૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

સબ હેડિંગ: ૨૦૧૪ની ચૂંટણી પછી કેટલાક એવા શબ્દો પ્રચલિત બન્યા જેનો અગાઉ જુદો અર્થ થતો અને હવે જુદો અર્થ પ્રચલિત બન્યો છે…જેમ કે સંસ્કાર, સ્ટ્રાઇક, ગોદી મિડિયા, લુટિયન્સ ગેંગ, ડિઝાઇનર પત્રકાર… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૪/૧૯) લો, ૨૦૧૯, ૨૦૧૯ કરતાં ચૂંટણીનો પહેલો તબક્કો ચાલ્યો પણ ગયો. આપણે ગુજરાતમાં હજુ નવ દી’ની વાર છે. છેલ્લા એક … Continue reading ૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

(અભિયાન, દિ. ૧૬/૧૨/૧૭નો અંક) અંતે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની જ ગયા! યે તો હોના હી થા! રાજકીય પંડિતોને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. હા, નવાઈ એ વાતની જરૂર છે કે દેશમાં ૨૭-૨૭ ચૂંટણી જેના નેતૃત્વમાં કૉંગ્રેસ હારી તે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બન્યા! શું કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી શકશે કે પછી કૉંગ્રેસમાં વધુ … Continue reading કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

(હાસ્યલેખ) રામનો યુદ્ધનો નિર્ણય સાચો પણ અપૂરતી તૈયારી સાથે ઝંપલાવ્યું

શ્રી રામ સમયે જો મેઇન સ્ટ્રીમ મિડિયા અને સોશિયલ મિડિયા હોત તો કેવું લખાતું હોત? ડુગડુગીજય: રામે સુશ્રી તાડકાજીનો વધ કર્યો. એક નિર્દોષ સ્ત્રીની હત્યાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. હસો નયા ગાંધી: રામ મોતના સોદાગર છે. ખુજલીવાલ: રામે તાડકાનો વધ કર્યો તેનો પુરાવો શું છે? ઇનજસ્ટિસ ચાકુર: રામ વનવાસ છોડી અયોધ્યા વાપસી નહીં કરે તો … Continue reading (હાસ્યલેખ) રામનો યુદ્ધનો નિર્ણય સાચો પણ અપૂરતી તૈયારી સાથે ઝંપલાવ્યું

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય ઓળખ, શેખર રાવજિયાણી સાથે તેણે વિશાલ-શેખર તરીકે બનાવી છે, પણ છેલ્લા કેટલાય સમયથી તે સ્વતંત્ર રીતે પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. ગાયક તરીકે પણ તે સફળ છે. તે સારો ગીતકાર પણ છે. આજકાલની ભાષામાં જેને એક્ટિવિસ્ટ કહેવાય તે પણ … Continue reading વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ