ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આ બ્લોગ એપ પ્રાપ્ય છે

હવે મારી બ્લોગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. એપના ઢગલામાંથી સરળતાથી શોધવા jaywant pandya અથવા gujarati reading દ્વારા શોધો અને મોબાઇલમાં વાંચવાનો આનંદ મેળવો.

Advertisements

mystart.incredibarની લપમાંથી છૂટકારો

કમ્પ્યૂટરમાં ક્યારેક જાણતા કે અજાણતા એવી નકામી વસ્તુઓ આવી જતી હોય છે જે શી વાતેય નીકળતી નથી. મારે હમણાં આવું જ થયેલું. mystart.incredibar.com કરીને એક લપણી વેબસાઇટ હોમપેજ તરીકે ગૂગલ ક્રોમમાં ગોઠવાઈ ગયેલી. પહેલી વાર ગૂગલ ક્રોમ ખોલીએ તો ન આવે, પણ નવું ટેબ ખોલો તો જ આવે. અનેક પ્રયાસો કર્યા નીકળે જ નહીં, આખરે … Continue reading mystart.incredibarની લપમાંથી છૂટકારો

વેબસાઇટ પરની જાહેરખબરો : અતિથિ તુમ કબ જાઓગે?

જાહેરખબરો કોઈ પણ માધ્યમ માટે જરૂરી છે. એમ કહેવાય કે જાહેરખબરો આવે તો કર્મચારીઓના પગાર નીકળે. એક વખતે દૂરદર્શન પર જાહેરખબરો એટલી આવતી કે તેનાથી ત્રાસી જવાતું. ખાસ તો રવિવારે. રવિવારે ૭.૩૦ વાગ્યે ફિલ્મ આવતી. વીસેક મિનિટ સુધી જાહેરખબરો આવે તે પછી જ ફિલ્મ ચાલુ થતી. પણ ફિલ્મ ક્યારે ચાલુ થઈ જાય ને શરૂઆત ચુકી … Continue reading વેબસાઇટ પરની જાહેરખબરો : અતિથિ તુમ કબ જાઓગે?

વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

વર્ડપ્રેસ અવારનવાર નવા થીમ દાખલ કરતું રહે છે. હવે તેણે સધન (નાણાં ચૂકવીને) મેળવાતી થીમ પણ દાખલ કરવા લાગી છે, પરંતુ મને મૂંઝવણ એ છે કે આજકાલ ચારપાંચ સારી થીમો છે. તેમાંથી કઈ થીમ રાખવી? મેં Automattic થીમ રાખી હતી. આજે બીજી બે થીમ પર ધ્યાન ગયું છે. એક છે under influence અને બીજી છે DePo … Continue reading વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

મોબાઇલ નંબરનું સ્થળ જાણવું છે?

ટેક્નોલોજી તમારા જો સંપર્કો વ્યાપક હોય તો ઘણી વાર એવું બને કે નંબર ક્યાંનો છે તે તમને જાણવામાં રસ હોય. મારા પર રાજ્ય બહારના નંબર પરથી એસએમએસ આવ્યો. હવે તે ક્યા શહેરથી હશે તે ખબર નહીં. તેવામાં વેટુએસએમએસમાં નવી ઉમેરાયેલી સુવિધા પર ધ્યાન ગયું. ફાઇન્ડ લોકેશનમાં નંબર દાખલ કરો એટલે બીજી વિન્ડો ખુલે અને ગૂગલના … Continue reading મોબાઇલ નંબરનું સ્થળ જાણવું છે?

આવું ચ્યમ થાય છ?

નેટ મૂંઝવણ મથાળું વાંચીને ભરમાઈ ન જતાં. મેહાણવી (મહેસાણી ભાષા)ને લગતી કોઈ વાત નથી. આ તો, સૌરાષ્ટ્રની બોલીમાં ઘણી વાર લખાતું હોય એટલે થયું કે મેહાણવીમાં મથાળું આપું. મૂળ વાત એ છે કે વર્ડપ્રેસમાં પેરેગ્રાફ પાડો તો જે ઇન્ડેન્ટ (એટલે કે ખાંચો પડવો- થોડી જગ્યા છૂટવી) છૂટવો જોઈએ તે છૂટતો નથી. એટલે હું એક લાઇનની … Continue reading આવું ચ્યમ થાય છ?

વર્ડપ્રેસ થીમ : જિસે ઢૂંઢતા હૂં મૈં હર કહીં વો થીમ હૈ કહાં

વર્ડપ્રેસની નવાજૂની વર્ડપ્રેસ થીમનાં અનેક રૂપો (થીમ) અજમાવી જોયાં, પણ એકેય પૂરેપૂરું પસંદ પડતું નથી. કોઈમાં ફોન્ટ- મારે જોઈએ છે તેવાં - માફકસરના (એકદમ ઝીણાં નહીં) નથી. ઓસડિયા, કનેક્શન્શ વગેરે થીમમાં લેઆઉટ અને રંગ સારા મળી રહે છે, પરંતુ ફોન્ટ એકદમ ઝીણા થઈ જાય છે. જેમાં મોટા ફોન્ટ છે તેમાં લેઆઉટ ફિક્કો દેખાય છે. કોઈ … Continue reading વર્ડપ્રેસ થીમ : જિસે ઢૂંઢતા હૂં મૈં હર કહીં વો થીમ હૈ કહાં