short story

ચોર કોમનો મોરચો : અમારી કોમને જ કેમ નિશાન બનાવાય છે?

આજે તેમનો મોરચો નીકળ્યો હતો.

 

તેમની માગણી હતી કે તેમની જ કોમ (કોમનો અર્થ જ્ઞાતિ પણ થાય તે જાણ ખાતર)માંથી ચોરને કેમ પકડવામાં આવે છે? આ તેમની કોમને બદનામ કરવાનું એક ષડયંત્ર છે. પોલીસ તેમની સાથે કિન્નાખોરી દાખવી રહી છે. જો તેમની કોમમાંથી ચોરને પકડવામાં આવે તો વેપારી ગણાતી કોમમાંથી પણ ચોરને પકડવા જોઈએ તેવી તેમની માગણી હતી.

  

તેમના આ મોરચામાં સેક્યુલરો, કર્મશીલો, માનવાધિકારવાળા, અંગ્રેજી મિડિયાના પત્રકારો, સમાચાર ચેનલોના સંવાદદાતાઓ બધા જ જોડાયા હતા.

 

આપણે ત્યાં ખાનગીમાં કેટલીક ખાસ કોમને ચોરી સાથે સાંકળીને વાત કરવાનો રિવાજ છે. પરંતુ આજે આ કોમનો મોરચો નીકળ્યો હતો.

 

આ સમાચારનું ટીવીની પરસો તક, નો એન્ડ ટીવી, ઇન્ડિયા બદનામ ટીવી, આઇએમસમથિંગ ટીવી બધા પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. જે લોકો આ મોરચામાં સદેહે ઉપસ્થિત નહોતા રહી શકે તેમ (કારણકે ઘરડા થઈ ગયા હતા) તેમને ટીવી પર જીવંત ચર્ચા માટે બેસાડવામાં આવ્યા હતા. એક બૂઢ્ઢા ખુસડ કર્મશીલ જે હંમેશા સફેદ ઝભ્ભામાં જ જોવા મળતા હતા, તેઓ બોલી રહ્યા હતા, યે સરાસર નાઇન્સાફી હૈ. તરત જ પત્રકારે પૂછ્યું, સર યે નાઇન્સાફી ક્યા હોતી હૈ?”

 

પેલા મહાશયે સમજાવ્યું, ઇન્જસ્ટિસ. માય સન.તેમના ગળામાં લટકતા પ્લસની નિશાનીવાળા ચેઇનને તેમણે આ સાથે જ છુપાવી દીધો. ક્યાંક ટીવીના કેમેરામાં દેખાઈ ન જાય.

 

પત્રકારે પૂછ્યું, ક્યા વજહ હૈ? આપ ઐસા ક્યૂં માનતે હૈ કિ યે નાઇ…સોરી ઇનજસ્ટિસ હૈ?”

 

પત્રકારનો સાઇડબિઝનેસ કરતા પેલા બૂઢ્ઢા કર્મશીલ બોલ્યા, અન્યાય જ છે ને. ચોરને પકડ્યો જ કેમ? સિપાહીને પૂરવો જોઈએ. પોલીસનો આ અત્યાચાર છે. ચોરી તો કોણ નથી કરતું? તમે પણ કરો છો, હું પણ…પોતાનાથી બફાઈ જતું હોય તેમ લાગતા મહાશય અટકી ગયા.

 

પત્રકારે પણ પોતાના ચેનલપ્રકારના પત્રકારત્વને ખુલ્લું પડી ન જાય તે માટે મોરચાના સમાચાર તરફ ધ્યાન દોર્યું. મોરચાએ રાષ્ટ્રપતિને નિવેદન આપ્યું. તરત જ સરકારમાં રહેલા આ જ કોમના પરંતુ જાહેરમાં પોતાને બીજી કોમના ગણાવતા સંસાધન મંત્રીએ વ્હીલચેરમાં આવીને જાહેર કર્યું કે આ ચોર તરીકે ખપાવાતી કોમના અપરાધી જેમને ચોર ગણી પકડી લેવાય છે તેમને પોતાનો કેસ લડવા વકીલ રોકવા સરકાર પૈસા આપશે. તેમની આ જાહેરાતને ઉપસ્થિત કર્મશીલો, સેક્યુલરો, ચેનલિયા પત્રકારો બધાએ તેર તાળીથી વધાવી લીધી (આમ તો તાળી પાડવાનો જ તેમનો મુખ્ય વ્યવસાય હતો) .

 

આ સમાચારનું જીવંત પ્રસારણ જોઈ રહેલા તમામ બળાત્કારી પુરુષોએ પોતાનો મોરચો બનાવ્યો. તેમની બેઠક મળી. તેમણે પણ નક્કી કર્યું કે કર્મશીલો, સેક્યુલરો, ચેનલિયા પત્રકારો બધાને મળીને તેમને હાજર રાખીને આવો જ એક મોરચો કાઢવો. બે ચારે તો તાળી પાડીને ગંદો ઈશારો કર્યો કે હવે આપણે સરળતાથી વધુ બળાત્કાર કરી શકીશું.

 

ચોર કોમના મોરચાના સમાચાર પૈસાદારોને જ લૂંટતા લૂંટારુઓ પણ જોઈ રહ્યા હતા. તેમાંના એકે સૂચન મૂક્યું, આપણે પણ આવો મોરચો કાઢીએ તો કેમ?”

 

તેના સિવાયના બીજા બધા એક અવાજે બોલી ઊઠ્યા, યાર, આપણે મર્દ છીએ. પકડાઈએ જ નહીં. પકડાઈએ તો સજા ભોગવી લેવાની.

Advertisements