માનભાઈ ભટ્ટ: સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેં

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૯/૧૧/૧૭) હમણાં ભાવનગરે ગર્વ લેવા જેવી એક ઘટના બની. પણ ભાવનગર જ શા માટે? સમગ્ર ગુજરાતને અને એનાથી આગળ ભારત માટે ગૌરવપ્રદ વાત છે. ભાવનગરના માનશંકર ભટ્ટની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ ટિકિટ જાહેર કરી. બોલો, આ ઘટના ગૌરવવંતી ગણાય કે નહીં? પરંતુ ભાવનગરના જનાદર્નભાઈ ભટ્ટ સૈનિકોને ૧.૦૨ કરોડ રૂપિયાનું દાન આપે … Continue reading માનભાઈ ભટ્ટ: સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલેં

કેવડા ત્રીજે બાપુજીની યાદ : આધુનિકતા અને પરંપરાનો સંગમ

આજે કેવડા ત્રીજ. આજથી ૩૨ વર્ષ પહેલાં મારા બાપુજીનું આ જ દિવસે અવસાન થયું હતું. બાપુજી એટલે મારા દાદાજી. તેમનું નામ મુકુંદરાય બળવંતરાય પંડ્યા. ટૂંકમાં એમ. બી. પંડ્યા. રેલવેમાં ગાર્ડ તરીકે તેમની નોકરી. તેમનું અંગ્રેજી એ સમયમાં ખૂબ જ પ્રભાવશાળી.  અંગ્રેજી તથા ગુજરાતીમાં તેમના અક્ષર...આ હા હા...અમારા ઘરમાં તેમના, મારા ભાઈ (મારા પિતાજી સ્વ. ગજેન્દ્રભાઈ … Continue reading કેવડા ત્રીજે બાપુજીની યાદ : આધુનિકતા અને પરંપરાનો સંગમ

સૈનિકો માટે જનાર્દનભાઈનું દાન મહા દાન કેમ ગણાય?

(આ લેખ મુંબઈ સમાચારની તા. ૧૦-૦૫-૨૦૧૭ની ઇન્ટરવલ પૂર્તિની કવરસ્ટોરી તરીકે પ્રસિદ્ધ થયો) તમારી પાસે રૂ. એક કરોડની મૂડી હોય તો તમે શું કરો? આ પ્રશ્ન કરોડો રૂપિયાનો છે અને ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સિઝનમાં પૂછાઈ શકે! વ્યક્તિના લિંગ, શોખ અને ઉંમર પ્રમાણે દરેકનો જવાબ અલગ-અલગ આવવાનો. પુરુષ હોય તો તેના શોખ પ્રમાણે વાત કરશે. કોઈ … Continue reading સૈનિકો માટે જનાર્દનભાઈનું દાન મહા દાન કેમ ગણાય?

ભાવનગર, સેવા અને સકારાત્મકતા

રાજકીય રીતે ઉપેક્ષિત અને એટલે સુવિધાઓના અભાવવાળું હોવા છતાં ભાવનગર સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યારેય પાછું નથી પડ્યું. તાજેતરમાં મારા સ્વ. પિતાના મિત્ર અને એક જ બેન્કના, તે રીતે સહકર્મચારી જનાર્દનભાઈ ભટ્ટે રૂ.૧.૦૨ કરોડ (ઘણા છાપાંઓમાં ખોટી રીતે રૂ. ૧.૨ કરોડ છપાયું છે. દાનની રકમ રૂ. ૧ કરોડ બે લાખ છે પણ હશે. આજકાલ છાપાઓમાં આ બધું … Continue reading ભાવનગર, સેવા અને સકારાત્મકતા

ભાવનગર: કલ, આજ ઔર કલ

કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓ છે: ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લ્હેણું બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી- તાજેતરમાં એક સગાના લગ્નપ્રસંગે ભાવનગર જવાનું થયું. રાણાવાવ મારી જન્મભૂમિ, પણ ભાવનગર વિદ્યાભૂમિ અને કર્મભૂમિ. ૨૦ વર્ષ ભાવનગરમાં ગાળ્યા હોવાથી અમદાવાદ સ્થાયી થયા છતાં ભાવનગર સાથેનો નાતો … Continue reading ભાવનગર: કલ, આજ ઔર કલ

ભાગવત કથાકાર જનાર્દનભાઈ દવેનું નિધન

મિત્રો, દુઃખ સાથે જણાવવાનું કે જનાર્દનભાઈ દવે હવે આપણી વચ્ચે નથી. ભાવનગરના લોકો અને તેની બહારના લોકો એમનાથી સારી રીતે પરિચિત છે.  પ્રાધ્યાપક તરીકે એમણે શિક્ષણનું જ્ઞાન વહેંચ્યું પણ તે કરતાંય તેમણે ભાગવત કથાકાર તરીકે સારી નામના મેળવી હતી. મેં 2010ના વર્ષમાં ભાગવત કથા યોજી હતી  ત્યારે સદ્ભાગ્યે મને તેમની વ્યાસપીઠનો લહાવો મળ્યો હતો. પહેલા … Continue reading ભાગવત કથાકાર જનાર્દનભાઈ દવેનું નિધન

My first guru my father

Guru govind dono khade ka ko lagu pai Balihari guru aapki govind diyo batay My first teacher- my father who gave me rebirth (after poliyo and made me enable to walk, speak well), taught music, taught languages, encouraged for my extra curricular activities, wrote my first speech for eloquence contest in year 1986 (above lines … Continue reading My first guru my father