૯૦ના દાયકાના હીરો અને વિલનો વગરની ૨૦૧૯ની ચૂંટણી

બહુ જ ઊંધુંચત્તું થઈ રહ્યું છે. કૉંગ્રેસના સી. પી. જોશીજી રામમંદિર તો કૉંગ્રેસના વડા પ્રધાન જ બનાવશે તેમ કહી રહ્યા છે. સંઘના સરસંઘચાલક મોહનજી મુસ્લિમો વગર હિન્દુત્વ અધૂરું છે તેમ કહે છે. જમ્મુકાશ્મીરમાં પીડીપી, એનસી, કૉંગ્રેસ જેવા કટ્ટર દુશ્મનોની છાપ ધરાવતા પક્ષો સત્તા માટે એક થઈ રહ્યા છે. ભાજપ કાશ્મીરી પંડિતોને ભૂલી ગયો છે અને … Continue reading ૯૦ના દાયકાના હીરો અને વિલનો વગરની ૨૦૧૯ની ચૂંટણી

Advertisements

અટલજી: રાજકારણી નહીં, રાષ્ટ્રકારણી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૯/૮/૧૮) અટલજી આપણી વચ્ચે નથી. આ માનવું મુશ્કેલ છે. પરંતુ અટલજીની જે રાજનીતિ હતી તે તો વર્ષ ૨૦૦૪ પછીથી ગૂમ જ હતી! ૨૦૦૪થી ૨૦૧૪માં જે પ્રકારની રાજનીતિ શરૂ થઈ તે દેશહિત કરતાં પક્ષ હિત કેન્દ્રિત વધુ હતી અને આ જ રાજનીતિએ હિન્દુ આતંકવાદની બોગસ થિયરીને જન્મ આપ્યો. આ જ … Continue reading અટલજી: રાજકારણી નહીં, રાષ્ટ્રકારણી

કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૮/૪/૧૮) દલિતો અને આદિવાસીઓ રોષે ભરાયા છે કેમ કે, એસસી-એસટી (અત્યાચાર અટકાયત) અધિનિયમ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પહેલાં તપાસ થાય પછી આરોપીની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. ૩૦ માર્ચે જ મોદી સરકારે તેની સામે રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તેમ છતાં કૉર્ટના નિયમ પ્રમાણે ૨ એપ્રિલે જ સમીક્ષા પિટિશન … Continue reading કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?

કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૦૪-૦૩-૨૦૧૮) કાંચીના આચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી દેવલોક પામ્યા. આ સમાચાર અને અભિનેત્રી શ્રીદેવીના સમાચારની તુલના કરો તો! મધર ટેરેસા ગુજરી ગયા ત્યારનું મિડિયા યાદ કરો અથવા કાલે સવારે ન કરે જિસસ અને કોઈ પૉપ ગુજરી જાય તો મિડિયા કેવું કવરેજ આપે? પરંતુ એક અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તો … Continue reading કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

પક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે

અત્યારે ચારે કોર વિપક્ષો તૂટી રહ્યા છે. પક્ષપલટા થઈ રહ્યા છે. પરમ દિવસે અને ગઈ કાલે ગુજરાત કૉંગ્રેસમાંથી કુલ છ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં. તેમાંથી ત્રણ- બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેન પટેલ અને પી. આઈ. પટેલ ભાજપમાં જોડાઈ ગયા. તેનાથી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીનાં સમીકરણો પણ બદલાઈ ગયાં છે.  હજુ … Continue reading પક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે

મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

(સંકલન શ્રેણી પાક્ષિક તા.૨૧/૧૨/૧૫ના અંકની કવરસ્ટોરી) તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું અવસાન થયું. તેમના ભ્રષ્ટાચાર, તેમના એમ. જી. રામચંદ્રન સાથેના સંબંધો, તેમના સંઘર્ષ વગેરેની વાતોથી સમાચારપત્રો ભરાઈ ગયા, પરંતુ તેમના વિશે વણલખાયેલી વાતો લખવી છે. પહેલી વાત તો એ કે માનો કે જયલલિતા હિન્દુ બ્રાહ્મણ હતાં અને તમિલનાડુમાં બ્રાહ્મણો વધુ ચુસ્ત હોય છે. તેમની અંતિમવિધિ ભૂમિમાં સમાધિરૂપે … Continue reading મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

રાષ્ટ્રગીત: સિનેમાગૃહોમાં જ કેમ, તેના માનમાં ઊભા કેમ થવાનું?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન માટે ‘સાંપ્રત’ કૉલમમાં લખેલો લેખ) ૨૮ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયે એક મહત્ત્વનો આદેશ આપ્યો કે દેશભરનાં તમામ સિનેમાગૃહોમાં ફિલ્મ દર્શાવતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત છે અને તે વખતે હાજર તમામ લોકોએ ઊભા થવું પડશે. થિયેટરમાં આવવાના અને બહાર જવાના દરવાજા બંધ કરી દેવામાં આવે જેથી રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે કોઈ વ્યવધાન ન આવે. … Continue reading રાષ્ટ્રગીત: સિનેમાગૃહોમાં જ કેમ, તેના માનમાં ઊભા કેમ થવાનું?