આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૭/૧૮) પત્રકારત્વ જગત માટે તાજેતરમાં ત્રણ આઘાતજનક સમાચાર આવ્યા. એક તો ‘ભાસ્કર’ સમૂહના નેશનલ એડિટર કલ્પેશ યાજ્ઞિકની આત્મહત્યાના. ‘અસંભવની વિરુદ્ધ’ એવી કૉલમ લખતા તંત્રી આત્મહત્યા કરે તેવું માનવામાં જ ન આવે. શરૂઆતમાં તો તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયાના સમાચાર ‘ફેલાયા’. પછી પોલીસ ચિત્રમાં આવી અને ‘આત્મહત્યા’ કર્યાની પુષ્ટિ થઈ. આ … Continue reading આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

Advertisements

ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન અને માધ્યમોની ઉપેક્ષા

બહુ દુઃખની વાત છે કે ગુજરાતના દિગ્ગજ સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીનું નિધન થયું પણ ચેનલો કે (એકાદ છાપા સિવાય) મોટા ભાગના છાપાઓ માટે અંદરના પાનાના સમાચાર બની રહ્યા. તેને પહેલા પાને નહીં તો કમ સે કમ છેલ્લા પાને તો સ્થાન આપવા જેવું હતું જ. (તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.)  વિશેષ પેજ કરવાનું પણ એકાદને … Continue reading ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન અને માધ્યમોની ઉપેક્ષા

તૂ ગીત કા સાગર હૈ

મન્ના ડે. મહાન ગાયક આપણી વચ્ચે પાર્થિવ દેહ રૂપે ન રહ્યા,બાકી તેમનો ઘૂંટાયેલો,શાસ્ત્રીય તાલીમ પામેલો અવાજ તો હંમેશાં આપણા મન-મસ્તિષૂકમાં રહેશે જ. કાકા કે.સી.ડે અભિનેતા,ગાયક હતા. તેમના પગલે મન્ના ડે હિન્દી ફિલ્મની દુનિયામાં આવ્યા. જો મૂકેશ રાજ કપૂરનો પ્રથમ અવાજ ગણો તો મન્ના ડેને બીજો અવાજ ગણવા પડે. પણ રાજ કપૂરના માનીતા શંકર જયચિશન સાથે … Continue reading તૂ ગીત કા સાગર હૈ

પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

પત્રકારોની આ મૌસમ છે. દસ વર્ષે આવી છે. આમ તો, લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણી આવે તેમ ૨૦૦૭માં અડધી મૌસમ આવેલી જ્યારે 'અમદાવાદ મિરર', 'ટીવી ૯', 'ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સ', ગુજરાતી 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' વગેરે શરૂ થયાં અને 'અભિયાન' મુંબઈથી અમદાવાદ ખસેડાયું. પણ ૨૦૦૩માં "દિવ્ય ભાસ્કર" આવ્યું ત્યારે જેવો માહોલ હતો તેવો જ કંઈક અત્યારે "ટાઇમ્સ ઓફ … Continue reading પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

બાનો એક જ મંત્ર હતો : સૌ સારાં વાનાં થઈ જશે.

બા. માતા માટે આનાથી કોઈ રૂડો શબ્દ ન હોઈ શકે તેવું મારું દૃઢ માનવું છે. મા, માવડી અને માડી પણ વહાલા લાગે. આજે ‘મધર્સ ડે’ નિમિત્તે બધા ‘મધર્સ’ને યાદ કરશે, પણ મારે મારી બાને યાદ કરવી છે. યાદ કરવી છે? કે કરવા છે? ના કરવી છે. બાને અમે તુંકારે જ બોલાવતા. અમારો પરિવાર એ પરિવાર … Continue reading બાનો એક જ મંત્ર હતો : સૌ સારાં વાનાં થઈ જશે.

તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ. આ એડ્રેસ કોનું છે? જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું! અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે … Continue reading તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

નવી થીમ અને કસ્ટમ હેડર કેવાં લાગ્યાં?

આ નવી થીમ Ocean Mist છે જે Ed Merrittએ બનાવી છે. મને આ થીમ હાલ પસંદ પડી છે. અગાઉ Connection રાખી હતી તેમાં કસ્ટમ હેડર હતું તે આ નવી થીમમાં નહોતું આવતું (ટેક્નિકલ કારણ સમજી શકાતું નથી.) એટલે આ નવેસરથી બનાવ્યું. આમેય 'દિવ્ય ભાસ્કર'ના પૂર્તિ સંપાદક મનીષ મહેતા સહિત કેટલાક મિત્રોનું માનવું હતું કે એ દાઢીવાળો ફોટો સારો … Continue reading નવી થીમ અને કસ્ટમ હેડર કેવાં લાગ્યાં?