છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

જયવંતની જે બ્બાત ગુજરાતમાં ધો.૧૨ ના અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો વળ્યો છે. સીતાજીનું અપહરણ રાવણે નહીં પરંતુ શ્રી રામે કર્યું હતું તેવો જનમાનસમાં સંદેશો પહોંચ્યો છે, પણ આવી વાત નથી. બન્યું એવું કે સીતાજીના પરિત્યાગ વેળા સીતાજી લક્ષ્મણને પ્રભુ શ્રી રામ માટે સંદેશો આપે છે. કવિ કાલીદાસના રઘુવંશની વાત કરતી વખતે પાઠ્યપુસ્તકમાં લખાયું છે, … Continue reading છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્લીના વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જનવિ અથવા જેએનયુ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આ કાર્યક્રમ માટે પૉસ્ટર લાગ્યાં તેમાં વર્ષ ૨૦૦૧ના ડિસેમ્બરમાં સંસદ પર હુમલાના મુખ્ય સૂત્રધાર અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩ની ૯ ફેબ્રુઆરીએ જ ફાંસી અપાઈ … Continue reading દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

ઈશુના નવા વર્ષની શરૂઆત હતી. બધા ખુશમિજાજમાં હતા. હજુ તો ૭ ડિસેમ્બરે બેંગકોકમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અનુક્રમે અજિત ડોવાલ અને નાસીર ખાન જાંજુઆ વચ્ચે મંત્રણાઓ થઈ હતી. હજુ તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ૮ ડિસેમ્બરે ‘હાર્ટ ઑફ એશિયા’ નામની અફઘાનિસ્તાન અને તેના પાડોશી દેશો અંગેની પરિષદમાં ભાગ લેવા પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ ગયાં … Continue reading પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

(ભાગ-૮) મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના … Continue reading કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ