ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે

પોતે ગંદકી ફેલાવતા હોય પણ તેની અસર પોતાના શરીર પર ન થાય ત્યાં સુધી કેટલાક લોકો સમજતા નથી. પરંતુ જ્યારે પોતે બીમાર પડે ત્યારે આવા લોકો કહેવા લાગે છે કે સાલું, ગંદકી બહુ વધી ગઈ છે. અને હું બીમાર પડી ગયો છું. આવા લોકો પાછા ટંગડી ઊંચી રાખે એટલે પોતે બીમાર પડી ગયો છે તેવું … Continue reading ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે

Advertisements

સુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…

જે લોકો ‘સુમિત સબ સંભાલ લેગા’ને પસંદ કરતા હશે તેમને ૯ જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે આ સિરિયલ નહીં પ્રસારિત થવાથી આંચકો લાગ્યો હશે. પણ હોતા હૈ, ચલતા હૈ. ગ્રાહકોને જ્યાં મોટા મોટા ઝટકા મળતા હોય ત્યાં આવા નાના આંચકાઓની નવાઈ શી! સ્ટાર પ્લસ જેવી પે ચેનલ, જેને જોવા માટે દર્શકોએ (પહેલા કેબલવાળા મારફત અને હવે … Continue reading સુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…

દૂરદર્શનકાળથી આપણું મનોરંજન કરતા આવેલા કલાકારો

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં 'ટેલિટૉક' કૉલમમાં તા.૮/૧/૧૬ના રોજ આ લેખ છપાયો.) ઇશુના નવા વર્ષ ૨૦૧૬માં ૧૮ જાન્યુઆરીથી એક નવી સિરિયલ સબ ટીવી પર શરૂ થઈ રહી છે. તેનું નામ છે ‘વો તેરી ભાભી હૈ પગલે’. આ સિરિયલથી એક કલાકારનું સ્વાગતયોગ્ય પુનરાગમન થઈ રહ્યું છે અને તેનું નામ છે અલી અસગર. આમ તો અલી ટીવી પર … Continue reading દૂરદર્શનકાળથી આપણું મનોરંજન કરતા આવેલા કલાકારો

ચૅનલે કપિલની નાઇટ્સ ખરાબ કરી નાખી?

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ટેલિટૉક કૉલમમાં તા.૧/૧/૨૦૧૬ના રોજ આ લેખ છપાયો.) આજે ગ્રેગોરીયન કેલેન્ડરનો પહેલો દિવસ છે. પહેલા દિવસે સારા સમાચાર આપું કે ખરાબ? સામાન્ય રીતે લોકોને પહેલાં ખરાબ સમાચાર સાંભળવા ગમતા હોય છે. પછી સારા. જેથી સારા સમાચારની અસર વધુ જળવાઈ રહે. એટલે પહેલાં ખરાબ સમાચારથી શરૂઆત કરીએ. માઠા સમાચાર એ છે કે ‘કોમેડી … Continue reading ચૅનલે કપિલની નાઇટ્સ ખરાબ કરી નાખી?

૨૦૧૫: ધર્મકથા, ઐતિહાસિક અને અશ્લીલતાની ભરમાર

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં 'ટેલિટૉક' કૉલમમાં તા.૨૫/૧૨/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આવતા શુક્રવારે નવું વર્ષ ચાલુ થશે. સદી પ્રમાણે અત્યારે ૨૧મી સદી ચાલી રહી છે. પરંતુ ટીવીમાં હજુ ક્યાંક ભૂતપ્રેતના શો ચાલે છે તો ક્યાંક અશ્લીલતાની સીમા પાર કરી દેવાઈ છે. ક્રિએટિવિટીના નામે ગણિતની ભાષામાં કહીએ તો ટેન્ડ્સ ટૂ ઝીરો છે. … Continue reading ૨૦૧૫: ધર્મકથા, ઐતિહાસિક અને અશ્લીલતાની ભરમાર

વધુ પૈસાની લાલચ માણસને કૂતરા જેવા બનાવી દે છે?

(ગુજરાત ગાર્ડિયનની શુક્રવારની પૂર્તિની 'ટેલિટૉક' કૉલમમાં તા.૧૮/૧૨/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) તો, આવતીકાલે અને પરમદિવસે એટલે કે ૧૯-૨૦ ડિસેમ્બર બે મહારથીઓ એકત્ર આવવાના છે! બે મોટા રાજકીય ‘બિગ બોસ’ નરેન્દ્ર મોદી અને સંજય જોશી આ જ દિવસોમાં ગુજરાતમાં હશે તેમની વાત કરી રહ્યા નથી. એ આ કૉલમનો વિષય પણ નથી, પરંતુ યોગાનુયોગ આ બંને … Continue reading વધુ પૈસાની લાલચ માણસને કૂતરા જેવા બનાવી દે છે?

સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં 'ટેલિટૉક' કૉલમમાં તા. ૯/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) આજકાલ ચૂંટણીની ઋતુ ફરી ચાલી રહી છે અને તેના કારણે પક્ષપલટાનો પણ વાયરો ફૂંકાયો છે. પરંતુ પક્ષપલટા કંઈ રાજકારણીઓનો જ ઠેકો નથી. કોઈક રીતે વાંધો પડ્યો હોય તો રિયાલિટી શો પણ ચેનલપલટો કરતા હોય છે. તેનું તાજું ઉદાહરણ ‘ડીલ ઓર નો ડીલ’ … Continue reading સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’