોધ છે. વળી, આમીર ખાન ‘સત્યમેવ જયતે’માં સૂફિયાણી સલાહો આપે છે તેથી અનેક વ્યવસાયના લોકો તેનાથી નારાજ છે. જેમ કે, ડૉક્ટરો તરફી એક વૉટ્સએપ મેસેજમાં કહેવાય છે કે આમીર પોતે ‘સત્યમેવ જયતે’ અને ‘પીકે’માં કામ કરવાના કરોડો રૂપિયા લે છે પરંતુ ડૉક્ટરોને મફતમાં કામ કરવાની સલાહ આપે છે. વળી, ‘પીકે’માં વાત ગંભીર રીતે કહેવાના બદલે મજાક ઉડાવાઈ છે. જેમ કે ભગવાનની મૂર્તિ બનાવનારને એમ ઉદ્દેશાય છે કે તેમણે ભગવાનને બનાવ્યા. હકીકત એ છે કે કોઈ મૂર્તિ પણ ત્યાં સુધી મૂર્તિ નથી બનતી જ્યાં સુધી તેની પ્રાણપ્રતિષ્ઠા (શાસ્ત્રોક્ત રીતે કરાતા મંત્રજાપ-પૂજા પાઠ) ન થાય. ભગવાન છે જ નહીં, તેવો મેસેજ અંત સુધી આવ્યા રાખે અને જેમ કોઈ મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમાં અંતે બહુ ઝડપથી ડિસ્ક્લેઇમર બોલી જવાય તેમ છેક છેલ્લે ભગવાન તો છે, પણ પાખંડીઓએ બનાવેલા ભગવાન ખોટા છે તેવું કહેવાય. આની સામે ‘ઓહ માય ગોડ’માં આપણો ધર્મગ્રંથ ગીતા એ દરેક પ્રશ્નનો હલ છે તેમ કહેવાયું હતું જ્યારે ‘પીકે’માં તો આમીર પ્રશ્ન કરે છે: ‘મારે કયો ધર્મગ્રંથ વાંચવો? ગીતા, કુર્આન કે બાઈબલ?’ તેનો જવાબ એ ‘પીકે’ના વિરોધીઓ દ્વારા એ અપાય છે કે કોઈ પણ ધર્મગંર્થ  વાંચો તેનો સાર તો એક જ છે. આ બધાં પરિબળોનો સરવાળો થયો એટલે ‘પીકે’ સામે વિરોધ થયો, પણ યાદ રાખો, તેના વિરોધમાં માત્ર થિયેટરોમાં તોડફોડ કરાઈ છે. અને તે પણ એક ચોક્કસ સંગઠન દ્વારા.

જ્યારે કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ આવી ત્યારે મુસ્લિમોના વિરોધના કારણે તમિલનાડુમાં તેના પર બાન મૂકી દેવાયો હતો. ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકાયો હતો અને તેના લેખક આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં આ વિરોધના કારણે જ જયપુરના સાહિત્યિક ફેસ્ટિવલમાં આવી શક્યા નહોતા. પુસ્તક અને ફિલ્મ ‘ધ વિન્ચી કોડ’ સામે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના વિરોધના કારણે તે ભારતનાં અનેક રાજ્યોમાં રજૂ થઈ શકી નહોતી. પ્રિયદર્શનની ફિલ્મ ‘કમાલ ધમાલ માલામાલ’ સામે કેથોલિક ખ્રિસ્તીઓના વિરોધના કારણે તેમાંથી દૃશ્યો કાપવાં પડ્યાં હતાં. ‘પીકે’ સામે આવો વિરોધ નથી અને જે કંઈ મામૂલી વિરોધ છે તેના કારણે દૃશ્યો કાપવાની કે થિયેટરમાંથી ઉતારી લેવાની નોબત આવી નથી.

૨૦૧૫નો જાન્યુઆરી શરૂ થયો ત્યારથી સબ ટીવી પર એક સિરિયલ ચાલુ થઈ છે, ‘યમ હૈ હમ’. તેમાં યમરાજા અને ચિત્રગુપ્ત ધરતી પર આવે છે અને લોકોને સારા સંદેશા આપે છે તેવું દર્શાવાયું છે. તેમાં ઘણી વાર યમરાજા-ચિત્રગુપ્તની મજાક ઉડાવાય છે, પરંતુ સરવાળે સારો સંદેશ અપાય છે તેથી ‘પીકે’ની જેમ તેનો વિરોધ કરાતો નથી. જો આમીર ખાન મુસ્લિમ હોય તેના કારણે તેનો વિરોધ થતો હોત તો તો ‘તકદીરવાલા’ નામની ફિલ્મ, જે આજથી ૨૦ વર્ષ પહેલાં, ૧૯૯૫માં આવી હતી જેમાં એક મુસ્લિમ અભિનેતા કાદરખાન યમરાજા બન્યા હતા. તેની સામે વિરોધ નહોતો થયો.

સમજવાનું બંને પક્ષોએ છે. કળાથી રોજીરોટી કમાતા લોકોએ માત્ર ચર્ચા-વિવાદમાં આવવા ખાતર કે કળાની સ્વતંત્રતાના નામે બેહૂદગીથી દૂર રહેવું જોઈએ તો, પોતાના પંથ-ઉપાસનાની રક્ષા કરતા લોકોએ પણ વિરોધ કરવો હોય તો અહિંસક રીતે કરવો જોઈએ. જ્યારે બેમાંથી એક પક્ષ (અથવા બંને પક્ષ) પોતાની મર્યાદા ઓળંગશે ત્યારે પેરિસ જેવી ઘટના જરૂર બનશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં તા.૧૪/૧/૧૫ના રોજ ઉપરોક્ત લેખ છપાયો)

 

Advertisements
cartoon

ગુજરાતી કાર્ટૂન શ્રેણી : બાપુના બોલ-૨

અગાઉની પોસ્ટમાં તમે બાપુનાં દસ કાર્ટૂન માણ્યા. હવે બીજાં બાર કાર્ટૂન માણો.

(૧૧) બાપુની પાસેય ઓ-બા-મા છે.

gujarati bapu12

 

 

 

 

 

 

 

 

 

 

(૧૨) બાપુનું કામેય સ્માર્ટ ફોન જેવું છે….

gujarati bapu13

 

 

 

 

 

 

 

 

 

 

(૧૩) બાપુ કપિલ શર્માના શોવાળી પલક જેવી શાયરીયુંય ફટકારે!

gujarati bapu14

 

 

 

 

 

 

 

 

 

 

(૧૪) હાંભળો ત્યારે, બીજી એક શાયરી

gujarati bapu15

 

 

 

 

 

 

 

 

 

 

(૧૫) શાયરીનો દૌર ચાલુ જ છે…

gujarati bapu16

 

 

 

 

 

 

 

 

 

 

(૧૬) મોદીભાયના મેક ઇન ઇન્ડિયામાં બાપુય જોડાવા માગે છે…

gujarati bapu17

 

 

 

 

 

 

 

 

 

 

(૧૭) નવ વર્ષનો ઉમળકો….

gujarati bapu18

 

 

 

 

 

 

 

 

 

 

(૧૮) બાપુ જયલલિતા કરતાં ઓછા લોકપ્રિય નથી

gujarati bapu19

 

 

 

 

 

 

 

 

 

 

(૧૯) બાપુ તો ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં  ચમકી ગયા!

gujarati bapu20

 

 

 

 

 

 

 

 

 

 

(૨૦) મહારાષ્ટ્ર ને હરિયાણાનાં પરિણામો આવ્યાં હોય ને બાપુ પછી બોલ્યા વગર રહે?

gujarati bapu21

 

 

 

 

 

 

 

 

 

(૨૧) વાવાઝોડાંનાં નામો પાછળનું રહસ્ય!

gujarati bapu22

 

 

 

 

 

 

 

 

 

(૨૨) બ્લેક મની વિશે બાપુ

gujarati bapu23

 

 

cartoon

ગુજરાતી કાર્ટૂન શ્રેણી : બાપુના બોલ-૧

હમણાં છેલ્લા ત્રણેક મહિનાથી બીમારીવશ ઘરે છું ત્યારે થયું કે કંઈક નવું કરું. એમાં બકાનાં કાર્ટૂન વહેતાં થયા. આમ તો અંગ્રેજીમાં એને મિમે કહેવાય છે. બકા એટલે અમદાવાદમાં કોઈને સંબોધવા માટે વપરાતો શબ્દ. વાત-વાતમાં બકા બોલાય. બકા છે તે આપણે જેને જાણતા હોય તેને કહેવાય,  જ્યારે અજાણી વ્યક્તિ હોય તો ‘પાર્ટી’નું સંબોધન વપરાય છે.

એટલે મને થયું કે બકા સામે હું કંઈક કાઠિયાવાડી બાપુનું ચિત્ર દોરું અને તેમાં કાઠિયાવાડી શબ્દોમાં વ્યંગ કરું. પેઇન્ટમાં શરૂ કર્યું અને જે બન્યું તે પ્રસ્તુત છે. પછી તો તેનાં ૨૩ ચિત્રો થયાં. સદ્નસીબે બાપુનાં ચિત્રો કાઠિયાવાડી બાપુઓને પણ ગમ્યાં છે. એ જ એમની દિલદારી કહેવાય ને! આ કાર્ટૂને વોટ્સઅપના માધ્યમથી દેશ-વિદેશની સફર ખેડી લીધી છે અને ખેડી રહ્યાં છે. તો પ્રસ્તુત છે અત્યાર સુધીનાં ૨૨  ચિત્રો. તેમાં પહેલાં દસ ચિત્રો આ પોસ્ટમાં અને બીજાં બાર ચિત્રો આના પછીની પોસ્ટમાં.

(૧) ગરબા વિશે બાપુ

gujarati bapu

(૨) નવરાત્રિ વિશે બાપુ

gujarati bapu2

(૩) જોકે નવરાત્રિમાંય કોથળી ભલે બંધ હોય, પણ માવા તો ખાવા પડે, હોં!

gujarati bapu3

(૪) બાપુ બકા પર ભારે ખિજાયેલા છે.

gujarati bapu4

(૫) ભારતે મંગળ પર યાન મોકલ્યું ને બાપુને મંગળસિંહની ચિંતા થઈ ગઈ.

gujarati bapu6

(૬) બાપુને મંગળયાનનું કોઈ મહત્ત્વ નથી…એમના માટે તો…

gujarati bapu7

(૭) બાપુ પાછા શાયરીયુંય કરે!

gujarati bapu8

(૮) બાપુએ ‘પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી’ ગરબામાંથીય ભૂલ ગોતી નાખી…

gujarati bapu9

(૯) મોદી અમેરિકા ગ્યા ને બાપુને નવો ગરબો સૂજી ગ્યો

gujarati bapu10

(૧૦) બા પિયરે ગ્યા ને બાપુ મંદિરે…કેમ?

gujarati bapu11