Posted in literature, terrorism

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી

(ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની સેવા કરવીની પેરોડી, મૂળ લખનારની માફી સાથે)

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી
ધ્યેય અમારું છે ક્રુરતા વિશ્વ મહીં એને આચરવી

સકળ જગતના બની શત્રુ વેર-ઝેર સહુમાં રેડું
એ જ ભાવનાના અનુયાયી બનવાને સહુને તેડું

નાત જાતના ભેદ અમોને હત્યા માટે નથી આભડતા
દેશવેશના શિષ્ટાચારો વિનાશ માટે નહિ નડતા

કટ્ટર બનીને જાનમાલની પરવા કદીએ ના કરીએ
અમ માલિકીનો દાવો સર્વ જગતમાં કરી ફરીએ

૭૨ હૂરની લાલચ જગાવી અસત્ય અલ્લાહ ને મદરેસિયે
જગત આખાને આંચ આવે એ વ્યવસાયો આચરીએ

દુર્ગુણ સ્તુતિ કરીએ સહુની નિંદાથી ન્યારા ન રહીએ
વ્યસનો ત્યજીએ દુર્ગણ સજીએ ટાપટીપ ખોટી ત્યજીએ

ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું ને વદવું
સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં ગજવા એ હિન્દને સ્મરવું

(ઇસ્લામી ત્રાસવાદીઓ સિવાય કોઈએ બંધબેસતી પાઘડી ન પહેરવી.)

Posted in literature

વરસાદી રોમાન્સ

બહાર મસ્ત વરસાદ વરસતો હતો. ઑફિસમાં દાળવડાની પાર્ટી કરી બધા રવાના થયા. આજે કામ ઓછું હતું. દાળવડાની લાલચ દિવ્યેશે જતી કરી હતી કેમ કે તે આવા મસ્ત રોમેન્ટિક વાતાવરણમાં પત્નીને સરપ્રાઇઝ આપવા માગતો હતો. ઘરે જઈને પત્નીને ભજિયા, ગોટા કે દાળવડા બનાવવાની ફરમાઇશ આપવાના બદલે પોતે જ લેતો જાય તો? એય ને ગરમાગરમ ચા સાથે ભજિયા, ગોટા ને દાળવડાની જ્યાફત ઉડાવશું. છોકરાઓ તો સ્કૂલે ગયા હશે.
આજ મૌસમ બડા બેઇમાન હૈ બડા…ગીત લલકારતો દિવ્યેશ બાઇક પર પલળતો પલળતો દુકાને પહોંચ્યો. દુકાન અને બાઇક વચ્ચે ગારો જામેલો હતો. એ ગારામાં જઈ કાદવવાળા બૂટ પહેરેલા દિવ્યેશે ઑર્ડર આપ્યો.
“સાહેબ, ગરમ જોઈતા હોય તો અડધો કલાક રાહ જોવી પડશે. તમારા પહેલાં આવેલા આ લોકો ક્યારના રાહ જોવે છે.” “વાંધો નહીં”. દિવ્યેશે કહ્યું ને એ વૉટ્સએપમાં આવેલા વરસાદના સુંદર ફોટા, રમણીય સુંદરીઓની તસવીર સાથે લખાયેલી કવિતા જોતો રહ્યો. તેનું મન ઘરે પહોંચવા તલપાપડ બન્યું. “લ્યો સાહેબ, આ ભજિયા, ગોટા ને દાળવડા.”
દિવ્યેશે બાઇક ચાલુ કરવા કિક મારી પણ વરસાદથી ભીની કિક છટકી ને પગે જોરદારની વાગી. દિવ્યેશને ઘડીકભર તમ્મર ચડી ગયા પણ “પિયા મિલન કો જાના”ની લગનીએ એ દર્દને નજરઅંદાજ કર્યું. ને કિક મારી બાઇક ભગાવી. પલળેલા રસ્તા પર બે વાર સ્લિપ થતાં બચ્યો. એક વાર તો સામેથી થોડી રોંગ સાઇડ આવતી કારથી બચવા એને પાણીમાં બાઇક ચલાવવી પડી જેથી એના છાંટા પણ પેન્ટને ઉડ્યા.
ઘરે પહોંચ્યો ત્યાં લિફ્ટ બંધ કારણકે પાણી ભરાઈ ગયું હતું! ચાર માળ દાદરા ચડીને પહોંચ્યો તોય એના મનમાંથી રોમાન્સની આશા ઓછી નહોતી થઈ. તરત તેણે બેલ વગાડી. બેલ બંધ હતી. પત્ની ક્યારેક ભૂલમાં બેલ બંધ કરતી ને પછી ચાલુ કરવાની ભૂલી જતી. એણે દરવાજો ખખડાવ્યો. જવાબ ન મળ્યો એટલે ફરી ખખડાવ્યો. એની સાથે જ…
“શું મંડી પડ્યા છો? આવું છું હવે…” એમ કહીને પત્નીએ દરવાજો ખોલ્યો ને હજુ દિવ્યેશ નાસ્તાની થેલી પત્નીને હાથમાં પકડાવી બૂટ બહાર જ કાઢવા જતો હતો ત્યાં એ થેલી લેવાના બદલે…
“ભાઇસાબ, બૂટ બહાર જ કાઢજો. પોતું કરીને દમ નીકળી જાય છે.” દિવ્યેશને ખબર હતી કે કામવાળી કચરાપોતા ને કપડા ધોઈ જાય છે.
દિવ્યેશે નાસ્તાની થેલી જાળીના આગળીયા પર ટીંગાડી. અને બૂટ કાઢ્યા. અને થેલી લઈ અંદર જાય ત્યાં
“આ શું? પેન્ટ તો જુઓ. કેવા છાંટા ઉડાડ્યા છે. પાણીથી તારવીને બાઇક ન ચલાવાય? કપડાં ધોતા નાકે દમ આવી જાય છે. અને અહીં જ ઊભા રહેજો. ટુવાલ આપું છું. આખું ઘર પાણી પાણી કરશો. પોતું કરીને..” અધૂરું વાક્ય દિવ્યેશે મનમાં પૂરું કર્યું.
ટુવાલથી તે થોડો કોરો થયો. હજુ પણ મનમાં આશા બચી હતી ત્યાં પત્નીએ કહ્યું:
“અને હા, સીધા બાથરૂમ જ જજો. ને બહાર નીકળી કપડાં નીચોવી સૂકવી દે જો. તમારે તો ઠીક છે. ઑફિસમાં હા હા હી હી કરવાની. વરસાદ પડે એટલે ગોટા ને ચાની જ્યાફત ઉડાવવાની. અરે હા, સારું યાદ આવ્યું. કહી દઉં છું…ભજિયા ગોટા કંઈ નહીં બને. ચણાનો લોટ ખલાસ થઈ ગયો છે. ને મારી કમર પણ દુખે છે…તમને શું ખબર? ઘરનાં કામ કરતાં દમ નીકળી જાય છે ”
ને દિવ્યેશના પગમાં સબાકો ઉપડ્યો જે હૃદય સુધી પહોંચ્યો.

Posted in literature

રોઈ રોઈને માથું કૂટે, વરસાદને પણ જો વાચા ફૂટે

રોઈ રોઈને માથું કૂટે, વરસાદને પણ જો વાચા ફૂટે
ધરા પર આવવું તો છે પણ આકાશનો કેમ સાથ છૂટે

નવી જગ્યાની મૂંઝવણ, ને જૂનું છૂટવાનો ડર
ઉપરથી નીચે આવતાં વચ્ચે મારો દમ બહુ ઘૂંટે

સહેલું નથી હોતું નવાને અપનાવવું આમ સાવ,
કેમ કરીને ગોઠવાશું ત્યાં, વિચારતાં રસ્તો કેમ ખૂટે

ધરતી સાથે મિલનની ઉત્કંઠા, એમાં સમાવાની ઈચ્છા
બહુરત્ન વસુંધરા પણ પ્રેમજવરથી ધગધગે

નીચે આવતાં બાળકનો અંગ્રેજી અવાજ સંભળાય
રેઇન રેઇન ગો અવે, લિટલ જોની વૉન્ટ્સ ટૂ પ્લે

કાર-રિક્ષા-સ્કૂટરસવાર-માતા-પિતા-બાળક સહુ કહે
અત્યારે નહીં પ્લીઝ, મેઘરાજા તું પછી આવજે

બોલો, પૃથ્વી પર બોલકા માનવી મને જાકારો દે
પશુ-પક્ષી, જગતના તાત ખેડૂતનું તો કોણ વિચારે

આ અબોલ લોકો તો ચાતક નજરે મારી રાહ જુવે
બીજાના જાકારાને ભૂલી આવું હું આ લોકો માટે

લ.તા.૧૮/૦૬/૧૬

Posted in hindu, literature, national

વાહ ભાઈ બુદ્ધિશાળી, જાત તમે દેખાડી

વાહ ભાઈ બુદ્ધિશાળી, જાત તમે દેખાડી
દેશના વડાનું નામ તમે, ગાળ દીધું પાડી

‘જંતરમંતર’ કર્યા ને, લીધી દિલ્લીની ગાદી
‘અસહિષ્ણુતા’ના નામે બિહારની સત્તા બથાવી

ગુજરાત ન જીરવાયું, અનામત તમે સળગાવી
દેશભક્ત જાતિને ઉશ્કેરી દેશદ્રોહી બનાવી

‘ખાન’ ‘ગુલામ’ તમારા, કરતા વાતો ખોટી
દેશમાં કમાણા, કીર્તિ મેળવી તે બધું ધૂળધાણી

હિન્દુ-મુસ્લિમ, સવર્ણ-દલિત, ભાગ દીધા પાડી
સંતોષ નથી હજુ, આર્ય-દ્રવિડની વાત માંડી

એક ઇખલાક ને મોતે એવોર્ડ પાછા આપી
હજારો પંડિતો ને શીખની વેદના ન દેખાણી

આઝાને રેલી રોકી પણ બીફની ટેવ ન બદલાવી
ખાઈ બીફ જાહેરમાં, લાગણી અમારી દુભાવી

ત્રાસવાદીનો ન ધર્મ કોઈ, વાત તમે સમજાવી
દાદરી તણી ઘટનામાં હિન્દુ દેખાયા ત્રાસવાદી

ઉર્દૂ બોલો તો શુભાનઅલ્લાહ સંસ્કૃતે મશ્કરી
ટોપી એ તહઝિબ ને તિલક ને ગણો રૂઢિવાદી

ધર્મ તમારો એક માત્ર, હિન્દુની ટીકા કરવી
પહેલાં અટલજી, અડવાણી ને ઝપટે હવે મોદી

હટાવવા મોદીને તમે માગો મદદ પાકિસ્તાની
અમે ક્યાં જઈયે, એક દેશ અમારો હિન્દુસ્થાની

લખ્યા તારીખ: ૨૮/૧૧/૧૫, શનિવાર

Posted in gujarat, literature, satire, society

ચાલો સમાજ સમાજ રમીએ

બેએક મહિનાથી ગુજરાતમાં પટેલોના અનામત આંદોલન, ખાસ કરીને હાર્દિક પટેલના વલણથી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના પર મારી એક રચના.

poem on patel anamat andolan-reservation agitation-page-001

 

Posted in gujarat guardian, literature, television

ના આ હસવાની વાત નથી, હાસ્ય કવિ પણ અભિનય કરે છે!

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિટોક’ કૉલમમાં તા. ૧૮/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)

એવું કહેવાય છે કે કવિને ત્યાં ખાવાના ફાંફા હોય, પણ સંભળાવવા માટે કવિતા ભરપૂર હોય. કવિ હંમેશાં ગરીબ હોય. કુર્તા-પાયજામામાં હોય, ખભે થેલો લટકાવેલો હોય. ટૂંકમાં સરસ્વતીના ભરપૂર આશીર્વાદ હોય પરંતુ લક્ષ્મીજી કુપિત હોય.

જોકે આ જૂના જમાનાની વાત હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કવિઓને સારા એવા પૈસા અને પ્રસિદ્ધિ મળવા લાગ્યા છે, થેંક્સ ટૂ ટીવી. જો તમે ૩૦થી ઉપરની ઉંમરના હશો તો તમને હોળી વખતે આવતા હાસ્ય કવિ સંમેલન યાદ હશે. તેમાં શૈલ ચતુર્વેદી, અશોક ચક્રધર, શરદ જોશી, કાકા હાથરસી વગેરે યાદ હશે.

તમે નવી પેઢીના હશો તો બેએક વર્ષ પહેલાં સબ ટીવી પર એક કાર્યક્રમ આવેલો તે યાદ હશે- વાહ વાહ ક્યા બાત હૈ. આ કાર્યક્રમનું સોની પલ પર પુનઃપ્રસારણ થાય છે. (દરેક ચેનલોની એવી ભગિની ચેનલો હોય જ છે, જેના પર તે ચેનલના જૂના કાર્યક્રમો દર્શાવાય, જેમ કે, સ્ટાર પ્લસની સ્ટાર ઉત્સવ, ઝીની ઝી અનમોલ, સોની-સબની સોની પલ, કલર્સની રિશ્તે…) આ ‘વાહ વાહ ક્યા બાત હૈ’નું સંચાલન શૈલેષ લોઢા- નેહા મહેતા (‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના તારક  મહેતા અને અંજલી) સાથે કરતાં.

અને તમને એ પણ યાદ હશે કે ૨૦૦૬ની આસપાસ સ્ટાર વન (જેનું નામ બાદમાં લાઇફ ઓકે કરી નખાયું) તેના પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ નામનો શો આવતો હતો. તેમાં બીજા બધા ઉપરાંત અહેસાન કુરૈશી તેની હાસ્ય કવિતા (કવિતા કહેવાય કે નહીં તે એક સવાલ છે) અને તેના વાળના અને મોઢાના ઝટકાના તેમજ બોલવાના લહેકાના કારણે પ્રચલિત થયા હતા.

તમને થશે કે આ કૉલમ તો ટેલિવિઝનની છે, તેમાં કવિઓની વાત શા માટે? અરે ભાઈ! હજુ ન સમજાયું? આમાંથી મોટા ભાગના વચ્ચે, તેઓ કવિ હોવા સિવાય, બીજી એક વાત સામાન્ય છે. તેઓ બધા ટીવી સિરિયલો સાથે સંકળાયેલા છે. યાદ આવી ગયું? હજુ યાદ ન આવ્યું? ચાલો, એક-એક કલાકાર વિશે વાત કરીએ એટલે યાદ આવતું જશે.

શરદ જોશી એટલે હિન્દીના ધૂરંધર કવિ. તેમની કવિતાઓમાં હાસ્ય જેટલું જ વ્યંગ પણ હોય. તેઓ કવિ હોવા ઉપરાંત લેખક, વ્યંગકાર, સંવાદલેખક, કથા લેખક હતા. તેમનું પ્રદાન ટીવી ક્ષેત્રે ઘણું છે. ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ કોમેડી સિરિયલ કહી શકાય તેવી ‘યે જો હૈ ઝિંદગી’ના લેખક તેઓ હતા. તેમણે  ‘વિક્રમ ઔર બૈતાલ’, શેખર સુમન અને કિરણ જુનેજાની રોમેન્ટિક કોમેડી સિરિયલ ‘વાહ જનાબ’ સિરિયલો લખેલી. તેમનું નિધન ૧૯૯૧માં થઈ ગયેલું પરંતુ તેમના સર્જન પર બેએક વર્ષ પહેલાં સબ ટીવી પર નિર્માતા-નિર્દેશક અશ્વિની ધીરે ‘લાપતાગંજ’ સિરિયલ અને અજય દેવગન, કોંકણા સેન શર્મા અભિનિત ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મ બનાવી હતી.

આવા કવિઓ અભિનેતા બને ત્યારે તેમને જોઈને એવું કહેવાનું મન ન થાય કે ‘તુમ કબ જાઓગે?’. શૈલ ચતુર્વેદીની જ વાત કરીએ તો તેમણે માત્ર સિરિયલો જ નહીં, પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જેમ હિન્દી ફિલ્મોમાં સલીમ-જાવેદ સૌથી સફળ લેખકમાંના એક ગણાય છે તે જ રીતે મનોહર શ્યામ જોશી પણ ટેલિવિઝન ખાતે સૌથી સફળ લેખક પૈકીના એક નિઃશંક કહી શકાય. દૂરદર્શનના (અને ટીવીના પણ) શરૂઆતના તબક્કામાં સફળ ધારાવાહિકો પૈકી ઘણા ખરા મનોહર શ્યામ જોશીએ લખ્યા હતા. નામ નોંધવા હોય તો નોંધી લો:  હમ લોગ, બુનિયાદ, મુંગેરીલાલ કે હસીન સપને, હમરાહી, ઝમીન આસમાન, ગાથા. અરે એક નામ તો રહી જ ગયું. ‘કક્કાજી કહીન’.

તમે કહેશો કે આ ‘કક્કાજી કહીન’ પેલી ઓમ પુરીવાળી તો નહીં જેમાં ઓમ પુરી નેતા હોય છે અને મોટા અવાજે (‘યમ હૈ હમ’ના યમરાજા-ચિત્રગુપ્ત યાદ આવી જાય તેવું) અટ્ટહાસ્ય કરે છે? તો હું કહીશ, ‘સહી પકડે હૈં’. આ ‘કક્કાજી કહીન’ રાજકારણીઓ પર વ્યંગવાળી સિરિયલ હતી. તેમાં નેતાનું પાત્ર શૈલ ચતુર્વેદી નામના દૂરદર્શનના હોળી નિમિત્તે હાસ્ય કવિ સંમેલનમાં અચૂક જોવા મળતા હાસ્ય કવિ ભજવતા હતા. આ શૈલ ચતુર્વેદીની વ્યંગ રચના પણ જોઈએ. તેમણે ‘બાઝાર કા યે હાલ હૈ’ કવિતામાં લખેલું:

કિતાબવાલા કહેતા હૈ-

ક્યા કહા?પ્રેમચંદ કા ગોદાન?

યે કિતાબો કી દુકાન હૈ

કિસી ભી ગૌશાલા મેં જાઈયે શ્રીમાન

યહ નામ તો હમને પહલી બાર સુના હૈ

આપને ભી કૌન સા ઉપન્યાસ ચુના હૈ

હમ તો પ્રેમકથાયેં બેચકર બૂઢોં કો જવાન કર રહે હૈં

મામૂલી દુકાનદાર હૈ લેકિન રાષ્ટ્રીય ચરિત્ર કા નિર્માણ કર રહે હૈ

શૈલ ચતુર્વેદીએ ‘કક્કાજી કહીન’ ઉપરાંત ‘બ્યોમકેશ બક્ષી’, ‘ઝબાન સંભાલ કે’ અને ‘શ્રીમાન શ્રીમતી’ (ભાભીજી ઘર પે હૈનું જૂનું વર્ઝન)માં અભિનય કર્યો હતો તો ‘ઉપહાર’, ‘ચિતચોર’, ‘ચમેલી કી શાદી’, ‘નરસિંહા’, ‘ધનવાન’ અને ‘કરીબ’ જેવી ફિલ્મો પણ કરી હતી.

શૈલ ચતુર્વેદી જે સમયમાં હાસ્ય કવિ સંમેલનોમાં આવતા તે વખતે એક બીજા કવિ પણ હતા – અશોક ચક્રધર. તેમની હાસ્ય કવિતાઓ પણ સારી હતી. તેમના શ્લેષ અલંકાર પણ યાદગાર હતા. તેઓ ઝી ન્યૂઝ પર ૧૯૯૮ વખતે ચૂંટણીને લગતા હાસ્ય કાર્યક્રમનું એન્કરિંગ કરતા હતા. તેમણે ચૂંટણીને લગતા સમાચારોને પાનના ગલ્લા જેવા ગણાવતા શ્લેષ (અંગ્રેજીમાં પન) કરેલો કે ચુનાવ કથા ઐસી હૈ જૈસે ચૂના વ કથ્થા.

આ અશોક ચક્રધરનું જોકે અભિનેતા તરીકે બિલકુલ અલગ રૂપ સોની ટીવી પર આવેલી ‘છોટી સી આશા’ સિરિયલમાં જોવા મળેલું. તેમાં તેઓ લાગણીશીલ દેખાયા હતા. જો ભૂલતો ન હોઉં તો મોટા ભાગે તેઓ ત્રણ બાળકોના દાદા હતા, જેમનો દીકરો ગુજરી જાય છે. પછી તેમની પુત્રવધૂ પોતાનાં બાળકોને અલગ-અલગ લોકોને દત્તક દઈ દે છે. સુપરહિટ ‘એક દૂજે કે લિયે’ બનાવનાર જાણીતા તમિલ નિર્દેશક કે. બાલાચંદર આ સિરિયલના નિર્દેશક હતા.

જેમ ૩૦થી ઉપરની ઉંમરની પેઢી ‘હમલોગ’ સિરિયલમાં અંતે અશોકકુમાર આવતા તેની મિમિક્રી (છન્ન પકૈયા છન્ન પકૈયા) કે તે વાતો યાદ કરે છે તે જ રીતે વર્ષો પછી જ્યારે લોકો આજના સમયને યાદ કરતા હશે, ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લે શૈલેષ લોઢાના સૂત્રધાર તરીકેના કામને યાદ કરશે. તેમની ઝડપથી બોલવાની સ્ટાઇલ, હંગામે તો બહોત હોંગે, લેકિન આપ કે ઘર મેં ઠહાકે ગૂંજેંગે, દેખતે રહિયે મેરે સાથ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા..આ બધું યાદ કરાશે. શૈલેષ લોઢા અભિનેતા બન્યા તે પહેલાં તેઓ કવિ તરીકે ઘણી નામના મેળવી ચુક્યા હતા. તેમને એક હાસ્ય કવિ સંમેલનનું સંચાલન કરતા જોઈ સબ ટીવી (જ્યારે તેને સોની નેટવર્કે ખરીદી નહોતી અને અધિકારી બ્રધર્સની માલિકીની હતી) પર ‘વાહ વાહ’ નામના કવિઓના કાર્યક્રમનું સંચાલન કરવા કહ્યું. તે પછી તો ‘તારક મહેતા…’ સિરિયલ મળી અને પછી તો એ જ નેહા મહેતા સાથે ‘વાહ વાહ ક્યા બાત હૈ’માં એન્કરિંગ પણ કર્યું. તેમાંય બ્રેક લેવાની તેમની સ્ટાઇલ જાણીતી બની હતી. હમ દેતે હૈ અગલે કવિ કા અભી નામ, લેકિન ઈસ વક્ત એક અલ્પવિરામ…

ઉપર વાત કરી તેમ સ્ટાઇલના મામલે અહેસાન કુરૈશી પણ જાણીતા બન્યા. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં તેમની સ્ટાઇલ અને તેમની કહેવાતી હાસ્ય કવિતાએ નિર્ણાયકો શેખર સુમન અને નવજોતસિંહ સિદ્ધુને જ નહીં, એ કાર્યક્રમ જોતા ઘણા ખરા દર્શકોને પેટ પકડીને હસાવ્યા. અહેસાન કુરૈશી મૂળ તો શિક્ષક હતા. પણ આ કાર્યક્રમે તેમના માટે એક નવી ક્ષિતિજ ઉઘાડી દીધી અને પછી તો તેમની ગાડી નિકલ પડી. તેમણે ‘બિગ બોસ’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો. ‘બોમ્બે ટૂ ગોવા’ (મહેમૂદવાળી નહીં, સુનીલ પાલવાળી) અને થોડા મહિનાઓ પહેલાં આવેલી ‘એક પહેલી લીલા’માં માનસિંહનું પાત્ર ભજવ્યું અને હવે સબ ટીવી પર આવતી ‘હમ આપ કે ઘર મેં રહતે હૈં’માં પ્રોફેસર ત્રિપાઠીની ભૂમિકા ભજવી રહ્યા છે. દેખો મૈં પહેલે હી બતા દેતા હૂં આપ મુઝે સી..ઇઇરિયસલ  લીજિયે….અને ગધા કહીં કા…ચલ સોરી બોલ…આ તકિયાકલામ સાથે તેમનો અભિનય લોકોને બહુ હસાવે છે.