Posted in language, society

કેઆરકે બનવું છે કે વિક્રમ ભટ્ટ?

તમે કેવી ભાષા લખો છો ને કેવી બોલો છો તે તમારું વ્યક્તિત્વ બતાવે છે-સંસ્કાર બતાવે છે. એમાંય જ્યારે તમે જાહેર જીવનમાં અથવા કોઈ ક્ષેત્રમાં શીર્ષ સ્થાને આવી જાવ પછી તમારે ખાસ ધ્યાન રાખવું પડે.

કેટલીક બાબતોમાં તમે જાહેરમાં અને ઘરમાં જુદા હો છો. હોવું જ જોઈએ. અને આ વાત દરેકને લાગુ પડે છે. તમે સામાન્ય વ્યક્તિ હો કે તમારી જાતને તમારા ક્ષેત્રમાં શીર્ષ સ્થાને ગણતા હો. તમે ઘરમાં ગંજી ને બરમૂડામાં ફરી શકો છો પણ લગ્નમાં કે ટીવી પર શોમાં એક્સપર્ટ તરીકે જવાનું હોય ત્યારે તમે સુઘડ ને સ્વચ્છ કપડાંમાં જ જશો. કદાચ સૂટબૂટ નહીં પહેરો ને સરસ ઝભ્ભો કે શેરવાની ને મોજડી પહેરશો. ઘરમાં બગાસાં મોટા અવાજ સાથે ખાશો પણ બહાર તમે બગાસા પર કંટ્રોલ રાખશો. ઘણી કહેવાતી મોટી હસ્તીઓ કહેતી હોય છે કે અમે દંભ નથી કરતા. આવા લોકો એમના બોલવચનમાં દંભ ન કરવા સલાહ આપતા હોય છે. પણ આવા મોટી હસ્તીની નજીક જઈને ઘરના અને બહારના જીવનને જુઓ તો ખબર પડે કે આ લોકો કેટલા દંભી છે. તમે મિત્રવર્તુળમાં જે રીતે ગાળ સાથે કે ગાળ વગર વાત કરો છો તે રીતે ઑફિસમાં બોસ સાથે નથી કરતા. કરી પણ નથી શકતા.

તમે જેમ જેમ આગળ વધો તેમ તમારો અહંકાર પણ વધતો જાય તેવી શક્યતા છે કારણકે તમારી આસપાસ ચમચામંડળ આવી ચડશે ને તમારા માનસિક દેહ પર કબજો કરી લેશે. તમે જે કંઈ ક્રિયા કરશો એ એમને લીલા જ લાગશે. તમે છિંક ખાશો તોય કહેશે કે આહાહા! શું અદા છે બોસ! આ જ રીતે છિંક ખવાય. તેથી તમે તમારી જાતને બ્રહ્મ ને તમારી વાતને બ્રહ્મવાક્ય માનતા થઈ જાવ છો. તમારી વાત એક વાર મોઢામાંથી કે કલમથી નીક્ળી ગઈ તે જો ખોટી તમને પણ લાગતી હોય તો તેને સાચી ઠરાવવા તમે ધમપછાડા કરો છો. કુતર્કો આપવા લાગો છો. જો કોઈ નમ્ર ભાષામાં તેનો વિરોધ કરે તો તમે તેની સાથે, “હશે. તમને તમારા વિચાર રાખવાનો હક છે પણ હું તે સાથે સંમત નથી.” એમ કહીને અથવા “મારા વિચારથી ખરી હકીકત આ છે.” આમ કહીને તમે વાતને પૂરી કરી શકો પણ જો તમે મારા ચમચાને આગળ કરીને કે તમે પોતે જ તે વ્યક્તિને ખોટી ઠરાવવા, તેની સાથે જીભાજોડી કરી તેના પર કાદવ ઊછાળવા જશો તો સામેવાળાને તો કંઈ પ્રતિષ્ઠાની નહીં પડી હોય. તે બમણા વેગથી પ્રહાર કરશે. એટલું જ નહીં, તે તેનો પ્રચાર પણ કરશે કે કેવી રીતે તમે એની સાથે ગાળાગાળી પર ઉતરી આવ્યા. અને આ તમાશો જેટલા જોશે એ બધા મજા લેશે ને સાથે એનો પ્રચાર પણ કરશે. એમાંના ઘણા ડબલ ઢોલકી પણ હશે જે તમને સહાનુભૂતિના બે બોલ કહેશે અને અંદરખાને મજા લેશે. એટલું જ નહીં, કોઈ ને કોઈ રીતે તેનો પ્રચાર પણ કરશે. તમારી શક્તિ આવી જીભાજોડીમાં વપરાઈ જશે ને તમારા કામ તરફથી તમારું ધ્યાન ફંટાઈ જશે. નુકસાન કોનું થયું? તમારું કે સામેવાળાનું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તો હવે દાખલો આપો તો વિરોધીઓ ભક્તની ઉપમા આપી દે છે પણ એમના વિચારો સાથે ગમે એટલા અસંમત હો, એક વાત તો એમનામાંથી શીખવા જેવી છે જ. અરવિંદ કેજરીવાલ તેમને સાયકોપથ કહેવાની હદ સુધી નીચે ગયા. અને મિડિયા,અન્ય રાજકીય વિરોધીઓ તો આનાથી પણ કેટલી નીચી હદે જાય છે તે યાદ અપાવવાની જરૂર નથી. પણ સામે પક્ષે મોદીએ હંમેશાં પોતાનાં કામોથી જ જવાબ આપ્યો છે. આક્ષેપો કર્યા છે તો એમાંય શાલીનતા રાખી છે અને છતાંય એ આક્ષેપો એવી રીતે કર્યા જેથી સામેવાળી વ્યક્તિને ચચરી જાય. દા.ત. પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મુશર્રફને મિંયા મુશર્રફ કહેવા. બધા જાણે છે કે મુસ્લિમોમાં મિંયા એ જનાબ જેવો જ માનવાચક શબ્દ છે. રાહુલ ગાંધીને શહઝાદા કહેવા. શહઝાદા એટલે રાજકુંવર. તેનો આડકતરો અર્થ થયો કે યુપીએ સરકારમાં સત્તાની ખરી દોરી સોનિયાના હાથમાં હતી.

એક વ્યક્તિ કેઆરકે ખાન પણ છે. એણે એક-બે જ ફિલ્મો કરી છે પણ એ દરેક ફિલ્મની ઉડઝુડ સમીક્ષા કરતો રહે છે અને ફિલ્મ કલાકારો સામે ગંદા આક્ષેપો કરતો રહે છે પણ તાજેતરમાં નિર્દેશક વિક્રમ ભટ્ટે એને બદનક્ષી કેસની ધમકી (અથવા કેસ કરતા) એને જાહેરમાં ક્ષમા માગવી પડી. વિચારો કે વિક્રમ ભટ્ટ પણ એની સામે એવા જ આક્ષેપોમાં ઉતરી પડ્યા હોત તો?

હવે વિચારવાનું તમારે છે કે તમારે કેઆરકે બનવું છે કે વિક્રમ ભટ્ટ? કેજરીવાલ બનવું છે કે મોદી?

Advertisements
Posted in language

ગુજરાતીમાં આંકડા કેવી રીતે ટાઇપ કરવા?

ગુજરાતી ભાષાને અમુક હદે ભૂંસી નાખવાની પેરવી સરકારથી માંડીને અખબાર સુધીના સ્તરે થઈ રહી છે. સરકારી સ્તરે એ રીતે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ આંકડા અંગ્રેજીમાં જ લખવા ફરજિયાત બનાવી દેવાયા છે. હું ભણતો ત્યારે આઠમા ધોરણથી અંગ્રેજીમાં આંકડા લખવાનું ફરજિયાત હતું, હવે તો લગભગ પહેલા ધોરણથી જ છે. તો નવા અને જૂના ગુજરાતી અખબારો પણ આંકડા અંગ્રેજીમાં જ છાપે છે. ડિઝાઇનરોને પણ ગ્રાફિક ડિઝાઈન કરવાં હોય તો આંકડા અંગ્રેજીમાં જ જોઈએ. વળી, છેલ્લા ઘણા સમયથી  અખબારોમાં એક (ખોટો) ટ્રેન્ડ ચાલ્યો છે કે ગ્રાફિક કે બીજું કંઈ પણ હોય તો આંકડા હાઇલાઇટ કરો. જાણે લોકોને માત્ર આંકડામાં જ રસ હોય. અને એવા ગ્રાફિકમાં આંકડા અંગ્રેજીમાં રાખવામાં આવે છે. ગુજરાતીમાં આંકડા રાખે તો નાનપ અનુભવાય.

પણ ગુજરાતી વેબસાઇટ પર જો અંગ્રેજીમાં આંકડા જોવા મળે તો તે માટે લખનારનો કે વેબસાઇટના માલિક કે તંત્રીનો દોષ ન કાઢશો. એનું કારણ એ છે કે જેને યુનિકોડ (શ્રુતિ કે એરિયલ યુનિકોડ એમએસ) કહેવાય છે તે માટે માઇક્રોસોફ્ટે સુવિધા તો એ આપી કે વિન્ડો એક્સપીથી માંડીને વિન્ડો એઇટ વગેરેમાં ઇન બિલ્ટ યુનિકોડ ફોન્ટ આવે છે. અમુક સેટિંગ કરો (કંટ્રોલ પેનલમાં જઈને રિજનલ લેંગ્વેજમાં જઈને એ કરી શકાય) તો ટાસ્ક બારમાં લેંગ્વેજનો આઇકોન આવી જાય. એમાં ફેરફાર કરીને ગુજરાતી, હિન્દી વગેરે એશિયન ભાષામાં ટાઇપ કરી શકાય. પણ ખાટલે મોટી ખોડ એ રહી કે એમાં આંકડા ગુજરાતીમાં ટાઇપ થતા નથી.

હવે આ સુવિધા પણ ઉપલબ્ધ છે. ગુજરાતી બ્લોગના વાચકો માવજીભાઈ ડોટ કોમ વેબસાઇટથી જાણીતા હશે, જેઓ ન જાણતા હોય તેમણે એ વેબસાઇટની મુલાકાત અચૂક લેવા જેવી છે. માવજીભાઈએ આપણી તકલીફ દૂર કરી છે. તેમણે રમેશ કી બૉર્ડ વિકસાવ્યું છે, તે ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા પછી ફરીથી કંટ્રોલ પેનલમાં જઈને રિજનલ લેંગ્વેજના ઓપ્શનમાં જઈને કીબોર્ડમાં રમેશ કીબોર્ડનો ઓપ્શન પસંદ કરવાનો હોય છે. (આ વિધિ પણ માવજીભાઈએ ત્યાં સૂચવી જ છે.)

તો રમેશ કીબોર્ડ ડાઉનલોડ કરો અને ગર્વથી ગુજરાતીમાં આંકડા ટાઇપ કરો.

Posted in language

તમારું રુદિયું શું કહે છે?

#માતૃભાષાદિવસ: આજે માતૃભાષા દિવસ નિમિત્તે એક હળવી ટપાલ એટલે કે પોસ્ટ.
હિન્દી સમાચાર ચેનલો પર અમુક શબ્દો રૂઢ થઈ ગયા છે. એટલે ગુજરાતી સમાચાર ચેનલો પર તેનો જેમનો તેમ ઉપયોગ ન કરતા ‘દેશી’ (હા ગુજરાતીમાં પણ એવું હોય!) ગુજરાતી શબ્દપ્રયોગ કરવા જોઈએ, જેમ કે:
– હિન્દીમાં પૂછાય છે, વહાં ક્યા કુછ હો રહા હૈ, તો ગુજરાતીમાં પૂછાય, ન્યાં શું હાલે છે?
– હિન્દીમાં પૂણ્ય પ્રસૂન બાજપેયી જેવા એન્કર પૂછે, આપ કે જહન મેં ઈસ વક્ત ક્યા ચલ રહા હૈ, આવા ગંભીર શબ્દો માટે પણ ગુજરાતીમાં શબ્દો છે જ. ગુજરાતી ચેનલનો/ની એન્કર પૂછી શકે: તમારું રુદિયું શું કહે છે? તમારું દલડું શું કહે છે?
– હિન્દીમાં જાણીતો સવાલ છે: આપ કો ઇસ વક્ત કૈસા લગ રહા હૈ? ગુજરાતીમાં પૂછો: હું લાગે છે, સરકાર રહેશે કે જશે?
– હિન્દીમાં કહેવાય છે: આઈએ, આપ કો સીધે લિયે ચલતે હૈ ઘટનાસ્થલ પર. ગુજરાતીમાં કહો: હાલો, ન્યાં જ જઈને ચોવટ માંડીએ.
-હિન્દીમાં કહે છે: વહાં બડા જનસૈલાબ ઉમડ પડા હૈ. અથવા તો વહાં બડી તાદાદ મેં લોગ આયે હૈં, અથવા તો વહાં બડા હુજૂમ જમા હો ગયા હૈ. આપણે ગુજરાતીમાં જવા દો: કીડીયારાની જેમ માણસું ઉમટી પડ્યા છે. શું દાટ્યું હશે ત્યાં?
– હિન્દીમાં કહે છે : લગતા હૈ, હમારે સંવાદદાતા સે હમારા સંપર્ક કટ ગયા હૈ. આપણે ગુજરાતીમાં કહો: લાગે છે કે અમારા પ્રતિનિધિ પાણી-પેશાબ કરવા ચાલ્યા ગયા છે.
– હિન્દીમાં કહે છે: હમારી આવાઝ આપ તક પહૂંચ રહી હૈ? ગુજરાતીમાં થવા દ્યો: મારો અવાજ હંભળાય છે ને? ન હંભળાતો હોય તો કહી દે, રાગડા તાણીને બોલું. અને હા, કાનમાંથી મેલ કાઢવાનું રાખજે ભાઈ.

Posted in language

જૂનું ગુજરાતી-૧

#જૂનુંગુજરાતી: કેટલાક શબ્દો આપણે ત્યાં ભૂલાતા જાય છે. હિન્દી ચેનલોના પ્રભાવમાં, ગુજરાતી ચેનલો અને ગુજરાતી છાપાઓમાં જે ભાષા વપરાય છે, તેના લીધે. અને કેટલાક શબ્દો આપણે બેઠા અંગ્રેજી વાપરીએ છીએ. એટલે ક્યારેક, ક્યારેક, યાદેચ્છિક રીતે, હું આ હેશ ટેગ સાથે જૂના પણ હજુ ઘણી જગ્યાએ પ્રચલનમાં રહેલા ગુજરાતી શબ્દો મૂકવા પ્રયાસ કરીશ. જેને ગમે તેને લાઇક કરવાની અને કંઈ કહેવાની ઈચ્છા થાય તો, કમેન્ટ કરવાની છૂટ. બાકીના જલસા કરે. આજનો શબ્દ છે,
ઓરવું : પહેલાં ઘંટીમાં આપણા બા (મમ્મી, મોમ યૂ નો), અનાજ ભરડતા કે દળતા ત્યારે ઘંટી ફેરવતા હોય ત્યારે જે અનાજ નખાતું જાય તેને ઓરવું કહેવાય. આ ઉપરાંત અનાજને રાંધવા મૂકીએ તેને પણ ઓરવું કહેવાય.

Posted in language

ગુજરાતીમાં પરભાષાના વઘાર

ગુજરાતી ટીવી ચેનલો પર રેસિપી શીખવતી બહેનો માટે લીલા મરચા એ ગ્રીન ચિલીઝ (બહુવચનમાં, ઝ કે સ બોલવો ફરજિયાત છે, બિસ્ક્ટિ્સ, ચોક્લેટ્સ, ફ્રૂટ્સ, ડિશીસ) છે, મરી એ કાલી મિર્ચ અથવા પીપર છે, એલચી એ ઇલાયચી છે, લોયું એ કડાઈ છે, માખણ એ બટર છે, ચપટીના બદલે પિંચ છે, ચટણી કે લુગદીના બદલે પેસ્ટ છે, તળવું એ ફ્રાય કરવું છે, તેલ એ ઓઇલ છે, ચમચીના બદલે ટી સ્પૂન છે, વઘારના બદલે ‘તડકો’ છે (ગુજરાતીમાં તડકો એટલે સૂર્યપ્રકાશ). જય જય ગરવી ગુજરાતી.

(અપડેટ: પાછી આવી બહેનો રાજકોટ, અમદાવાદ, ભાવનગર વગેરે શહેરની હોય છે અને ભલે, તેમને ગુજરાતી કે હિન્દી ‘શ’ અને ‘સ’ વચ્ચે ખબર ન પડતી હોય પણ ઉપર કહ્યું તેમ અંગ્રેજી શબ્દોનો ‘તડકો’ કરવો જરૂરી છે 🙂 એટલે તેઓ ચીપી ચીપીને બોલશે, “હવે આપણે સર્વ કરીસું”. એલી ડોબી, ગુજરાતી તો બરાબર આવડતું નથી તો પછી અંગ્રેજીની પત્તર શું કામ આણે છે?)

Posted in international, language

शुभमस्तु !……ब्रिटिश बाळका: संस्कृत वदति।

મિત્ર અને ગુજરાતી – હિન્દી ફિલ્મોના એન્સાઇક્લોપિડિયા જેવા – હરીશ રઘુવંશી તરફથી મળેલો ઇમેઇલ સંસ્કૃત ભાષા શીખતા બ્રિટિશ અને ભારતીય મૂળના બ્રિટિશ બાળકો વિશેનો છે. આપણે ત્યાં સંસ્કૃત ભણાવવા ખાતર ભણાવાય છે અને હવે ‘ણ’, ‘ળ’, ‘દ’, ‘શ’ અને ‘ષ’  જેવા અક્ષરોના ઉચ્ચાર જ ભૂલાતા જાય છે (આપણેને બદલે આપડે બોલાય, પળાય ના બદલે પડાય બોલાય છે) ત્યારે આ પોસ્ટમાં આપેલા વિડિયો જોવા ગમશે. મેઇલ યથાવત જ પોસ્ટ કરેલો છે. (મેં મારી લગ્નની કંકોત્રી અને ૨૦૧૦માં કરેલી ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા સંસ્કૃતમાં ભાષાંતર કરાવીને છપાવેલી, જે ઘણા લોકોને પસંદ પડી હતી.)

शुभमस्तु !…… They’ll teach you Sanskrit in London but not in India!!!

I am really “amazed” and “ashamed” at the same time seeing these videos and reading about Sanskrit in British schools.
Don’t miss any of the weblinks given below…..

We should all learn this greatest language on Earth.

sanskrit-300x220.jpgभवतीसंस्कृतंभाषतेवा ?
भवान्संस्कृतंभाषतेवा ?
नालमेकभाषया !

The study of Sanskrit in schools may be dipping in India or may be facing resource cuts, according to news reports,
but it is thriving in a most unlikely place — a set of British schools!

Here are links to the St James Independent Group of Schools, London,
where Sanskrit is taught (indeed, its study is compulsory until age 11):

Link 1:

Link 2: http://sanskritdocuments.org/articles/sanskritlondon.pdf

Link 3: Recitation of Sanskrit slokas from Upanishads outside Buckingham Palace:

Link 4 and 5: (from the school’s web site): http://www.stjamesschool.org.uk/?area=school_life&page=intellectual&sub_page=sanskrit and

http://www.stjamesschools.co.uk/juniorschools/school-life.php?page=Academic&subsection=Languages

Link 6:

A school excursion to Oxford ! Students in their 10th yr of school (10th Std/ 10th Grade) of St James School visit the Bodleian Library at Oxford University to view carefully preserved manuscripts of Kalidasa’s “Shakuntala,” a 300-year old copy of Valmiki’s “Ramayana,” a 200-year old Sanskrit manuscript of “The Mahabharata” and other literary and art treasures: http://claysanskritlibrary.wordpress.com/2011/06/28/sanskrit-show-and-tell-with-st-james-school-pupils/

Interview with one of the Sanskrit teachers follows:

Posted in language

બધું જ હોય ત્યારે સ્વભાવ નડે છે

પંક્તિઓ
કશું ન હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવનનું આ એક કડવું સત્ય છે મિત્રો,
બધું જ હોય ત્યારે સ્વભાવ નડે છે

(મિત્ર હર્ષ જાનીએ એસએમએસ કરેલી પંક્તિઓ. રચનાકારનું નામ ખબર નથી)