સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

સબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે … Continue reading સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે? પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો … Continue reading આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

ઉપાસનાનાં સ્થાનો પર લાઉડસ્પીકર બંધારણનો ભંગ છે

આપણો દેશ આટલો બધો ઘોંઘાટિયો અને ઘોંઘાટ પ્રિય કેમ છે? આપણને સામાન્ય વાતચીત પણ મોટા અવાજે કરવાની ટેવ કેમ છે? આ તો સામાન્ય ટેવ, પણ ઘણા તો એટલા રાડિયા હોય કે તેઓ અંદરોઅંદર વાતચીત કરતા હોય તો બાજુમાં રહેનારને લાગે કે જાણે ઝઘડે છે. ફોન પર મોટા અવાજેથી વાતચીત કરવાની આપણી ટેવ હજુ ગઈ નથી. … Continue reading ઉપાસનાનાં સ્થાનો પર લાઉડસ્પીકર બંધારણનો ભંગ છે

ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

(સંકલન શ્રેણી સામયિકમાં ૨૧ જુલાઈ ૨૦૧૬ના અંકમાં આ લેખ પ્રકાશિત થયો) મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ પહેલાં, ઈદ પર અને પછી ભારે હિંસા થઈ. આમાં સૌથી વધુ ચર્ચા ઢાકા હુમલાની જ છે. માત્ર ૬ જૂનથી ૫ જુલાઈ દરમિયાન અનેક મુસ્લિમ ત્રાસવાદીઓએ હુમલામાં પાંચસો આસપાસ લોકો મર્યા. આ સમયગાળો મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનનો હતો. એમ મનાય છે … Continue reading ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

દિવાળી પર ફટાકડા ન ફોડો…જસ્ટ શટ અપ!

હોળી પર પાણી ન વેડફો, શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ન ચડાવો, રક્ષાબંધન અને દિવાળી પર મીઠાઈ ન ખાવ (જેથી કેડબરી બેફામ વેચાઈ શકે) , દિવાળી પર ફટાકડા ન ફોડો.... હિન્દુઓ ઉદાર છે અને સુધારાવાદી પણ છે એટલે એનો અર્થ એવો કે તેમની નિર્દોષ ઉજવણી અને ઉપાસનાપદ્ધતિ પર સલાહો દ્વારા પ્રહાર કર્યે રાખવાના? જે લોકોને પર્યાવરણની … Continue reading દિવાળી પર ફટાકડા ન ફોડો…જસ્ટ શટ અપ!

‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો.  પણ... એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો  હોય તો તેના કારણો શું હોઈ શકે? ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી … Continue reading ‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?