આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧ એપ્રિલ ૨૦૧૮) આજે ૧ એપ્રિલ ફૂલ છે અને આજે કેટલાંક સમાચારપત્રો અને ટેલિવિઝન ચેનલો, કેટલાક મિત્રો, વૉટ્સએપ સંદેશા બનાવનારાઓ તમને એપ્રિલ ફૂલ બનાવવા પ્રયત્ન કરશે. ટીવી ચેનલો અને રેડિયો પર ‘એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા’ ગીત વાગશે. આપણે હોળી પર તો વર્ષોથી ‘બૂરા મત માનો હોલી હૈ’ … Continue reading આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક) તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં … Continue reading રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

ઉત્પાદન માટે ઓછી રજા સારી કે વધુ રજા?

છેલ્લા કેટલાક દિવસોમાં એક સંદેશો સોશિયલ મિડિયામાં બહુ ફર્યો. બૅંકની હડતાળનો. ૨૧થી ૨૪ તારીખે બૅંકો હડતાળ પર જવાની હતી. (જોકે એ મોકૂફ રહ્યું.) આના લીધે લોકોમાં ચર્ચા પણ સારી ચાલી કે બૅંકોએ સારો મોકો ગોઠવી નાખ્યો. ૨૧થી ૨૪ હડતાળ. ૨૫મીએ રવિવારની રજા. ૨૬મીએ જાહેર રજા. આમ, છ દિવસની સળંગ રજા મળી જાય. છાપામાં આના માટે … Continue reading ઉત્પાદન માટે ઓછી રજા સારી કે વધુ રજા?