૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

સબ હેડિંગ: કૉંગ્રેસની ઇકોસિસ્ટમ કદાચ ઇવીએમ, મોદી દ્વારા માર્કેટિંગ, પ્રચાર વગેરે અનેક બાબતો એવી આગળ ધરે છે. પરંતુ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિત ભાજપની ટીમે જે આયોજનપૂર્વકનો પરિશ્રમ કર્યો છે તે અતુલનીય છે…આ અભૂતપૂર્વ વિજય માટે સંસદને નમન અને શપથ સમારંભમાં સાર્ક દેશોના વડાઓની હાજરીથી લઈ … Continue reading ૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

Advertisements

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની મનપા ચૂંટણી થઈ. હિન્દુ વિરોધી મિડિયાએ આ ચૂંટણી જાણે આખા દેશની લોકસભા ચૂંટણી હોય તેવો માહોલ સર્જ્યો હતો. હિન્દુત્વવાદી બે પક્ષો શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટતાં હિન્દુ વિરોધી મિડિયાને જલસો પડી ગયો હતો. કોંગ્રેસ સરકાર વખતે કસાબ અને અફઝલ ગુરુ વિશે કોંગ્રેસની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢતા બાલ ઠાકરેનાં નિવેદનો મિડિયામાં સેકન્ડ … Continue reading મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૯/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ભારતમાં વ્યક્તિવાદ ખૂબ જ પ્રચલિત છે. સારું કામ કરનારની અતિ પ્રશંસા થવા લાગે અને ખરાબ કામ કરનાર વ્યક્તિની ખૂબ જ ટીકા થવા લાગે. શ્રીકૃષ્ણથી લઈને બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો પરંતુ એ આપણને પસંદ નથી પડતો. અત્યારે નવાઝ શરીફ અને હાફીઝ સઈદને ભારતના … Continue reading નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!

કાશ્મીરની જેમ બલોચિસ્તાન અંગે પણ નહેરુની ભૂલ નડી ગઈ?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૨૧/૦૮/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ ઑગસ્ટે કાશ્મીર પર બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સ્પષ્ટ કહી દીધું કે હવે સમય આવી ગયો છે કે બલોચિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારોને ખુલ્લા પાડવામાં આવે. મોદીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યો કે તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના … Continue reading કાશ્મીરની જેમ બલોચિસ્તાન અંગે પણ નહેરુની ભૂલ નડી ગઈ?

અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

  “કોમરેડ, મિત્રો અને સાથી કાર્યકરો, આજે બપોરે હું જે બોલવાનો છું તેના માટે તમારા રસ અને તમારા સમર્પણની પ્રશંસા કરું છું. મજૂરો માટે બોલવું, જે લોકો પરિશ્રમ કરે છે તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે વિનંતી કરવી; શ્રમિક વર્ગની સેવા કરવી એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત રહી છે. હું હમણાં જ એ … Continue reading અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્લીના વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જનવિ અથવા જેએનયુ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આ કાર્યક્રમ માટે પૉસ્ટર લાગ્યાં તેમાં વર્ષ ૨૦૦૧ના ડિસેમ્બરમાં સંસદ પર હુમલાના મુખ્ય સૂત્રધાર અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩ની ૯ ફેબ્રુઆરીએ જ ફાંસી અપાઈ … Continue reading દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!