ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

(મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિની 'ધારો કે' કૉલમમાં તા.૨૦/૭/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯થી ૧૯૪૫ના સમયમાં લડાયું. આ યુદ્ધમાં એક તરફે જર્મની, ઈટાલી અને જાપાન, બલ્ગેરિયા, હંગેરી, રોમાનિયા અને થાઇલેન્ડ હતા તો બીજી તરફ, રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા હતા. આ યુદ્ધનું પરિણામ સૌ જાણે છે … Continue reading ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

આદેશ શ્રીવાસ્તવનાં યાદગાર ટોપ ટેન ગીતો

ગત રાત્રે ૧૨.૩૦ વાગે કેન્સરના કારણે મુંબઈમાં નિધન પામેલા આદેશ શ્રીવાસ્તવે ૧૦૦ કરતાં વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે છેલ્લી ફિલ્મ ગઈ કાલે રજૂ થયેલી ‘વેલકમ બેક’ બની રહેશે. તેમણે અમિતાભ બચ્ચન, શાહરુખ, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી વગેરે સુપરસ્ટારોની ફિલ્મોને પોતાના સંગીતથી કર્ણપ્રિય બનાવી હતી. તેમનાં કેટલાંક લોકપ્રિય ગીતો આ … Continue reading આદેશ શ્રીવાસ્તવનાં યાદગાર ટોપ ટેન ગીતો

સંગીતા ભાટિયા: વૈજ્ઞાનિક, સાહસિક અને ડાન્સર

ભારતીય મૂળનાં અમેરિકી વૈજ્ઞાનિક સંગીતા ભાટિયાને માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (એમ.આઈ.ટી.) તરફથી આ વર્ષનું પ્રતિષ્ઠિત હેન્ઝ પારિતોષિક મળ્યું છે. ઔષધોના પરીક્ષણ માટે કૃત્રિમ સૂક્ષ્મ યકૃત (લિવર) વિકસાવવા માટે તેમનું સન્માન થયું છે. ટૅક્નૉલૉજી, અર્થશાસ્ત્ર અને રોજગાર, કળા, માનવતા, પર્યાવરણ, માનવ સ્થિતિ, જાહેર નીતિ વગેરેમાં અસાધારણ સંશોધન કાર્ય માટે અપાતા આ હેન્ઝ એવોર્ડમાં મસમોટી રોકડ રકમ … Continue reading સંગીતા ભાટિયા: વૈજ્ઞાનિક, સાહસિક અને ડાન્સર

ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

પૃથ્વી પર નરક અથવા તો સૌથી ખરાબ સ્થળ તરીકેની જગ્યાનું નામ સાંભળ્યું છે? એ છે બાઓતોઉ. ઇનર મોંગોલિયાનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ઇનર મોંગોલિયા એ ચીનનો સ્વાયત્ત પ્રદેશ છે. તેમાં અંદાજે ૨૦ લાખની વસતિ છે. સાત જિલ્લા આવેલા છે. અહીંની ખાણો અને કારખાનાંઓ આપણી આધુનિક જિંદગીને ધબકતી રાખે છે. કઈ રીતે? તે પૃથ્વી પરનું સૌથી … Continue reading ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, … Continue reading તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?