પહેલી મેનું મારા જીવનમાં ખાસ મહત્ત્વ

(સૌથી ઉપર અને સૌથી ઉપરથી બીજી તસવીર-બીજી મે ૧૯૯૯, જ્યારે મારી કૉલમ 'સિનેવિઝન'ને એક વર્ષ પૂરું થયેલું. એ સિવાયની તસવીરો એ જ કૉલમનાં કતરણો છે.) (મારી પત્રકાર-કૉલમિસ્ટ કારકિર્દી લેખાંક ભાગ-૧) આજે ૧લી મે. ગુજરાત સ્થાપના દિન. આજે મારી વચલી બહેન શીલાબેનનો જન્મદિન છે. મારા જીવનને ટકાવી રાખનાર નારી શક્તિ પૈકીની એક. આજના દિવસનું કારકિર્દીની રીતે … Continue reading પહેલી મેનું મારા જીવનમાં ખાસ મહત્ત્વ

Advertisements

આત્મમંથનની જરૂર સત્તા અને મિડિયા-બંને પક્ષે છે

(વિચારવલોણુ કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧૪/૧/૧૮) સત્તા અને પત્રકારો મોટા ભાગે સામસામા જ રહેતા આવ્યા છે. સત્તાને સાચા પત્રકારો ક્યારેય ગમ્યા નથી. આધાર કાર્ડનો ડેટા ગુપ્ત નથી, માત્ર રૂ. ૫૦૦ (જે આજના જમાનામાં ક્ષુલ્લક રકમ ગણાય છે)  આપો તો કેટલાક લોકો આધાર નંબર આપે છે તેવો પીઠ થાબડવા જેવો રિપૉર્ટ ટ્રિબ્યૂનની પત્રકાર રચના ખૈરાએ બહાર પાડ્યો. … Continue reading આત્મમંથનની જરૂર સત્તા અને મિડિયા-બંને પક્ષે છે

નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

(અભિયાનના તા.૧૧/૧૧/૧૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ.) આઠ નવેમ્બર ૨૦૧૬. આ તારીખ, મહિનો અને વર્ષ લોકોને વર્ષોવર્ષ યાદ રહી જવાનો છે. સારી કે ખરાબ રીતે તે જુદી વાત છે. રાત્રે કરાયેલી જાહેરાત અને તે જ દિવસ રાતથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ. દિવાળીના તહેવારોની મજા બધી ઉતરી ગઈ. આઠ તારીખ નજીક આવી … Continue reading નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન અંક માટે લખેલો લેખ) કેટલાંક સૌથી મોટાં કૌભાંડો. કોલસા કૌભાંડ રૂ. ૧.૮૬ લાખ કરોડનું. સ્પેક્ટ્રમ કૌભાંડ રૂ. ૧.૭૬ લાખ કરોડનું. કર્ણાટકનું વકફ બૉર્ડ કૌભાંડ રૂ. ૧.૫ લાખ કરોડનું. રાષ્ટ્રકુળ રમતોનું કૌભાંડ રૂ. ૭૦,૦૦૦ કરોડનું. આવા બધા મસમોટા કૌભાંડ કોના શાસનમાં થયા તે પ્રશ્ન નથી (જવાબ બધા જાણે છે) પરંતુ પ્રશ્ન એ … Continue reading ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

આમ તો વાત જૂની છે અને લેખ પણ જૂનો છે, પણ ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતા પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના તાહિર મેહદી નામના ચૂંટણી વિશેષજ્ઞ પત્રકારનો લેખ મળ્યો અને તેને મારા બ્લોગવાચકો સમક્ષ ગુજરાતીમાં પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્યો નહીં. વાત જૂની પણ મહત્ત્વની એટલે છે કે એક પાકિસ્તાની પત્રકારની નજરે અમદાવાદ અને ગુજરાત કેવું છે તે … Continue reading એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

પત્રકારોની આ મૌસમ છે. દસ વર્ષે આવી છે. આમ તો, લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણી આવે તેમ ૨૦૦૭માં અડધી મૌસમ આવેલી જ્યારે 'અમદાવાદ મિરર', 'ટીવી ૯', 'ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સ', ગુજરાતી 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' વગેરે શરૂ થયાં અને 'અભિયાન' મુંબઈથી અમદાવાદ ખસેડાયું. પણ ૨૦૦૩માં "દિવ્ય ભાસ્કર" આવ્યું ત્યારે જેવો માહોલ હતો તેવો જ કંઈક અત્યારે "ટાઇમ્સ ઓફ … Continue reading પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ