કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

(ભાગ-૨૨) (મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨૦/૯/૧૫ના રોજ આ લેખ છપાયો.) ગયા વખતે એક વાત કહેવાની રહી ગઈ અને તે એ કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ૧૯૮૬માં સમજૂતી થઈ તે વખતે જમ્મુ-કાશ્મીર રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ હતા. પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લાના વિરોધી હતા. આથી … Continue reading કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

Advertisements

કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

(ભાગ-૨૧) (મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૩/૯/૧૫ના રોજ છપાયો.) જી. એમ. શાહ નામનો કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો હતો, પણ હજુ જગમોહન રાજ્યપાલ તરીકે સત્તામાં હતા અને બહુ સારી રીતે પ્રશાસન ચલાવી રહ્યા હતા. આજે પણ કાશ્મીરના લોકો એ ટૂંકા પાંચ મહિનાના જગમોહનના શાસનને યાદ કરે છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં રાષ્ટ્રપતિ … Continue reading કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

(ભાગ-૧૩) ફારુક બોગસ વોટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલ પદે જગમોહન મલ્હોત્રા હતા. … Continue reading કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

(ભાગ-૧૧) શેખ અબ્દુલ્લાની તબિયત હવે નરમગરમ રહેવા લાગી હતી. જિંદગીનો બહુ ભરોસો નહોતો. તેમણે ૧૯૮૧માં ફારુક અબ્દુલ્લાને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ બનાવીને પોતાના વારસદાર જાહેર કરી દીધા હતા. પરંતુ તેમના ઘરમાં જ ફારુક અબ્દુલ્લાના એક પ્રતિસ્પર્ધી હતા – ગુલામ મોહમ્મદ શાહ, જે શૈખના જમાઈ અને ફારુકના બનેવી થતા હતા. શેખના અંતકાળ તેમજ ફારુકના રાજકીય કારકિર્દીના સમયમાં, … Continue reading ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

(ભાગ-૯) શૈખ અબ્દુલ્લાને તો ભાવતું મળી ગયું. શૈખ-ઈન્દિરા સમજૂતી પછી ઈન્દિરા ગાંધીના ઈશારે કઠપૂતળી જેવા સૈયદ મીર કાસીમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. એક વાતમાં ઈન્દિરા ગાંધીએ જબરદસ્ત સખ્તી અને હોંશિયારી દાખવી. જ્યાં સુધી શૈખ અબ્દુલ્લા મુખ્યપ્રધાનના શપથ ન લે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા રેડિયો પર સતત પ્રચાર કરવામાં આવ્યો કે ભારત અને કાશ્મીરના સંબંધ … Continue reading શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!