જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

Advertisements

ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

(અભિયાન, તા.૦૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળી ત્યારે તેમને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવનારા વિદેશી વડા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતાનયાહુ હતા. તો આ અંક તમારા હાથમાં આવશે તેના ચાર દિવસમાં એટલે કે ૪ જુલાઈએ મોદી ઈઝરાયેલમાં હશે અને આ રીતે ઈઝરાયેલની પ્રથમ મુલાકાત લેનારા પણ તેઓ ભારતના પહેલા વડા પ્રધાન … Continue reading ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ

(ભાગ-૧) આજે ૩૧ ડિસેમ્બર! ઇટ, ડ્રિન્ક એન્ડ બી મેરીનો દિવસ, ખાસ કરીને રાત! આમ તો આ તહેવાર પુરુષોને માટે વધુ આનંદદાયક પરંતુ ગત ૨૨ ડિસેમ્બરની રાત્રે વડોદરામાં ‘અખંડ’ સૌભાગ્યવતી બનાવવાની પ્રક્રિયામાં ‘અખંડ ફાર્મ’માં દારૂની મોજમજા માણી રહેલા લોકો પર પોલીસનો દરોડો પડ્યો તેમાં જે સંખ્યામાં મહિલાઓ પકડાઈ છે (બાત સજદોં કી નહીં નિયત કી હૈ, … Continue reading ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ

નવું વર્ષ ક્યારે? કાલે? કે ચૈત્ર સુદ એકમે? કે ૧ જાન્યુઆરીએ?

(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૩૦/૧૦/૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ થયો) તમારા કબાટના ચોર ખાનામાં ૧૦૦૦ની નોટોનું બંડલ છે પણ તમને ખબર નથી. અને તમે સામેવાળાની સંપત્તિ જોઈને ખુશ થાવ છો. તમે સરસ મજાનાં કપડાંથી સુસજ્જ છો પરંતુ કોઈ નાગુફૂગું ટેણિયું તમને કહી જાય છે કે તમે તો ગંદા છો. આવી જ … Continue reading નવું વર્ષ ક્યારે? કાલે? કે ચૈત્ર સુદ એકમે? કે ૧ જાન્યુઆરીએ?

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને? જવાબ છે: ‘પીકે’ જેવી. ‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો … Continue reading ‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કેનેડામાં ખ્રિસ્તી પછી સૌથી વધુ આદરપાત્ર ધર્મ હિન્દુ

યાહૂ (http://in.news.yahoo.com/43/20090424/890/twl-canadians-view-hinduism-positively-n.html)પર એક સમાચાર  વાંચવા મળ્યા. એટલે મન ‘યાહૂ’ પોકારી ઉઠ્યું. જોકે  વિદેશમાં અવારનવાર સર્વે થતા હોય છે. અને તેમાંના ઘણા ‘સ્પૉન્સર્ડ’ હોય છે એ પણ એક તથ્ય છે. એટલે સર્વેક્ષણના આ સમાચારને સાચા માનવા કે ન માનવા તે બ્લોગવાચકોની મરજી પર છોડું છું અને કોઈ ટિપ્પણી વગર આ સમાચાર જેમના તેમ એટલા માટે પ્રસ્તુત … Continue reading કેનેડામાં ખ્રિસ્તી પછી સૌથી વધુ આદરપાત્ર ધર્મ હિન્દુ