શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

સબ હેડિંગ: જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. વિશ્વ કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદ ફેલાય છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. પરંતુ હવે શ્રીલંકામાં બે દિવસ થયેલા બૉમ્બ ધડાકા પછી ઇસ્લામિક ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવું પડશે અને તેમાં શાંતિપ્રિય મુસ્લિમોનો … Continue reading શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

Advertisements

“શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

અમદાવાદનું કર્ણાવતી થવું જોઈએ કે નહીં? આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદતરફી લોકોનો હાથ પહેલા રાઉન્ડમાં ઉપર જણાઈ રહ્યો છે. આ મુદ્દો હિન્દુ-મુસ્લિમ કે હિન્દુ-આદિવાસીનો નથી, પરંતુ સોલંકી કાળ જે ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે તેની સ્મૃતિ પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કરવાનો છે. અહમદશાહ અત્યાચારી હતો તેમાં કોઈ શંકા નથી. બાકી, મરાઠાઓએ પણ આક્રમણ … Continue reading “શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

ત્રણ ભરત અને ત્રણ ભારતની કથા

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૨/૮/૧૮) ભારતનો ૭૨મો સ્વતંત્રતા દિવસ ત્રણ દિવસ પછી છે. ઘણા નાગરિકોને આ એક દિવસે દેશભક્તિનો ‘સિઝનલ’ વા લાગશે. ૧૬મી ઑગસ્ટથી વો હી રફતારમાં આવી જશે. આપણે સ્વતંત્રતા સમયથી જ કેટલીક ભૂલો કરી પણ તેને સુધારવા હજુ સુધી પ્રયાસ જ નથી થયો. દા.ત. સ્વતંત્રતા પછી આપણે રાષ્ટ્રકુળ દેશોના સમૂહમાં રહેવાની શું જરૂર હતી? … Continue reading ત્રણ ભરત અને ત્રણ ભારતની કથા

નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૩/૫/૧૮) કર્ણાટકની ચૂંટણીની સાથેસાથે એક વિવાદ સર્જાયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જનરલો સાથે પ્રથમ વડા પ્રધાન નહેરુએ કરેલા વર્તનની વાત ઊછાળી. કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો. કૉંગ્રેસના વિરોધને શેખર ગુપ્તા જેવા પત્રકારે પીઠબળ પૂરું પાડ્યું. નહેરુ-ગાંધી પરિવાર કેન્દ્રિત કૉંગ્રેસ તો લાલબહાદુર શાસ્ત્રીને ભૂલાવી દેવા માગતી હોય તે સ્વાભાવિક છે, પરંતુ … Continue reading નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

(વિચાર વલોણું કૉલમ , સંજોગ ન્યૂઝ, તા.૧૧-૩-૧૮) હમણાં ભારતનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો. કડાકો બોલે એટલે સમાચાર આવે કે મૂડીરોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આ વાતમાં વાસ્તવિકતા કેટલી હશે તે તો રામ જાણે અને બીજા રોકાણકારો જાણે કારણકે બધા જ રોકાણકારો કંઈ એમ કડાકો બોલે એટલે ખોટમાં ચાલ્યા જાય તે માનવામાં આવતું નથી, પરંતુ … Continue reading ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૧/૨/૧૮) ગત રવિવારે (૪ ફેબ્રુઆરીએ) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનના તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થયા. સ્વાભાવિક જ આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. ફરીથી પડી રહેલી ઠંડીની વચ્ચે લોકોનું લોહી ફરી ઉકળી ઊઠ્યું. ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ તો માત્ર વાણી વિલાસ જ કરે છે ને નરેન્દ્ર મોદી તો માત્ર વિરોધ પક્ષમાં હતા … Continue reading પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

ચીનમાં પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના નવેમ્બર અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ લેખ.) ૧૮ ઓક્ટોબરે ચીનમાં એક મહત્ત્વનો ઘટનાક્રમ રચાવા જઈ રહ્યો છે. ચીનમાં સામ્યવાદી પક્ષની બેઠક મળવા જઈ રહી છે. તમારા હાથમાં આ અંક આવશે ત્યાં સુધીમાં તેનું પરિણામ આવી ગયું હશે. એવો તો શું મહત્ત્વનો ઘટનાક્રમ છે? ચીનમાં વર્ષોથી એક જ પક્ષ-સામ્યવાદી પક્ષનું શાશન છે. તેની ૧૯મી સભા … Continue reading ચીનમાં પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે?