blog, technology

ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આ બ્લોગ એપ પ્રાપ્ય છે

હવે મારી બ્લોગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. એપના ઢગલામાંથી સરળતાથી શોધવા jaywant pandya અથવા gujarati reading દ્વારા શોધો અને મોબાઇલમાં વાંચવાનો આનંદ મેળવો.

Advertisements
blog, computer, internet

વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

વર્ડપ્રેસ અવારનવાર નવા થીમ દાખલ કરતું રહે છે. હવે તેણે સધન (નાણાં ચૂકવીને) મેળવાતી થીમ પણ દાખલ કરવા લાગી છે, પરંતુ મને મૂંઝવણ એ છે કે આજકાલ ચારપાંચ સારી થીમો છે. તેમાંથી કઈ થીમ રાખવી?

મેં Automattic થીમ રાખી હતી. આજે બીજી બે થીમ પર ધ્યાન ગયું છે. એક છે under influence અને બીજી છે DePo Masthead. આ ત્રણેત્રણ સારી છે. ચાલો, વારાફરતી અજમાવી જોઈએ. તમને કીબોર્ડ પર હાથ ચલાવીને કોમેન્ટ કરવાનું મન થાય તો કહેજો, કઈ થીમ તમને ગમે છે? મારો બ્લોગ કઈ થીમ પર સારો લાગે છે?

blog, computer, internet

આવું ચ્યમ થાય છ?

નેટ મૂંઝવણ

મથાળું વાંચીને ભરમાઈ ન જતાં. મેહાણવી (મહેસાણી ભાષા)ને લગતી કોઈ વાત નથી. આ તો, સૌરાષ્ટ્રની બોલીમાં ઘણી વાર લખાતું હોય એટલે થયું કે મેહાણવીમાં મથાળું આપું.

મૂળ વાત એ છે કે વર્ડપ્રેસમાં પેરેગ્રાફ પાડો તો જે ઇન્ડેન્ટ (એટલે કે ખાંચો પડવો- થોડી જગ્યા છૂટવી) છૂટવો જોઈએ તે છૂટતો નથી. એટલે હું એક લાઇનની જગ્યા છોડતો હોઉં છું. હવે થાય છે એવું કે બ્લોગમાં ન્યૂ પોસ્ટમાં જઈને લખતી વખતે અથવા તો વર્ડ કે નોટ પેડમાંથી કમ્પોઝ થયેલું ચોંટાડતી (પેસ્ટ) વખતે તો બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા (જેને કમ્પ્યૂટરની ભાષામાં લાઇન બ્રેક કહે છે) દેખાય પણ જ્યારે એ પોસ્ટ પબ્લિશ કરું તો નહીં! તેને એડિટ કરીને ફરી બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા છોડી જોઈ અને તેને અપડેટ કરી જોયું તો એનું એ જ. છેલ્લી બે પોસ્ટમાં આવું થયું. જોકે તેની અગાઉની પોસ્ટમાં પેરેગ્રાફ વચ્ચે લાઇન જોવા મળે છે.

આવું ચ્યમ થાય છ?

પાછું અલગ-અલગ થીમ અજમાવતો હતો તો કેટલીક થીમમાં છેલ્લી (લેટેસ્ટ) બે પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચેની લાઇન દેખાય!

ટેક્નોલોજી સેવી કોઈ કહેશે કે આવું ચ્યમ થાય છ?

(આ પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચે લાઇન દેખાય છે તેના માટે મેં એચટીએમએલ કોડનો સહારો લીધો છે, પણ તેના માટે તમારે લાઇનની આગળ <p> ટાઇપ કરવું પડે. પછી જે તે વાક્ય અને અંતમાં
< br / > ટાઇપ કરવું પડે અને તે પણ પોસ્ટના કંપોઝ બોક્સની ઉપર વિઝ્યુઅલમાંથી એચટીએમલનો વિકલ્પ બદલીને, નહીંતર એવું છપાઈ જાય; જેમ કે મેં અહીં એચટીએમએલમાં આ લાઇનને બ્રેક કરી છે અને પછી વિઝ્યુઅલમાં જઈને <p> ટાઇપ કર્યું છે જેના લીધે તમે આ અંગ્રેજી મૂળાક્ષર પીને આગળપાછળ બ્રેકેટમાં જોઈ શકો છો.)

blog, computer, internet

વર્ડપ્રેસ થીમ : જિસે ઢૂંઢતા હૂં મૈં હર કહીં વો થીમ હૈ કહાં

વર્ડપ્રેસની નવાજૂની
વર્ડપ્રેસ થીમનાં અનેક રૂપો (થીમ) અજમાવી જોયાં, પણ એકેય પૂરેપૂરું પસંદ પડતું નથી. કોઈમાં ફોન્ટ– મારે જોઈએ છે તેવાં – માફકસરના (એકદમ ઝીણાં નહીં) નથી. ઓસડિયા, કનેક્શન્શ વગેરે થીમમાં લેઆઉટ અને રંગ સારા મળી રહે છે, પરંતુ ફોન્ટ એકદમ ઝીણા થઈ જાય છે. જેમાં મોટા ફોન્ટ છે તેમાં લેઆઉટ ફિક્કો દેખાય છે.
કોઈ હવે એવી થીમ બનાવે જેમાં લેઆઉટ અને ફોન્ટ તમે મનપસંદ રાખી શકો તો સારું. એડિટ સીએસએસનો વિકલ્પ છે પણ તે મને ફાવતું નથી.
blog, computer, internet, media

…અને હવે અખબારમાં પણ ગાળ!

અને હવે અખબારોમાં પણ ગાળ!
‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી અૌલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.
અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું ઃ ષ્ત્ર્ં દ્દત્ર્ફૂ….જ્ઞ્સ્ન ખ્શ્રજ્ઞ્ણૂફૂ? ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી ઔલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.

અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું : Who the **** is Alice? (કદાચ બચી એક અંગ્રેજી ગીતના શબ્દોનો ઉપયોગ કરવા ઈચ્છતા હશે.)  ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

Indian says:

August 27, 2009 at 10:31 AM IST

What a great writter you are title itself give the correct impression of yous?

Please try to write decent langauge.

janak says:

August 27, 2009 at 10:38 AM IST

It is very shocking that you are writing abuse! and also being female is very much shocking! I request you to not abusive words.

kunal kumar says:

August 27, 2009 at 12:15 PM IST

I think you should take care of the language you are using in the newspaper,as being a national daily read by all the family members.

Using such a word doesn’t mean that you have got a better command over language or have got more independent thinking.And why did you use “***”, write the complete word.There is no use of using a transparent curtain.A writer of your calibre and stature should understand this.In fact the editor should write an apology in tomorrow’s newspaper.

E. D’Souza says:

August 27, 2009 at 12:55 PM IST

Hello madam, can you please explain what the three asterisks after the alphabet ‘f’ stands for? My five year old daughter is curious to know about it.

Amit says:

August 27, 2009 at 06:51 PM IST

How dare TOI print this blog……i did not read it because at least we are not use to these type of slang laguage in News Paper…..F*** off this ariticle….

Mahesh says:

August 27, 2009 at 11:48 PM IST

TOI, please change the title of this article…

Surya Mishra Derby UK says:

August 30, 2009 at 07:03 PM IST

What is the meaning of f***; what does it stand for in journalistic language context; especially in Indian culture? This speaks how are Indian journalism is picking up from western gutter. Even in West, such distorted language referring to slang are getting shunned; and Indian usage of English language is suppose to be best as it has been preserved and gratified so far being from Original Oxfordian language of English. If we can not understand ‘Alice in blounderland’ then how can we follow f***?

કોમેન્ટ પરથી તો આ લેખનું શીર્ષક આવું હોવું જોઈએ : Bachi in blunderland!

blog, computer, internet

નવી થીમ અને કસ્ટમ હેડર કેવાં લાગ્યાં?

આ નવી થીમ Ocean Mist છે જે Ed Merrittએ બનાવી છે. મને આ થીમ હાલ પસંદ પડી છે. અગાઉ Connection રાખી હતી તેમાં કસ્ટમ હેડર હતું તે આ નવી થીમમાં નહોતું આવતું (ટેક્નિકલ કારણ સમજી શકાતું નથી.) એટલે આ નવેસરથી બનાવ્યું. આમેય ‘દિવ્ય ભાસ્કર’ના પૂર્તિ સંપાદક મનીષ મહેતા સહિત કેટલાક મિત્રોનું માનવું હતું કે એ દાઢીવાળો ફોટો સારો નથી લાગતો.

અને હમણાં હું ૧થી ૧૫ જુલાઈ ચાર ધામની યાત્રા કરી આવ્યો! (તેના વિશે એક આખી શ્રેણી લખવા વિચાર છે.)  એટલે ગંગોત્રી પર પડાવેલો આ ફોટો કસ્ટમ હેડર તરીકે અપલોડ કર્યો છે. બાકી તો અગાઉના કસ્ટમ હેડરની જેમ આ વખતના કસ્ટમ હેડર માટે મિત્ર મનીષ મિસ્ત્રી વધુ સારું સૂચન કરી શકે.

blog, computer, internet, personal

અંગ્રેજી મેં કહતે હૈં કિ…

અમિતાભ, હરભજન, ‘ભૂતનાથ’ અને ‘કલ કિસને દેખા’વાળા નિર્દેશક વિવેક શર્મા,  અરબાઝ ખાન, મિ. ખિલાડી અથવા તો કહો, ‘સિંહ ઇઝ કિંગ’ ફેમ અક્ષયકુમાર અને જયવંત પંડ્યા વચ્ચે શું સામ્યતા છે?

ઉંહ…આ તો પોતાની જાતે અમિતાભ અને અક્ષયકુમાર સાથે સરખાવવા લાગ્યો, એમ કહીને મારી ટીકા કરો તે પહેલાં કહી દઉં કે મેં હવે http://blogs.bigadda.com/jaywantpandya/ પર પણ મારો બ્લોગ શરૂ કર્યો છે. ઉપર કહ્યા તે અમિતાભ અને અક્ષયકુમાર સહિતની સેલિબ્રિટી પણ આ બિગ અડ્ડા પર બ્લોગ લખે છે. સામ્યતા માત્ર આટલી. બાકી કોઈ આપવડાઈ કરવી નથી.

આ બ્લોગ પર અંગ્રેજીમાં લખવું છે. શ્રીગણેશ કરી દીધા છે. અહીં જે અગાઉ ‘ગિલની દિલ્લી’વાળી વાત લખી તે જ અંગ્રેજીમાં લખી. હેતુ એ જ માત્ર કે અંગ્રેજી બોલતા-વાંચતા લોકો સમક્ષ પણ મારા વિચારો પહોંચે. અને શરૂઆત શુભ છે. સાવ ચૂપચાપ આ બ્લોગ શરૂ કર્યો  અને પહેલાં જ દિવસે બે કમેન્ટ મળી ગઈ! એક ભાઈ અનુરાગ શ્રીવાસ્તવ મારા વિચાર સાથે સંમત છે, બીજા jvvnraju ની કમેન્ટ સમજાઈ નથી.

બિગ અડ્ડાવાળાઓએ આ બ્લોગ, આમ તો,  વર્ડપ્રેસ પર જ શરૂ કર્યો છે, પણ તેની ઘણી મર્યાદા ધ્યાનમાં આવી છે. વર્ડપ્રેસની જેમ તમે થીમ બદલી શકતા નથી. હા, કસ્ટમ હેડર છે. બીજું, તમારી બ્લોગપોસ્ટ કેટલા જણાએ વાંચી,  રોજ કેટલા લોકો તમારા બ્લોગની મુલાકાત લે છે, કઈ પોસ્ટ વધુ વંચાય છે, કઈ બાબત પર સર્ચ કરીને તમારા બ્લોગ પર પહોચે છે, ટૂંકમાં blogstatsની કોઈ માહિતી તેમાં મળતી નથી. થીમ સાદો છે, ફોન્ટ બહુ મોટા લાગે છે, પણ બિગઅડ્ડા અમિતાભ બચ્ચનના કારણે લોકપ્રિય હોવાથી પસંદ કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-ઇન્ડિયા ટાઇમ્સમાં પ્રયાસ કર્યો પરંતુ તેમાં લોગ ઇન થયા પછી બ્લોગ હેડ, બ્લોગ ડિસ્ક્રિપ્શન, વગેરે નાખ્યા પછી મેક બ્લોગ પર ક્લિક  કરતા તે આગળ વધતો જ નથી. ઇન્ડિયાટાઇમ્સના મેઇલ બાબતે પણ આવું જ છે. મારો નહીં, અનેકનો અનુભવ છે. (માહિતી : ગૂગલસર્ચ)

એટલે, આપણે મળવાનો એક બીજો મંચ પણ છે. યોગ્ય લાગે તો વાત આગળ -બીજા સુધી પહોંચાડજો.

તો મિલતે હૈ,

https://jaywantpandya.wordpress.com સિવાય હવે,

http://blogs.bigadda.com/jaywantpandya/ પર પણ!