હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!

ભાજપે મહેબૂબા મુફ્તીના પીડીપી પક્ષને ટેકો પાછો ખેંચી લીધો. કારણ આપ્યું કે ત્રાસવાદની ઘટનાઓ, કટ્ટરવાદિતાની ઘટનાઓ વધી ગઈ હતી. કારણ ગળે ઉતરે તેવું નથી. મહેબૂબા મુફ્તીએ રમઝાનમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ કર્યો, પણ સ્વીકાર્યો કોણે? મોદી સરકારે! પથ્થરબાજોને ભટકેલા યુવાનો કોણે કહ્યા? રાજનાથસિંહ, ગૃહ પ્રધાને! તમારે ટેકો પાછો ખેંચવો જ હતો તો ૨૦૧૫માં કાશ્મીરી પંડિતોને વસાવવાની વાત … Continue reading હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!

અમેરિકામાં ફેમિનિઝમ અને સેક્સ ક્રાંતિનો પ્રણેતા- કલ્ચરલ ટેરરિઝમ વાદ!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૧૦/૬/૧૮) (ગત અંકથી ચાલુ) (લેખાંક-૧ વાંચવા ક્લિક કરો: https://jaywantpandya.wordpress.com/2018/06/03/hina-khan-priyanka-chopra-cultural-terrorism/) ગયા રવિવારે આપણે હીના ખાન, પ્રિયંકા ચોપરા, ઇંગ્લેન્ડમાં નારીવાદીઓ પુરુષોના હોજમાં તરણ કરવા ઘૂસી ગઈ વગેરે ઉદાહરણો જોયાં અને તે પછી એ પણ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં મજૂર વર્ગ બુર્જુઆ (મૂડીવાદી મધ્યમ વર્ગ) સામે સંઘર્ષે ન ચડ્યો એટલે … Continue reading અમેરિકામાં ફેમિનિઝમ અને સેક્સ ક્રાંતિનો પ્રણેતા- કલ્ચરલ ટેરરિઝમ વાદ!

હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૩/૬/૧૮) (કલ્ચરલ ટેરરિઝમ- લેખાંક-૧) તાજેતરમાં ચાર ઘટનાઓ ધ્યાન દેવા લાયક બની. ત્રણ ઘટનાઓમાં કેન્દ્રમાં મહિલા હતી. એક આપણે ત્યાં, બીજી બાંગ્લાદેશમાં અને ત્રીજી ઇંગ્લેન્ડમાં. આપણે ત્યાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની નાયિકા અક્ષરા બનેલી હીના ખાને તાજેતરમાં પોતાના ફૉટો શૂટ કરેલી તસવીર અને વિડિયો મૂક્યા. આનાથી સૉશિયલ મિડિયા પર કેટલાક … Continue reading હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૩/૫/૧૮) કર્ણાટકની ચૂંટણીની સાથેસાથે એક વિવાદ સર્જાયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જનરલો સાથે પ્રથમ વડા પ્રધાન નહેરુએ કરેલા વર્તનની વાત ઊછાળી. કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો. કૉંગ્રેસના વિરોધને શેખર ગુપ્તા જેવા પત્રકારે પીઠબળ પૂરું પાડ્યું. નહેરુ-ગાંધી પરિવાર કેન્દ્રિત કૉંગ્રેસ તો લાલબહાદુર શાસ્ત્રીને ભૂલાવી દેવા માગતી હોય તે સ્વાભાવિક છે, પરંતુ … Continue reading નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

જાત ન પૂછો પીડિતોં કી

ઉન્નાવ (https://www.indiatoday.in/india/story/what-is-unnao-rape-case-and-why-cbi-is-probing-it-1211230-2018-04-13) હોય કે કઠુઆ, આરોપીઓ હિન્દુ હોય કે મુસ્લિમ, સજા થવી જ જોઈએ, પરંતુ આપણે ત્યાં ગુનામાં આરોપી અને પીડિત કયા રાજકીય પક્ષના છે, કયા પંથના છે કે કઈ જ્ઞાતિના છે તેના આધારે જ હોબાળો મચે છે. આપણે સજ્જન વિરુદ્ધ દુર્જન એ રીતે વિચારીને હોબાળો મચાવતા નથી. આપણે અખલાકના મૃત્યુ વખતે હોબાળો મચાવીએ જે … Continue reading જાત ન પૂછો પીડિતોં કી