સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

Advertisements

નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આખા વિશ્વમાં શાનદાર ઉજવણીના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના તમામ અખબારોએ મને-કમને સારી રીતે નોંધ લેવી પડી તેના પછીના દિવસથી મોદી માટે ‘બૂરે દિન’ ચાલુ થઈ ગયા. આરએસએસમાંથી ભાજપમાં આવેલા રામ માધવના ટ્વિટથી વિવાદ થયો. આ વિવાદ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને લગતો હતો. ઉપરાષ્ટ્રપતિ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં. હમીદ અન્સારી … Continue reading નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?

પેટ્રોલિયમ જાસૂસી : ટાંકી ક્યાંથી લિક થાય છે તેની તપાસ કરો

૧૯ ફેબ્રુઆરીએ જ્યારે મોટા ભાગના સમાચારમાધ્યમોનું ધ્યાન શુક્રવારે ૨૦મીએ બિહાર વિધાનસભામાં શું થાય છે તેની પૂર્વભૂમિકારૂપે (હવે પૂર્વ) મુખ્યમંત્રી માંઝીના ઘરે રાત્રિભોજમાં કેટલા ધારાસભ્યો આવે છે અને નીતીશકુમારના ઘરે કેટલા ધારાસભ્યો એકઠા થાય છે તેના પર હતું ત્યારે કેટલીક ટીવી ચેનલો અને બીજા દિવસે અખબારોએ તેના સ્થાને બીજા એક સમાચારને પ્રમુખ મથાળું આપ્યું. એ સમાચાર … Continue reading પેટ્રોલિયમ જાસૂસી : ટાંકી ક્યાંથી લિક થાય છે તેની તપાસ કરો

જ્યારે કઠપૂતળી તેના દોરીસંચાર કરનારા સામે બળવો પોકારે…

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહાર રાજ્યમાં ૪૦ બેઠકો પૈકી જનતા દળ (યુનાઇટેડ)ને માત્ર બે જ બેઠકો મળી. સામાન્ય રીતે હાર થાય એટલે પક્ષ પ્રમુખ રાજીનામું આપતા હોય છે, પરંતુ કોણ જાણે કેમ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દીધું. તેમણે પોતાના માનીતા જિતનરામ માંઝીનું નામ આગળ ધર્યું. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ઓબીસી કાર્ડ … Continue reading જ્યારે કઠપૂતળી તેના દોરીસંચાર કરનારા સામે બળવો પોકારે…

…ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયેં!

સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’નું એક ગીત છે : હમ તુમ સે મિલે, ફિર જુદા હો ગયેં, દેખો ફિર મિલ ગયેં, અબ હોંગે જુદા...આ ગીત ઘણા મોટાં માથાંઓને લાગુ પડે છે. શાહરુખ-સલમાન-આમિર ખાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્નસિંહા ને જુઓ કે ભાજપ-શિવસેના, મુલાયમ-લાલુપ્રસાદ હોય કે કૉંગ્રેસ-અરવિંદ કેજરીવાલ. ચૂંટણી સમયે અથવા તો સમયના કોઈ તબક્કે આ લોકો અથવા આ … Continue reading …ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયેં!

મોદી વિ. નીતીશકુમાર : વડા પ્રધાન બનવા મોદીએ ઘણું બદલાવવું પડશે

આજે લાલકૃષ્ણ આડવાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનચેતનાયાત્રાનો પ્રારંભ કર્યો છે. પણ કોંગ્રેસ સામે ભાજપમાંય ભ્રષ્ટાચાર ઓછો નથી, વળી ભાજપ હવે કોંગ્રેસના પ્રતિબિંબ જેવો બનતો જાય છે. તેણે ફાઇવસ્ટાર કલ્ચર અપનાવ્યું છે. આડવાણીજીય હેલિકોપ્ટરમાં અને અદ્યતન સગવડો ધરાવતી બસમાં મુસાફરી કરવાના છે. ભાજપે થોડા વર્ષો પહેલાં જે અધિવેશન કરેલું તેમાં તંબૂ ફાઇવસ્ટાર કલ્ચરને આંટી મારે તેવા હતા. … Continue reading મોદી વિ. નીતીશકુમાર : વડા પ્રધાન બનવા મોદીએ ઘણું બદલાવવું પડશે