મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ

(અભિયાન સામયિકના તા.૧૬/૯/૧૭ના અંકમાં પ્રસિદ્ધ લેખ) રાજકારણ એ ખાંડાની ધાર પર ચાલવાનું કામ છે અને તેમાંય ખાસ કરીને સરકાર ચલાવવી. સરકાર ચલાવતી વખતે સારું શાસન પણ આપવાનું હોય અને સાથે રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવા પડે. ગત ત્રણ સપ્ટેમ્બર ને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં આ બંને બાબતે ફરી એક વાર … Continue reading મોદીનું નવું મંત્રીમંડળ: ૨૦૨૪ માટેની ઊર્જાથી ભરપૂર લાયક યુવા ટીમની ભેટ

Advertisements

સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં તા. ૨૨/૫/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.) નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ … Continue reading સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!

નરેન્દ્ર મોદી સરકારને બે વર્ષ પૂરાં થયાં તેની આજે ઉજવણી કરાઈ રહી છે. ટ્વિટર પર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયાના નામે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. મોદી સરકારના પ્રધાનો ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સહારનપુરમાં જંગી સભા કરીને પોતાના કામકાજની વિગતો આપી હતી. પરંતુ હજુ પણ ઘણી એવી બાબતો અને વાયદાઓ છે … Continue reading મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં!

નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા

'ઉહૂં...હું નહીં આવું' 'એમ ન કરાય પપ્પા, આપણે ઘરે પ્રસંગ હોય, મારાં દીકરાના, આપણા નરેન્દ્રનાં લગ્ન હોય ને તમે આવું કરો તે કેમ ચાલે?' 'એક વાર કીધું ને કે નહીં આવું.' 'પપ્પા માની જાવ ને.' 'ના.' 'પપ્પા...' 'ના...' 'પણ પપ્પા, તમે આવા સમયે મારા પિતરાઈના ઘરે રહો તે કેમ ચાલે? સમાજ શું કહે?' '....' 'આપણે … Continue reading નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા

નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી : શીતયુદ્ધના યૌદ્ધાઓની તુલના

હમણાં હમણાં ભાજપના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીતયુદ્ધની ચર્ચા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી સંજય જોશીને મોદીના ઈશારે ગડકરીને કાઢવા પડ્યા હોવાની વાત આવી. તો ભાજપના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ ગડકરી સામે ભ્રષ્ટાચારના આરોપો માટે ઝુંબેશ ચલાવી ગડકરીનું રાજીનામું માગ્યું. મોદીને વડા પ્રધાનના સબળ ઉમેદવાર ગણાવ્યા. જેઠમલાણીની આ ઝુંબેશ પાછળ મોદીનો દોરી … Continue reading નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી : શીતયુદ્ધના યૌદ્ધાઓની તુલના

માત્ર ડાબેરી જ નહીં, હવે કોઈ વિચારધારા બચી નથી

તાજેતરમાં પ. બંગાળ અને કેરળમાં ડાબેરીઓના પરાજય સાથે સામ્યવાદના અંતની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે એક વાત તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે અને તે એ કે માત્ર સામ્યવાદની જ નહીં, બધી જ વિચારધારાઓ ખતમ થઈ રહી છે અને માત્ર મૂડીવાદ અથવા તો કહો કે પોતાના સ્વાર્થને યેનકેન પ્રકારેણ પૂરો કરવાની વૃત્તિ – વિચારધારાએ … Continue reading માત્ર ડાબેરી જ નહીં, હવે કોઈ વિચારધારા બચી નથી

મનમોહના બડે સચ્ચે

ભાજપમાં જે ડખ્ખા ચાલી રહ્યા છે તે ખરેખર તો કૉંગ્રેસ માટે આનંદની વાત ગણાય, પણ ખરી લોકશાહીમાં, ખેલદિલી હોવી જોઈએ. અને તે વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે બતાવી છે, ભલે તેમના પર ગત લોકસભાની ચૂંટણીમાં માછલા ધોવાયા હોય અને તેમને 'નિકમ્મા' કહેવાયા હોય. તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદને તેનો આંતરિક વિવાદ ગણાવ્યો છે અને કહ્યું છે … Continue reading મનમોહના બડે સચ્ચે