sanjog news, society, vichar valonun

દલિતોને અન્યાય બાબતે ભાગવતજીનું સૂચક નિવેદન

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૫/૪/૧૮)

આ લેખ છપાશે ત્યારે ૧૫ એપ્રિલ હશે. ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ કઈ રીતે ઉજવાયો હશે તે અત્યારે, ૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ થયેલી હિંસાને જોતાં કલ્પના કરી શકાતી નથી કારણ કે દલિતોનાં નામ પર ૨૦૧૯ લોકસભાની ચૂંટણી અને ૨૦૧૮ની કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવવાનું સ્વપ્ન દરેક રાજકીય પક્ષ જોઈ રહ્યો છે.

આ લખાય છે ત્યારે ૧૪ એપ્રિલે ભાજપના નેતાઓને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે શ્રદ્ધાસુમન અર્પવા ન દેવા દલિતોના મસીહા થવા થનગનતા ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હિન્દીમાં અખિલ ભારતીય સ્તરે અપીલ કરી છે. જોકે સાંત્વનાની વાત એ છે કે દલિત સમાજના વિદ્વાન અને એક પ્રખર આંબેડકરવાદીની ઓળખ ધરાવતા ડૉ. પી. જી. જ્યોતિકરના પુત્ર ડૉ. અમિત જ્યોતિકરે લાલ ઝંડાધારી જિજ્ઞેશ મેવાણી સામે કેટલાક તીખા સવાલો ઉઠાવ્યા છે જે યથાતથ અહીં પ્રસ્તુત છે.

(૧) શું તમારા આરાધ્ય દેવને કોઈ ફૂલ ચડાવવા કે પગે લાગવા આવે તો તેમાં કોઈ રાજનીતિ હોય?

(૨) શું ડૉ. બાબાસાહેબ આંબેડકરને લાલ ઝંડાધારી શ્રી મેવાણી જેવા પોતાની જાગીર સમજે તે યોગ્ય છે?

(૩) ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાની વસિયતમાં લાલ ઝંડાધારી શ્રી મેવાણીને લખી આપ્યું છે કે મારા નિર્વાણ બાદ મારી મૂર્તિ પર કોણછ હાર ચઢાવે અને કોણ ન ચઢાવે?

આમ સ્પષ્ટ છે કે, દલિત સમાજમાં પણ બે ભાગ જોવા મળી રહ્યા છે. રાજનીતિ હંમેશાં ભાગલા પાડતી હોય છે અને સમાજનીતિ હંમેશાં જોડવાનું કામ કરતી હોય છે. દુઃખની વાત એ છે કે લોકો સમાજનીતિમાં પણ રાજનીતિને લઈ આવે છે. કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ સંસ્થા જોઈ લો. મોટા ભાગે તેમાં રહેલા પદાધિકારીઓ દ્વારા રાજનીતિ થતી હોવાના આક્ષેપો હંમેશાં તેમના વિરોધીઓ દ્વારા થતા જ હશે. બહુ એવી ઓછી સંસ્થા બચી જશે જેમાં રાજકારણ નહીં થતું હોય. રાજકીય પક્ષો તો ખરા જ પરંતુ ક્રિકેટની સંસ્થા બીસીસીઆઈ હોય કે પછી સાહિત્ય પરિષદ હોય કે પછી બીજી કોઈ જ્ઞાતિની સંસ્થા હોય તેમાં વહાલા-દવલાની નીતિ આવે અને પછી આવે અહંકાર. પોતાનું જ ધાર્યું થવું જોઈએ તેવું તેના આગેવાનો માનવા લાગે અને તે માટે પોતાના કહ્યાગરા લોકો પદાધિકારી બને તે માટે દાવપેચ ખેલે એટલે સરવાળે એમાં જે-તે આગેવાનોનો જ અહમ સંતોષાતો હોય છે અને જ્ઞાતિનું ભલું છેવટે પાછળ રહી જતું હોય છે.

આપણે વાત કરતા હતા દલિતોના મુદ્દાની. અત્યારે દલિત સમાજમાં સૉશિયલ મિડિયા અને બાકી અનેક રીતે કથિત સવર્ણો વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓકવામાં આવે છે. આની પ્રતિક્રિયારૂપે દલિત સમાજ દ્વારા પણ સવર્ણો વિરુદ્ધ સૉશિયલ મિડિયામાં બેફામ લખવામાં આવે છે જેમાં ઘણી વાર તથ્યનો અભાવ હોય છે. સરવાળે થાય છે એવું કે બંને વચ્ચે વેરઝેર ઘટવાના બદલે ઊલટાના વધે જ છે. આ સંદર્ભમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું નિવેદન ચિંતનાત્મક છે.

સંઘ અને ભાજપ વિશે તેઓ દલિત વિરોધી હોવાની છાપ ઉપસાવાઈ છે પરંતુ જો તથ્યો જોવામાં આવે તો આ છાપ ખોટી હોવાનું સાબિત થાય છે.  વર્તમાનમાં સંસદમાં સૌથી વધુ દલિત સાંસદો ભાજપના છે. બીજી તરફ સંઘ પાસે ગાંધીજી અને ડૉ.બાબાસાહેબ આંબેડકરની મુલાકાતનાં સંસ્મરણો ટાંકવા માટે છે. મહાત્મા ગાંધીજી ૧૯૩૪માં વર્ધામાં મહાદેવ દેસાઈ અને મીરાબહેન સાથે સંઘ શિબિરની મુલાકાત લીધી ત્યારે તેઓ સંઘની શિસ્ત અને સ્વયંસેવકોમાં અસ્પૃશ્યતાના અભાવથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સંઘના કોઈ અધિકારીએ વાતશ્રકહી હોય અને ગાંધીજીએ માની લીધી હોય તેવું નહોતું પરંતુ તેમણે સ્વયંસેવકોને જાતે પૂછી અને તેની ખાતરી કરી હતી. તો બીજી તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ૧૯૩૯ માં પૂણેમાં યોજાયેલા સંઘ શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જોયું કે સ્વયંસેવકો ભાઈચારા અને સમાનતાથી એકબીજા સાથે રહે છે. સ્વયંસેવકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે “હું પહેલીવાર સંઘ સ્વયંસેવકોના શિબિરની મુલાકાત લઇ રહ્યો છું. મને એ વાતની ખુશી છે કે સવર્ણો અને હરિજનો વચ્ચે કોઈ ભેદભાવ નથી.”

સંઘ વડા ભાગવતજીનું તાજેતરનું નિવેદન હિન્દુ સમાજમાં સમરસતા પ્રસરાવવા માટે સંઘની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ જણાય છે. ભાગવતજીએ કહ્યું કે “જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે ત્યાં સુધી અનામત રહેશે.” અને આ અનામત જશે તોપણ ક્યારે જશે તે વિશે ભાગવતજી સ્પષ્ટ કહે છે કે “જે લોકો સામાજિક ભેદભાવનો શિકાર બન્યા છે તે લોકો કહેશે કે હવે અમારે અનામત નથી જોઈતી ત્યારે જ અનામત દૂર થશે.” ભાગવતજીએ સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને ટાંકીને કહ્યું કે “સંઘ વર્ષોથી સામાજીક ભેદભાવનોનો વિરોધી રહ્યો છે. હજુ પણ ભેદભાવ ગયા નથી. હજુ પણ (ભેદભાવનાં) ઉદાહરણ આવે છે. મંદિરમાં પ્રવેશ નથી મળતો. પાણી કાઢ્યું એટલે માર પડ્યો. પહેલાં આ ભેદભાવ સહન કરવામાં આવતા હતા, હવે સહન નથી કરવામાં આવતા. પ્રતિકાર કરવામાં આવે છે. એટલે કે ભેદભાવ મનમાં છે. મનમાંથી જ આ ભેદભાવ દૂર થવા જોઈએ. ભેદભાવની વાત હિન્દુ શાસ્ત્ર કે વ્યવસ્થામાં નથી. વ્યવસ્થા (સિસ્ટમ) વિષમતાનું સ્થાન એટલા માટે બને છે કે તે મનમાં હોય છે. સારી વ્યવસ્થાઓ પણ વિષમતાઓથી ગ્રસ્ત એટલા માટે બની જાય છે કે જાતે ચલાવનારાઓના મનમાં પોતાના અને પારકાનો ભેદ આવી જાય છે.”

સંઘે વર્ષ ૨૦૧૫માં ઠરાવ કર્યો હતો કે  ગામડાંઓમાં એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન હોવું જોઈએ. ભાગવતજી કહે છે, “આ માટે અમે કામ શરૂ કરી દીધું છે. બધાં મંદિરોમાં બધા હિન્દુઓ ને પ્રવેશ હોય, બધાં પાણીનાં સ્થાનો પર બધા હિન્દુઓને હક હોય ને બધાં સ્મશાન બધા હિન્દુઓ માટે હોય.”

તેઓ આગળ કહે છે, “જ્યારે અનામતની વાત આવે છે ત્યારે સમાજમાં બે ભાગ જોવા મળે છે- એક અનામત તરફી અને અનામત વિરોધી. અનામતના કારણે જેમની તક ઓછી હોય છે તેમના મનમાં રોષ હોય તે સ્વાભાવિક છે પરંતુ જો આપણે એક સમાજ હોઈએ તો આપણે શું વિચાર ન કરી શકીએ કે આજ સુધી એટલે કે બે હજાર વર્ષથી જેમણે સહન કર્યું, સહન જ કરતા આવ્યા છે, બીજું શું? આટલું બધું સહન કરવા છતાં હિન્દુ સમાજનાં અંગ બનીને રહ્યા. થોડો-ઘણો પ્રતિકાર થયો, વિદ્રોહની ભાષા આવી તો તે છેલ્લાં સો વર્ષમાં.

આટલું સહન કરીને બધા પ્રસંગોમાં હિન્દુ સમાજ સાથે ઊભા રહ્યા દેશ માટે લડ્યા, તે માટે વિરોધીઓના અત્યાચાર પણ સહન કર્યા. હજાર વર્ષ તેમણે સહન કર્યું, આપણે શું સો વર્ષ પણ સહન ન કરી શકીએ?” તે પછી તેઓ દૃઢ ભાવથી આદેશાત્મક સ્વરમાં કહે છે કે “કરવું જોઈએ.”

આના સમર્થનમાં એક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે “નાનાજી દેશમુખ અને દીનદયાલજી સંઘમાં કામ કરતા હતા તે વખતની વાત છે. તેઓ ક્યાંક પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક ખાડામાં દીનદયાલજી પડી ગયા. તો તેમના ઉપર આવવાની રાહ, ઉપર ઊભેલા નાનાજી દેશમુખ અને સ્વયંસેવકો જોઈ રહ્યા હતા. દીનદયાલજીએ ઉપર ઊભેલા સ્વયંસેવકોને કહ્યું કે હાથ લંબાવો. બહાર નીકળ્યા પછી દીનદયાલજીએ કહ્યું કે “બહાર નીકળવા હું મારા પગના પંજા પર ઊંચો થયો, હાથ લંબાવ્યો. તમે પણ ઝૂકયા અને મારો હાથ પકડીને મને ખેંચીને બહાર કાઢ્યો. આ બેય વાત જ્યારે સાથે બને છે- ઉપરવાળો ઝૂકે છે અને નીચે વાળો ઊઠે છે ત્યારે સમાજની ઉન્નતિ થાય છે.” જો નીચેવાળા જો હાથ ઉપર કરે  અને ઉપર આવવાની ચાહ રાખતા હોય તો એક સમાજના ભાગ તરીકે ઉપરવાળાનું કર્તવ્ય છે કે તેમણે ઝૂકવું જોઇએ. આ જ સમજદારી છે. આ વાત આત્મીયતાની છે. આ જ માનવતા છે. આને જ ધર્મ કહે છે. ધર્મનાં મૂલ્યો આ જ છે.”

ભાગવતજીની વાત સાચી છે પરંતુ દલિત સમાજમાં જે અતિશયોક્તિ કપીને, ઘણી વાર કાગનો વાઘ કરીને કડવાશ અને ડર ફેલાવાઈ રહ્યાં છે તે પણ દૂર કરવાં પડશે કેમકે તેનાથી બંને તરફ વૈમનસ્યમાં વધારો જ થાય છે. એ વાતનો ઇન્કાર કોઈ કરી શકે તેમ નથી કે દલિતો માટે અનેક સવર્ણો લડ્યા છે. તેનાં ઉદાહરણોમાં આદ્ય કવિ નરસિંહ મહેતાથી માંડી અને મહાત્મા ગાંધીજી સુધીના કથિત સવર્ણો છે. ડૉ. બાબાસાહેબનું મૂળ નામ તો ભીમરાવ રામજી સકપાલ હતું. તેમના પ્રેમાળ બ્રાહ્મણ શિક્ષકે તેમને પોતાની અટક આંબેડકર આપેલી. બાબા સાહેબને હિન્દુ ધર્મમાં પ્રવર્તમાન ભેદભાવ સામે વાંધો હતો, નહીં કે કથિત સવર્ણો સામે. આથી જ તેમણે આંબેડકર અટક ક્યારેય ફગાવી નહીં. તેમનાં બીજી પત્ની સવિતા પણ એક બ્રાહ્મણ જ હતાં. તેમને શિષ્યવૃત્તિ આપીને પરદેશ ભણવા મોકલ્યા તે વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડ મરાઠા હતા. આવા તો બીજા ઘણાં ઉદાહરણ આપી શકાય કે જે કથિત સવર્ણો હતા/છે અને દલિત સમુદાયના અધિકારો માટે, એમના ઉત્થાન માટે લડ્યા છે અને લડી રહ્યા છે. બાકી તો દલિતોની અંદર પણ ઊંચનીચના ભેદભાવ કયાં નથી? તેમની વચ્ચે પણ રોટી-બેટીના વ્યવહાર થતા નથી એ કડવી વાસ્તવિકતા છે. અને એટલે જ જાતિગત વૈમનસ્ય કે વેરઝેર રાખવાના બદલે બન્ને સમાજ જો એક થઈને અસ્પૃશ્યતાની સામે લડશે તો જ આ બધી દૂર થઇ શકશે.

Advertisements
sanjog news, society, vichar valonun

…કારણકે બે આંખની શરમ ગાયબ છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૦-૧૨-૧૭)

બે આંખની શરમ નડે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. આ ઉક્તિનું બહુ  મહત્ત્વ આપણા સમાજજીવનમાં રહ્યું છે. બે આંખની શરમના કારણે ઘણા લોકો ખોટું કરતા અટકી જતા. બે આંખની શરમના કારણે ઘણા ખોટા માર્ગે લપસતા બચી જતા. બે આંખની શરમના કારણે ઘણા વિવાહજીવન બચી જતા. બે આંખની શરમના કારણે કેટલાકનું વ્યાજ માફ થઈ જતું.

આ બે આંખની શરમ હવે ક્યાંક ગાયબ થઈ રહેલી જણાય છે. તેનું સૌથી મોટું કારણ હોય તો તે છે સોશિયલ મિડિયા અને અભિનય જગત. ફિલ્મો, સિરિયલો અને ટીવીમાં વડીલો સામે તોછડાઈ, ઉદ્ધતાઈ અને અવિવેક ભરપૂર દેખાડવામાં આવે છે. તેમનો ઉપહાસ કરાતો દર્શાવાય છે. સોશિયલ મિડિયા એ આભાસી દુનિયા છે. તેમાં પૉસ્ટ મૂકતી વખતે કે કૉમેન્ટ કરતી વખતે આ બે આંખની શરમ નડતી નથી. આભાસી દુનિયામાં કોઈ પણ મોટી વ્યક્તિ હોય તે મજાકને પાત્ર બની જાય છે. નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી, અમિતાભ બચ્ચન હોય કે કેઆરકે ખાન, કોઈ આમાંથી બચી શકતું નથી. હમણાં અભિનેતા રાજકુમાર રાવે પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની અટક સંદર્ભે તેમની હાજરીમાં જ અશોભનીય ટીખળ કરી હતી. કોઈની વિરુદ્ધમાં મત વ્યક્ત કરતી વખતે ઘસી ઘસીને ધાર કાઢેલા શબ્દો વાપરવામાં આવે છે. વાત ગાળાગાળી સુધી પણ પહોંચી જાય છે. મોટા મોટા લેખકો-કલાકારો પણ પોતાની વિરુદ્ધ મત વ્યક્ત કરનારને ભૂંડાબોલી ગાળો લખતા અચકાતા નથી. ત્યારે આવા લેખકોનું અસલી સ્વરૂપ બહાર આવી જાય છે. કેટલાક તો દારૂ પીને અચેતન અવસ્થામાં મન ફાવે તેવું લખે છે. બહુ વિરોધ થાય તો ટ્વીટ કે ફેસબુક પૉસ્ટ ડિલીટ કરી નાખે. વિરોધ અતિશય વધે તો માફી માગી લે. કેટલાક રાખી સાવંત પ્રકારના લોકો વિવાદ પેદા કરવા જ બેફામ લખતા કે બોલતા હોય છે. અમુક સમયે પોતાનું માર્કેટ ડાઉન થતું લાગે એટલે વિવાદાસ્પદ લખી નાખે કે બોલી નાખે, પછી વિરોધ થાય ત્યારે માફી માગવાની ઘેર ગઈ, પણ પોતાના વિવાદાસ્પદ લખાણના સંદર્ભમાં ફરી પાછું વિવાદાસ્પદ લખે છે અને દુનિયાભરના (ખોટા) સંદર્ભોને ટાંકે છે.

ફેસબુક-ટ્વિટરનો ચેપ વૉટ્સએપને પણ લાગ્યો છે. એક પરિવાર અથવા એક વ્યવસાય અથવા એક વિચારના લોકોનું ગ્રૂપ બનાવ્યું હોય તેમાં નાનીનાની વાત પર બે આંખની શરમ રાખ્યા વગર લોકો ઝઘડી બેસે છે. પોતાને ન ફાવે તો શાંતિથી વિરોધ કરતાં આવડતું જ નથી જાણે. કેટલાક ઈચ્છતા હોય છે કે આવાં ગ્રૂપો પોતાના કહેવા પ્રમાણે જ ચાલે. કેટલાક લોકો પોતે જવલ્લે જ પૉસ્ટ કરે પરંતુ એ લોકો ટાંપીને બેઠા હોય છે કે ગ્રૂપમાં કોણ ક્યારે ભૂલ કરે? બસ, કોઈએ ભૂલ કરી નથી ને તેની જરાય બે આંખની શરમ રાખ્યા વગર કડક શબ્દોમાં વિરોધ કર્યો નથી. તમે કોઈ ગ્રૂપમાં જોડાવ છો તેનો અર્થ તેના કોઈ એક એડ્મિનને તો ઓળખો જ છો. આપણે ત્યાં તો કોઈ નાનામાં નાની ગણાતી વ્યક્તિને પણ નામ અને પાછળ ભાઈ કે બહેન લગાડીને બોલાવવાનો રિવાજ છે. તમારી સમક્ષ કોઈ અજાણી વ્યક્તિ હોય તો પણ તેનું નામ જાણી લીધા પછી તેને તમે નામથી જ બોલાવશો.

પરંતુ ખબર નહીં કેમ, વૉટ્સએપમાં આવા વાંકદેખુઓ કોઈ ભૂલ કરે કે તરત ફરિયાદ કરશે અને એ ફરિયાદમાં એડ્મિનનું નામ નહીં લખે, પણ “એડ્મિન, આને સીધો કરો”- તેવું જ લખશે. વૉટ્સએપમાં @ સાથે કોઈને ટેગ કરીને તેને જાણવા જોગ સંદેશો, જન્મદિનની શુભેચ્છા પણ મૂકી શકાય છે, પરંતુ તે ટેગ કર્યા પછી જો માનવાચક ભાઈ કે બહેન અથવા અંગ્રેજીમાં હોય તો મિ. કે મિસ વગેરે મૂકવામાં આવે તો સારું લાગે. પરંતુ આવું થતું નથી. કદાચ કોઈ દલીલ કરે કે આ બધું તો ઇન્ફૉર્મલ અથવા અનૌપચારિક કહેવાય. ઓળખીતામાં માનવાચક ને એવું બધું શું? તો સામે પ્રશ્ન એ થાય કે જે લોકો આવું કરે છે તેમને પોતાને તો પાછું માન મેળવવું ગમતું જ હોય છે. અને ઇન્ફૉર્મલ હોય તો પણ, બધાને પોતાને માન વગર બોલાવાય તેવું પસંદ ન પણ હોય તે ખ્યાલ રાખવો જરૂરી છે.

કેટલાક લોકો તો તેમને સંદેશા મોકલવામાં આવે તો તેના જવાબમાં સ્માઇલીથી પ્રતિક્રિયા આપવાની તસદી પણ લઈ શકતા નથી. આવા લોકો પાછા નરેન્દ્ર મોદીની જેમ અતિશય વ્યસ્ત હોય તેવું નથી હોતું.

તમને કોઈ ગ્રૂપમાં કોઈની ભલામણથી ઉમેરવામાં આવે અથવા તમે તે ગ્રૂપમાંથી નીકળી ગયા છો કે તમને નિયમભંગ બદલ કાઢી મૂકવામાં આવ્યા છે પરંતુ તમારા મિત્રની ભલામણથી જ્યારે તમને ફરીથી તેમાં જોડવામાં આવે ત્યારે તમારી જો ઈચ્છા ન હોય તો પર્સનલ મેસેજ કરીને જાણવું જોઈએ કે તમને શા માટે ફરીથી એડ્ કરવામાં આવ્યા છે. પછી વિનયપૂર્વક સંદેશો મૂકીને ગ્રૂપ છોડવું જોઈએ.

ગ્રૂપના નિયમો હોય તો તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કેટલાંક ગ્રૂપમાં નિયમો હોય કે ગૂડમૉર્નિંગ, ગૂડનાઇટ વગેરે સંદેશાઓ ન મૂકવા. કવિતાઓ, સુવિચારો, ભગવાનના ફોટા વગેરે મૂકી ગ્રૂપને ભરી ન દેવું. રાત્રે ૧૧ વાગ્યા પછી સંદેશા ન મૂકવા. ગ્રૂપ મુજબ તેના નિયમોનું પાલન થવું જોઈએ, નહીંતર ગ્રૂપ છોડી દેવું જોઈએ. બધા જ ગ્રૂપ બધા જ પ્રકારના સંદેશાઓ માટે નથી હોતા તેટલી નાની વાત મોટા દરજ્જાના લોકો સમજી શકતા નથી. જ્યારે તેમને એડ્મિન તરફથી કહેવામાં આવે ત્યારે તેમને ખોટું લાગી જાય અને ગ્રૂપ છોડી ચાલ્યા જાય છે. આ બધું આભાસી દુનિયા હોવાથી થાય છે. જો વાસ્તવિક દુનિયા હોય તો આવું થવાની શક્યતા ઓછી રહે છે.

મેં ઘણાં એવાં ઉદાહરણ જોયાં છે કે ફેસબુક પર કોઈની પૉસ્ટ પર બેફામ કૉમેન્ટ કરી હોય અથવા તો કોઈના સંદર્ભમાં નામ વગર લખ્યું હોય પરંતુ જ્યારે એ બે વ્યક્તિ રૂબરૂ મળે ત્યારે ખૂબ જ સુમધૂર સંબંધો દેખાય. સોશિયલ મિડિયામાં કોઈ પણ રાજકારણી, કલાકાર કે લેખક વિરુદ્ધ બેફામ લખનાર પત્રકાર પણ જ્યારે એ જ રાજકારણી, કલાકાર કે લેખકનો ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે વિચારોમાં વિરોધ હોય તો પણ શબ્દોમાં ખૂબ જ મર્યાદા હોય છે. (કરણ થાપર, પૂણ્ય પ્રસૂન વાજપેયી, રવીશ કુમાર, વિજય ત્રિવેદી જેવા અપવાદ ગણી શકાય.)

જ્યારે રૂબરૂ મળે ત્યારે એકબીજાના શરીરમાંથી નીકળતા તરંગો કામ કરતા હોય કે આંખમાંથી નીકળતાં કિરણો, પણ એ વાત ચોક્કસ છે કે બે આંખની શરમ નડે છે. આજે જોકે ટીવી પર રાજકારણ પરની ડિબેટમાં આ બે આંખની શરમ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અર્નબ ગોસ્વામી, અનીશ દેવગન, અંજના ઓમ્ કશ્યપ જેવાં એન્કરો ચર્ચા જ એવી કરાવે છે કે તેમાં સ્વસ્થ રીતે બહુ ઓછા લોકો ચર્ચા કરી શકે છે. મેં તો જાણ્યું છે કે ચેનલના એડિટરો જ ઈચ્છતા હોય છે કે જો ગરમાગરમ ચર્ચા થાય તો જ ટીઆરપી મળે. પરંતુ આ ટીઆરપીના ખેલમાં લોકોને તમે અંદરોઅંદર ઝઘડતા કરી દીધા છે તેનું શું? નેતાઓ કે કલાકારો ઝઘડે એટલે તેમના સમર્થકો પણ ઝઘડે. વચ્ચે જ્યારે શાહરુખ ખાન સલમાન ખાન સાથે ઝઘડેલો ત્યારે ટ્વિટર પર તેના સમર્થકો પણ ઝઘડતા હતા! હવે એ બંને ફરી મિત્રો બની ગયા છે. શું સમર્થકો વચ્ચે ફરીથી સંવાદનો-સુમેળનો તંતુ સધાયો હશે? આવું જ નેતાઓનું છે. નેતાઓના સમર્થકો અંદરોઅંદર વિવાદ કરે છે, પરંતુ કયો નેતા ક્યારે પક્ષપલ્ટો કરી નાખે અથવા પોતાનો વિચાર બદલી નાખે તે કહી શકાય ખરું?

આમીર ખાન દેશમાં અસહિષ્ણુતા વિશે બોલ્યો કે તેની પત્ની કિરણ રાવને ભારતમાં ડર લાગે છે તો તેની વિરુદ્ધ હિન્દુવાદીઓ તૂટી પડ્યા. આમીર ખાનની સ્નેપડીલ એપ ઘણાએ અનઇન્સ્ટૉલ કરી નાખી જેના પરિણામે આમીર ખાનને સ્નેપડીલની જાહેરખબર ખોવી પડી. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે લતા મંગેશકર દ્વારા અપાતા માસ્ટર દીનાનાથ મંગેશકર એવૉર્ડ આમીર ખાનને આપ્યો. આમીર ખાન પણ ફિલ્મફેર સહિત કોઈ એવૉર્ડ સમારંભમાં જતો નથી. પરંતુ આ એવૉર્ડ લેવા તે હસતો હસતો આવી ગયો. ભાગવતજીએ પણ સસ્મિત ચહેરે તેને આ એવૉર્ડ આપ્યો. આ બંનેના સમર્થકોનું શું?

બે આંખની શરમ જ્યારે રૂબરૂ મળે ત્યારે નડે છે. જ્યારે પ્રત્યક્ષ મળો અને વાત કરો ત્યારે વ્યક્તિને જાણી શકાય છે. વિચાર તો ક્યારેય કોઈ બે વ્યક્તિના બધી બાબતોમાં સમાન ન જ હોય, પરંતુ તેના કારણે વ્યક્તિનો વિરોધ કરવા માંડીએ તે ખોટું છે. નરેન્દ્ર મોદી આવા જ વિરોધના શિકાર બન્યા છે.

આ બે આંખની શરમના કારણે જ પહેલાં લગ્નસંબંધ નક્કી કરતી વખતે વચ્ચે બંને પક્ષે કોઈ જાણીતી વ્યક્તિને હાજર રખાતી. લગ્ન પછી જ્યારે પણ વર-વધૂ વચ્ચે કે સાસરિયા-પિયરિયા વચ્ચે સંબંધ વણસે તેવી પરિસ્થિતિ થતી ત્યારે એ જાણીતી વ્યક્તિ સમાધાન કરાવતી. મકાન ખરીદવા જતી વખતે બિલ્ડરને પરિચિત વ્યક્તિને લઈ જવાનું પસંદ કરાતું. ઓળખાણવાળી વ્યક્તિને દુકાનદાર નમતું જોખતા. સમાધાન કરવા માટે આ ‘નમતું જોખવા’નો રૂઢિપ્રયોગ એટલે જ આવ્યો. જો ચીજ ખરાબ નીકળે તો દુકાનદાર પાછી પણ લઈ લે. આજે ઑનલાઇન શૉપિંગ થાય છે ત્યારે કોઈ ઓળખાણ નથી હોતી, તેથી જેની ચીજ લીધી હોય તે ચીજને પાછી લે તેની કોઈ ગેરંટી નથી હોતી, કારણકે ઘણી વાર ચીજ ખરીદતી વખતે જ ફૂદડી કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી નાખી હોય છે.

હવે પરિવારમાં પણ માતાપિતા પોતે જ પોતાનાં સંતાનોને બે આંખની શરમ નહીં રાખવા શીખવાડે છે. તેના કારણે હવે કહેવાતા પ્રેમી-પ્રેમિકા ઊભા હોય અને રસ્તા પરથી વડીલ નીકળે તો બે આંખની શરમ નડતી નથી. પહેલાં નવયુવાન સિગરેટ પીતો હોય અને શિક્ષક પસાર થાય તો સિગરેટ છુપાવી દે કે ફેંકી દે તેવું આજે બનતું નથી. રસ્તા પરથી અજાણી મહિલા નીકળે અને બે વ્યક્તિ સામાન્ય વાતચીતમાં પણ ગાળ બોલતા હોય તો અટકી જાય તેવું થતું નથી, કારણકે બે આંખની શરમ ગાયબ છે.

politics, sikka nee beejee baaju

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.)

અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે ઉકળી ઊઠે છે. આ જ પત્રકારો જ્યારે વિદેશી સ્ત્રીઓને સ્કર્ટ ન પહેરવાની માર્ગદર્શિકા આપવામાં આવે છે ત્યારે રોષિત બને છે. (આ માર્ગદર્શિકા હતી. કાયદો નહીં. એટલી સીધી સાદી વાત પણ એ લોકો સમજી નથી શકતા.) આ પત્રકારો સ્મૃતિ ઈરાનીના નામની આગળ એક્ટ્રેસ ટર્નડ પોલિટિશયન અચૂક લખે છે પરંતુ સોનિયા ગાંધીના નામની આગળ તેમનો પૂર્વ વ્યવસાય લખવાની તેમની હિંમત નથી.

આમ આદમી પાર્ટીના નેતા અને સંગીતકાર વિશાલ દદલાનીએ તરુણ સાગરજીની નગ્નતાને નિશાન બનાવી ટ્વીટ કર્યું. મોટા ભાગના ફિલ્મ કલાકારોનાં પણ પેલા અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો જેવાં જ બેવડાં ધોરણ હોય છે. તેઓ ફિલ્મમાં અશ્લીલતા અને હિંસા વગેરેનો બચાવ કરશે પણ બુરખા સામે બોલવાની હિંમત નહીં કરે. તેઓ હિન્દુ સ્ત્રીઓના અધિકારો વિશે ઉછળી-ઉછળીને બોલશે પરંતુ મુસ્લિમ સ્ત્રીઓના અધિકારની વાત આવશે ત્યારે તેમનાં મોઢાં સિવાઈ જશે.

વિશાલનો મૂળ આશય કદાચ રિલિજિયન અને રાજકારણની ભેળસેળ સામે હતો. રિલિજિયનનો અર્થ લગભગ સંપ્રદાય કરી શકાય. પરંપરા કરી શકાય. પરંતુ ધર્મ ન કરી શકાય. ધર્મને રાજકારણ તો શું, કોઈ ક્ષેત્રથી અલગ ન પાડી શકાય. ધર્મનો એક અર્થ ફરજ છે. પરંતુ વર્ષો જતાં ધર્મનો સંકુચિત અર્થ ઉપાસના પદ્ધતિ પૂરતો સમેટાઈ ગયો છે. રામાયણમાં પિતા, માતા, પુત્ર, પત્ની, ભાઈ વગેરે દરેકનો શું ધર્મ છે તેની વાત વિગતે છે. મહાભારતમાં ભીષ્મ બાણની શય્યા પરથી યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપે છે. રાજ ધર્મને અંગ્રેજીમાં રોયલ કૉડ ઑફ કન્ડક્ટ કહી શકાય. આમ ધર્મ માટે અંગ્રેજીમાં રિલિજિયન શબ્દ વાપરવો ખોટો છે. તે જ રીતે ધર્મ માટે કૉડ ઑફ કન્ડક્ટ, ડ્યુટી કે લૉ આ શબ્દોને જે-તે સંદર્ભમાં આંશિક રીતે વાપરી શકાય પણ ધર્મ આ પૈકી કોઈ એક ચોક્કસ અંગ્રેજી શબ્દના ચોકઠામાં બંધ બેસતો નથી.

સંપ્રદાય અને રાજકારણની ભેળસેળ જરૂરી છે? ‘કડવે પ્રવચન’ માટે જાણીતા તરુણ સાગરજીનું પ્રવચન ધારાસભ્યો સાંભળે તેમાં કંઈ ખોટું નથી. તરુણ સાગરજી હોય કે અન્ય કોઈ ધર્મોપદેશક, તેમની વાતો, આપણા ધર્મગ્રંથોમાં ઉપદેશાયેલી વાતોને શાસકો વ્યવહારમાં ઉતારે તો ખરેખર રામરાજ્ય આવે. વર્ષ ૨૦૦૨માં રાજસ્થાનના રાજ્યપાલ અંશુમાનસિંહે દુષ્કાળ માટે ભંડોળ એકત્ર કરવા મોરારીબાપુની રામકથા યોજી હતી. તે વખતે ભાજપ વિરોધી પક્ષોએ કાગરોળ મચાવી દીધી હતી.

પહેલી નજરે તરુણ સાગરજી અને મોરારી બાપુના આ કાર્યક્રમો પ્રત્યે કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ શું આ મુનિ-સંતોનું સ્થાન એટલું ઊંચું ન હોવું જોઈએ કે તેમને વિધાનસભામાં જવું પડે તે કરતાં રાજાથી માંડીને રંક તેમનાં પ્રવચન સાંભળવા તેમની પાસે તેમના આશ્રમો, તેમનાં ઉપાશ્રયોમાં આવે? ભારતમાં સંપ્રદાય અને રાજકારણની ભેળસેળનાં ખતરનાક પરિણામો આપણે જોઈ ચૂક્યા છીએ. મહાત્મા ગાંધીજીએ આની શરૂઆત કરી હતી. તેઓ તેમની સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવતા. અલબત્ત, ઈશ્વર અલ્લાહ તેરો નામ પંક્તિ ઉમેરીને આ ભજનને બિનસાંપ્રદાયિક બનાવી દેવાયું હતું. ગાંધીજીએ રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓના વિરોધ છતાં તુર્કીની ખિલાફત ચળવળને ટેકો આપીને મુસ્લિમ તુષ્ટીકરણની ખોટી પરંપરા ઊભી કરી હતી. કટ્ટર મુસ્લિમોને ગાંધીજી ખૂંચતા હતા કારણ કે તેઓ ગોરક્ષાની, રામરાજ્યની વાતો કરતા. કટ્ટર હિન્દુઓને તેઓ નહોતા ગમતા કારણકે તેઓ મુસ્લિમ તુષ્ટીકરણ માટે વધુ ને વધુ ઝૂકતા જતા હતા. દેશને પણ ઝૂકવાની ફરજ પાડતા હતા.

ગાંધીજીના પગલાં પછી મુસ્લિમ તુષ્ટીકરણ સતત થતું જ ગયું. વંદેમાતરમ્ ને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારાયું નહીં. તેના બદલે બ્રિટિશ રાજા જ્યોર્જની પ્રશસ્તિમાં રચાયેલું મનાતું જન ગણ મન સ્વીકારાયું. ડૉ. આંબેડકરે સૂચવેલા હિન્દુઓમાં સુધારા કરતા કાયદાને હિન્દુઓના વિરોધ છતાં પસાર કરાયા જે સારું જ થયું પરંતુ મુસ્લિમોના પર્સનલ લૉને સુધારાયા નહીં. ૬૦ વર્ષીય શાહબાનોને તેને છૂટાછેડા આપનાર પતિએ ભરણપોષણ આપવું તેવો સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો. કટ્ટર મુસ્લિમોને રાજી કરવા માટે રાજીવ ગાંધી સરકારે બહુમતીના જોરે કાયદામાં સુધારો કરી નાખ્યો. સલમાન રશદીના ભારતમાં પ્રકાશિત નહીં થયેલા પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર પ્રતિબંધ મૂકી દેવાયો. રાજીવ ગાંધીની કૉંગ્રેસ અને ફારુક અબ્દુલ્લાની મિશ્ર સરકારે કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય પાછો લીધો કેમ કે કાશ્મીરના મુસ્લિમ વકીલોનો વિરોધ હતો! મુસ્લિમ તુષ્ટીકરણના આવા તો અસંખ્ય કિસ્સાઓ મળશે.

કૉંગ્રેસ અને જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ, તૃણમૂલ કૉંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો દ્વારા મુસ્લિમ તુષ્ટીકરણ ચાલુ રહ્યું. ઈફ્તાર પાર્ટીઓમાં જવા માટે નેતાઓ વચ્ચે હોડ લાગવા લાગી પરંતુ હિન્દુ તહેવારો પર શુભેચ્છાઓ આપવાનું યાદ પણ ન આવે. આ બધું ખોટું હતું. કૉંગ્રેસની લઘુમતી સરકારના વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ ૧૯૯૩માં ઉતાવળે સંપ્રદાય (રિલિજિયન) અને રાજકારણની સાંઠગાંઠને તોડતા બે વિધેયક- બંધારણમાં ૮૦મો સુધારો અને જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો- લાવેલા. મુસ્લિમ તુષ્ટીકરણથી ત્રાસીને અન્યાયની લાગણી અનુભવતા હિન્દુઓની લાગણી બરાબર ઉકળેલી હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યા પછી કૉંગ્રેસને ડર હતો કે હિન્દુત્વની ભાવના આ જ રીતે પ્રબળ રહેશે (અને હિન્દુઓ નાતજાતમાં નહીં વહેંચાય) તો ભાજપ બહુમતી મેળવીને સરકારમાં આવી જશે. સ્વાભાવિક જ ભાજપે આ વિધેયકોનો વિરોધ કર્યો હતો. વિરોધ કરવામાં ‘બિનસાંપ્રદાયિક’ કહેવાતા રાજકીય પક્ષો -જનતા દળ, તેલુગુ દેશમ પક્ષ અને ડીએમક પણ હતા. અરે! રિલિજિયનને અફીણ ગણાવતા ડાબેરી પક્ષોએ પણ તેનો વિરોધ કર્યો હતો! આ વિધેયકમાં એવી જોગવાઈ હતી કે જો ઉમેદવારો સંપ્રદાય કે સાંપ્રદાયિક પ્રતીકોનો ઉપયોગ ચૂંટણી જીતવા કરે તો તેઓ સંસદ કે ધારાસભાની ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી દરમિયાન જ અમાન્ય ઠરી શકે. આ ઉપરાંત જો તેઓ ભારતના નાગરિકોમાં સંપ્રદાય, વંશ, સમુદાય કે ભાષાના આધારે શત્રુતા કે ધિક્કારની લાગણીને ઉત્તેજન આપે કે ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે તો પણ તેઓ અમાન્ય ઠરે. માત્ર ઉમેદવારો જ નહીં, આ જોગવાઈ હેઠળ તો આખો રાજકીય પક્ષ પણ અમાન્ય ઠરી શકે. વિરોધના કારણે આ વિધેયકો મોકૂફ રખાયા હતા.

સંપ્રદાયને રાજકારણથી અલગ રાખનાર દેશોનો વિકાસ થયો છે. ફ્રાન્સમાં ચર્ચની દખલગીરી ટાળવા માટે ૧૯૦૫માં સેક્યુલરિઝમનો કાયદો લવાયેલો. ત્યાં બુરખા પર હિંમતપૂર્વક પ્રતિબંધ લાદી શકાય છે. જોકે ફ્રાન્સનો ઝોક ખ્રિસ્તીઓ પ્રત્યે તો છે જ. જેમ કે ખ્રિસ્તીઓના પવિત્ર દિવસોના રોજ જાહેર રજા છે (આપણે ત્યાં રામનવમીથી માંડીને જન્માષ્ટમીની રજાઓ હવે કહેવાતી હિન્દુવાદી ભાજપ સરકારો પણ નાબૂદ કરી રહી છે. પરંતુ અન્ય મતાવલંબીઓની રજા નાબૂદ કરવાની હિંમત તેનામાં નથી.), ફ્રાન્સમાં કેથોલિક શાળાઓના શિક્ષકોના પગાર સરકાર ચૂકવે છે. સ્પેનમાં પણ આવું જ છે. અમેરિકામાં વ્યક્તિ કોઈ પણ પંથની હોય, એરપૉર્ટ સિક્યોરિટી કે અન્ય નિયમોમાંથી છટકી ન શકે. યુકેના વેસ્ટ યૉર્કશરમાં મીરફિલ્ડ ફ્રી ગ્રામર સ્કૂલે શાળાની અંદર મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝની મનાઈ કરી દીધી હતી. જર્મનીના કૉલોનમાં સેન્ટ્રલ મસ્જિદ બાંધવાની હતી ત્યારે મસ્જિદ પર લાઉડસ્પીકર નહીં મૂકવામાં આવે તેવી સરકારની શરત મુસ્લિમોએ માનવી પડી હતી. ડેનમાર્કમાં હેલ્થ કેર અને એજ્યુકેશનની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ચોખ્ખું કહી દેવામાં આવ્યું હતું કે તેઓ નમાઝ નહીં પઢી શકે. ચીનમાં મુસ્લિમ બાળા કુરાન વાંચતી હોય તેવો વિડિયો બહાર આવ્યા પછી ગાંસુ પ્રાંતમાં સરકારી શાળાઓમાં તમામ સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક હિંસાથી ગ્રસ્ત શિનજિયાંગ પ્રાતમાં તો રમઝાનમાં રોજા રાખવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો! ચીનમાં માત્ર ઈસ્લામ નહીં, નાતાલની ઉજવણી પર પણ મનાઈ મૂકાઈ હતી.

પરંતુ ભારતીય રાજકારણીઓને સંપ્રદાયો વગર ચાલતું નથી. કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોના તુષ્ટીકરણની વાતો કરી કરીને સત્તામાં આવનાર ભાજપ પણ હવે તુષ્ટીકરણ કરે તે કેવું! તરુણ સાગરજીનું સંબોધન એક માત્ર દાખલો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હમણાં સુધી એવી છાપ હતી કે તેઓ હિન્દુઓનું પણ તુષ્ટીકરણ નથી કરતા અને તેમણે વિહિપના પ્રવીણ તોગડિયાને ગુજરાતમાં ઘણા અંશે કાબૂમાં રાખ્યા હતા. તેમણે અત્યાર સુધી ઇફ્તાર પાર્ટીમાં પણ જવાનું ટાળ્યું છે. ગયા વર્ષે સંઘના વડા મોહન ભાગવતે નિવેદન કરેલું કે મધર ટેરેસાનું ખરું ધ્યેય મતાંતરણ હતું. (આ કૉલમમાં ૧ અને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ તે વિશે બે ભાગમાં લખાયું હતું. વાંચો: (૧) ભાગવત, મધર ટેરેસા અને ભારતનું સેક્યુલરિઝમ અને (૨) મધર ટેરેસાના ચમત્કાર અને શરતી સેવા) સંઘના વડાની વાતને (એટલે કે આદેશને) ઉથાપીને મોદીજી ‘મન કી બાત’માં મધર ટેરેસાની પ્રશંસા કરે છે, સુષમાજીને વેટિકનમાં મધર ટેરેસાના સંતત્વના સમારોહમાં મોકલે છે! આવું કામ તો અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે તૃણમૂલ, ટીડીપી, સમતા, નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષોનો ટેકો હોવાથી મોરચા ધર્મની વિવશતા છતાં નહોતું કર્યું.

આ પગલાંથી ભારતમાં મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિને કેટલો વેગ મળશે તેની તેમને કલ્પના હોય જ છતાં કેમ આમ કર્યું? દિલ્લી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક-બે ચર્ચ પર હુમલા થયાના કિસ્સા પછી અમેરિકા દ્વારા લઘુમતીઓની સલામતી માટે દબાણ કરાતા (એ અમેરિકામાં ભલે હિન્દુઓ, શીખો અને મુસ્લિમો પર હેટ્રેડ ક્રાઇમ થતા હોય) મોદીજીને હવે બિનસાંપ્રદાયિક છબી ઉપસાવવાની ઈચ્છા થઈ છે? નોબેલના ધખારા છે? ગુજરાતમાં ‘સૌની’ યોજનાના લોકાર્પણ વખતે મોદીજીએ પૂછેલું, ‘તમે જેવો મોકલ્યો તેવો જ છું ને?’ પરંતુ આપણે કહેવું જોઈએ કે મોદીજી, તમે ગુજરાતમાં આવા સ્યુડો સેક્યુલર નહોતા. શું મોદીજીને ખબર નથી કે તેમના આ પગલાંથી હિન્દુઓમાં અન્યાયની લાગણી બળવત્તર જ બનશે? હિન્દુઓના કહેવાતા સાધુ-સંતો જેલમાં છે અને શાહી ઈમામ પોતાને આઈએસઆઈ એજન્ટ કહેવડાવીને પણ છૂટા ફરે છે. ઝાકિર નાઈક દેશમાંથી ભાગી ગયો છે. હવે જૈનો પણ લઘુમતીનો દરજ્જો ધરાવે છે. આ દરજ્જો ગુજરાતની ભાજપ સરકારે જ આપ્યો છે. એટલે તરુણ સાગરજીને બોલાવીને ભાજપે લઘુમતીનું તુષ્ટીકરણ કર્યાની છાપ ઉપસે છે. કાલે સવારે અરવિંદ કેજરીવાલ કે કૉંગ્રેસ વિધાનસભા/સંસદમાં ઝાકિર નાઈકને, શાહી ઈમામ કે પોપને બોલાવશે ત્યારે ભાજપ કયા મોઢે તેનો વિરોધ કરશે?

gujarat guardian, national, religion, sangh parivar

હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?

પ જુલાઈ ને રવિવારના છાપામાં એક સમાચાર ચોંકાવનારા ચમક્યા. તેનું મથાળું હતું: આરએસએસે પ્રથમ વખત સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી યોજી. ઘણી વાર છાપામાં સમાચારમાં બદમાશી કરવામાં આવતી હોય છે. પીટીઆઈ સંસ્થા કે યુએનઆઈમાં વર્ષોથી સેક્યુલર અને સામ્યવાદી વિચારસરણીના લોકો હોવાથી તેઓ આવી બદમાશીભર્યા સમાચાર આપે છે અને તેના આધારે પ્રાંતીય ભાષાનાં અખબારો પણ તે મુજબ જ સમાચાર અનુવાદિત કરીને છાપતા હોય છે. તો ઘણી વાર સનસનાટી માટે હેડિંગમાં ચેડા કરવામાં આવતા હોય છે. દા. ત. હમણાં એક સમાચાર હતા કે જાસૂસી સંસ્થા રોના પૂર્વ પ્રમુખ દુલતે કહ્યું કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી માનતા હતા કે વર્ષ ૨૦૦૪માં ભાજપ ચૂંટણી હાર્યો તેનું કારણ ગોધરાકાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણો હતા. હવે આ સમાચારનું મથાળું આપી દેવામાં આવે કે ભાજપ હાર્યો તેનું કારણ નરેન્દ્ર મોદી હતા તેમ વાજપેયી માનતા હતા તો સનસનાટી મચી જાય.

આ જ રીતે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચારમાં પણ ક્યાં તો બદમાશી છે અથવા તો સનસનાટી મચાવવાનો પ્રયાસ. સમાચાર વાંચો તો ખબર પડે કે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી આપી. ઇફ્તાર પાર્ટી એટલે મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનમાં સાંજે રોજું ખોલવા માટે મુસ્લિમ બંધુઓને બોલાવીને જમાડવામાં આવે તે. અત્યાર સુધી કૉંગ્રેસ તેમજ અન્ય સેક્યુલર પક્ષો આવી ઇફ્તાર પાર્ટી યોજતી આવી હતી. તેની આરએસએસ અને ભાજપ તેમજ વિહિપ જેવા હિન્દુવાદી સંગઠનો ટીકા કરતાં હતાં. હવે સ્વાભાવિક છે કે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચાર વાંચીને સંઘના સમર્થકો ઉકળી ઊઠે. તો બીજી તરફ, સેક્યુલરો મલકાઈ ઉઠે કે આરએસએસ પણ લાઇનમાં આવી ગયો. તો આ મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો વળી કઈ સંસ્થા છે અને તેની સાથે સંઘનું નામ કેમ જોડવામાં આવે છે?

ખરેખર હકીકત એ છે કે સંઘની ઇમેજ વર્ષોથી મુસ્લિમ વિરોધી બનાવી દેવામાં આવી. અલબત્ત, એમાં ઘણા અંશે સંઘનો પણ વાંક ખરો કે તેના સ્વયંસેવકોના મનમાં આઝાદી પહેલાં અને પછી થયેલા રમખાણો, તેમાં સૌથી મોટા તો વિભાજન વખતનાં રમખાણો, તેના કારણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ પેદા થયો. મોટા ભાગના લોકો સંઘનો ઉદ્દેશ હિન્દુ ધર્મના ફેલાવાનો માને છે પરંતુ હકીકતે સંઘનો ઉદ્દેશ મુખ્યત્વે રાષ્ટ્રભક્તિનો છે. સંઘના બીજા પ્રમુખ મા.સ. ગોળવળકર ઉર્ફે ગુરુજીએ મંત્ર આપેલો: “ઓમ્ રાષ્ટ્રાય સ્વાહા, ઈદમ્ રાષ્ટ્રાય, ઈદમ્ ન મમ્” સંઘે કોઈ વ્યક્તિને ગુરુ સ્થાને નથી રાખ્યા કારણકે આસારામ સહિતના અનેક કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ તેમ ગુરુ તરીકે જેમને માન્યા હોય તેનું પતન થાય એટલે મનોબળ ડગી જાય, વિશ્વાસ ઊઠી જાય. આથી જ અનેક લોકોના આવાગમન, શંકરસિંહ વાઘેલાનો ખજૂરાહો કાંડ વગેરે અનેક કિસ્સાઓ છતાં સ્વયંસેવકોના મનમાંથી સંઘ પ્રત્યેની નિષ્ઠા અને સરવાળે દેશભક્તિ ટકી રહી. આ વિચારીને સંઘે ભગવા ધ્વજને ગુરુ તરીકે રાખ્યા. ભગવો રંગ શૌર્ય, ત્યાગ અને બલિદાનનું પ્રતીક ગણાય છે. તેથી તે પ્રેરણારૂપ છે તેમ સ્વયંસેવકો માને છે. સંઘના સ્વયંસેવકોએ ગાંધીજીની હત્યા (નથુરામ ગોડસે પહેલાં)ના ષડયંત્ર વખતે ગાંધીજીની રક્ષા કરી હતી. ગાંધીજી પણ સંઘની શાખામાં આવેલા અને જે રીતે ત્યાં નાતજાતના ભેદભાવ (જે એ વખતે બાકીના સમાજમાં ખૂબ જ પ્રબળ હતા) હટેલા તે જોઈને સંઘની પ્રશંસા કરી હતી. કાશ્મીર પર પાકિસ્તાને આક્રમણ  કર્યું અને તે પછી ચીન-ભારત વચ્ચે યુદ્ધ થયું ત્યારે સ્વયંસેવકોએ ભજવેલી ભૂમિકાથી પ્રભાવિત થઈ દેશના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુએ સંઘને ૨૬ જાન્યુઆરીની કૂચમાં ભાગ લેવા આમંત્રણ આપેલું. મચ્છુની હોનારત કે ૨૦૦૧ના કચ્છ ભૂકંપ વખતે પણ સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. એ તો સમજી શકાય, પણ હરિયાણામાં ૧૨ નવેમ્બર ૧૯૯૬ના રોજ ચરખી દાદરી ગામમાં સાઉદી અરેબિયા જતું વિમાન તેમજ કઝાખસ્તાનથી દિલ્હી આવતું વિમાન અથડાઈને જે દુર્ઘટના થઈ તેમાં સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. તે વખતની ઘટનાઓની સ્મૃતિ મુજબ, તે વખતે મુસ્લિમો સ્વંયસેવકોથી પ્રભાવિત થયા હતા અને તેમને સંઘના ગણવેશ-ખાખી ચડ્ડીમાં મસ્જિદોમાં પ્રવેશ આપ્યો હતો.

સંઘના નેતાઓ દ્વારા મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહમાં તેમની રીતે જોડવા પ્રયાસો ચાલુ હતા. , ડૉ. હેડગેવાર જેમણે સંઘની સ્થાપના કરી હતી તેઓ ક્રાંતિકારી તરીકે દેશની સ્વતંત્રતા માટે કામ કરતા હતા ત્યારે તેમના એક ક્રાંતિકારી મિત્ર મુસ્લિમ (મોટા ભાગે અશફાકુલ્લાખાન) હતા જેમણે મુસ્લિમ ટોપી છોડીને સ્વદેશી ટોપી પહેરવા લાગી હતી. કટોકટી પછી સંઘના પ્રમુખ બાળાસાહેબ દેવરસને મળવા મુસ્લિમ નેતાઓ આવ્યા હતા. સંઘની શાખાઓમાં પણ આજુબાજુ રહેતા મુસ્લિમો આવતા. ભાજપમાં સ્વ. સિકંદર બખ્ત, શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ તો હતા જ. પરંતુ આ બધા પ્રયાસોથી કંઈ નક્કર થતું નહોતું.

સંઘને લાગ્યું કે કંઈક નક્કર કરવું પડશે. એ વખતે સંઘના પ્રમુખ (જેને સંઘની ભાષામાં સરસંઘચાલક કહે છે) સ્વ. કે. એસ. સુદર્શન હતા. તેમની મુસ્લિમ નેતાઓ સાથે નિયમિત બેઠક થતી હતી. ૨૦૦૨નું (કુખ્યાત બની ચુકેલું) વર્ષ હતું. એ વર્ષે જ સંઘની એક મુસ્લિમ સંસ્થાએ જન્મ લીધો. તેનું નામ હતું- મુસ્લિમ રાષ્ટ્રીય મંચ! અલબત્ત, હિન્દુદ્વેષી મિડિયાએ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણોને જેટલા ચગાવ્યા તેના એક ટકા જેટલું મહત્ત્વ પણ આ સમાચારને આપ્યું નહીં. હિન્દુ-મુસ્લિમોને અલગ રાખવામાં મિડિયા, ખાસ કરીને અંગ્રેજી મિડિયા પણ આટલું જ દોષી ગણાય.

કેવી રીતે એ સંસ્થા જન્મી તેના અનેક કિસ્સાઓમાં એક રસપ્રદ કિસ્સો આવો છે. ડિસેમ્બર ૨૦૦૨માં સુદર્શને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્ય એવાં નફીસા હુસૈનના ચાણક્યપુરીમાં આવેલા નિવાસસ્થાને કેટલાક લોકોને સંબોધ્યા હતા અને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો. તેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ત્રાસવાદીઓ જે રીતે જેહાદનું અર્થઘટન કરે છે તે ઈસ્લામ પ્રમાણે ઉચિત નથી. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઇથોપિયાની મેકેલે યુનિવર્સિટીના ભૂગોળના પ્રાધ્યાપક ડૉ. તાહીર હુસૈન સહિતના લોકોએ એકબીજાના ધર્મ પ્રત્યેની ખોટી ધારણાઓ ભાંગવા પ્રયત્ન કર્યો અને ‘માઇ હિન્દુસ્તાન’ (ભારત માતા) નામનું સંગઠન બનાવવા નિર્ણય કર્યો. આ સંસ્થાનું નામ બદલી બાદમાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચ અને તે પછી મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા કરાયું.

દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં તે વખતે પીએચ.ડી. વિદ્યાર્થી ઈમરાન ચૌધરીએ દેશના ૬૫મા સ્વાતંત્ર્યદિનના સપ્તાહ પૂર્વે જૂની દિલ્હીના તેના પડોશમાં કરેલી હરકતથી તેની આજુબાજુ કેટલાક કટ્ટર તો કેટલાક સંઘ પ્રત્યે શંકા ધરાવતા લોકો ચોંકી ઉઠ્યા. ઈમરાને પોસ્ટર ચોંટાડ્યાં હતાં જેમાં સંઘના પ્રચારક ઈન્દ્રેશકુમાર ૧૫ ઓગસ્ટે તેમના વિસ્તારમાં સભા સંબોધશે તેવી માહિતી હતી. કલાકોની અંદર આની વિરુદ્ધમાં પોસ્ટરો ચોંટાડાઈ ગયાં. તેમાં લખાયું હતું જે લોકો મુસ્લિમોના ખૂનના તરસ્યા છે તેઓ જ અહીં આવી રહ્યા છે. ચૌધરીને એક મુસ્લિમ ધર્મગુરુએ ખાનગીમાં સમજાવ્યું કે તું ભાજપને સમર્થન કરે એ સમજાય, પણ આરએસએસને?

મુસ્લિમો સાથે સેતુ બાંધવાની કોશિશ કોણ કરી રહ્યું હતું? સંઘના આદેશથી આ કોશિશ એ જ કરી રહ્યા હતા જેમના માથે કૉંગ્રેસની સરકારે સમજૌતા વિસ્ફોટ તેમજ હૈદરાબાદની મક્કા મસ્જિદ વિસ્ફોટનું આળ ચડાવી ભગવા આતંકવાદ નામનો શબ્દ વહેતો કર્યો હતો. અને જોવાની વાત એ છે કે જ્યારે આવું થયું ત્યારે આ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ઈમરાન ચૌધરી સહિત અનેક મુસ્લિમો ઈન્દ્રેશકુમારના સમર્થનમાં આગળ આવ્યા હતા.

એમઆરએમ તરીકે ટૂંકમાં ઓળખાતું આ સંગઠન હવે તો ૨૭ રાજ્યોના ૨૦૦ જિલ્લાઓમાં હાજરી ધરાવે છે. તેના સભ્યો કંઈ સંઘની શાખામાં ખાખી ચડ્ડીમાં કૂચ (સંઘ તેને પથસંચલન કહે છે) કરતા નથી. આ સંગઠનને પણ સંઘની જેમ સાંસ્કૃતિક સંગઠન ગણાવાય છે. જોકે સંઘના શિબિરોમાં જેને સ્વેચ્છાએ જવું હોય તે જઈ શકે છે. દા. ત. ડૉ. તાહિર હુસૈન ભોપાલમાં યોજાયેલા સંઘના શિબિરમાં એક વાર ગયા હતા અને તે પણ રમઝાનના મહિનામાં! તેમને એક પ્રચારકે સૂર્યોદય પહેલાં ઉઠાડી દીધા જેથી તેઓ શેહરી (રોજું શરૂ થાય તે પહેલાં ખાઈ લેવું) લઈ શકે. તાહિર હુસૈનને સંઘના લોકો ધરતી સાથે જોડાયેલા નમ્ર લોકો લાગે છે. ઈમરાન ચૌધરી જ્યારે સંઘના હાલના પ્રમુખ મોહન ભાગવતને મળ્યો તે પછી તેને પણ લાગ્યું કે તેણે સંઘ પરિવારની અંતિમવાદી વિચારધારા વિશે જે સાંભળ્યું હતું તે બધું ખોટું છે. મોહન ભાગવત તેને ભેટ્યા. તેમણે ઈમરાનને હિન્દુ બનવા સહેજે દબાણ ન કર્યું. ઈમરાન કહે છે કે સંઘ- વિહિપ વિશે જે મુસ્લિમોના ધર્મપરિવર્તનની ધારણાઓ ફેલાવાઈ છે તે સાવ બોગસ છે.

નવાઈની વાત લાગશે, પરંતુ હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે વર્ષોથી ખાઈ પડેલી છે તેને તોડવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. ઑગસ્ટ ૨૦૦૮માં મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ અમરનાથ યાત્રા માટે જમીન ફાળવાય તે માટે દિલ્હીના લાલ કિલ્લાથી કાશ્મીર સુધીની પૈગામ-એ-અમનની યાત્રા કાઢી હતી. જોકે એ યાત્રાને શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સરહદ પર જ અટકાવી દેવાઈ હતી પરંતુ બાદમાં જમ્મુમાં તેમને જવા દેવાયા હતા. નવેમ્બર ૨૦૦૯માં એમઆરએમે મુંબઈમાં કસાબ આણિ મંડળીએ પાકિસ્તાનના ઈશારે કરેલા હુમલાના વિરોધમાં તિરંગા યાત્રા કાઢી હતી. તેમાં એક હજાર સ્વયંસેવકોએ ત્રાસવાદ સામે લડવા અને પોતપોતાના જિલ્લામાં તેની સામે અભિયાન ચલાવવા પ્રતિજ્ઞા લીધી હતી. ઑક્ટોબર ૨૦૧૩માં ડૉ. તાહિર હુસૈને હરિયાણામાં ૧૨ ગામોની પંચાયત બોલાવી હતી જેમાં ગાયના માંસ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર થયો હતો. નવેમ્બર ૨૦૦૯માં જમિયત ઉલેમા-એ-હિન્દે વંદેમાતરમ્ ગાવાનો વિરોધ કરતો ઠરાવ કર્યો તો મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે જે લોકો વંદેમાતરમ્ નથી ગાતા તેઓ ઈસ્લામ અને ભારતના વિરોધી છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં એમઆરએમે કાશ્મીરના વિકાસને અટકાવનારી કલમ ૩૭૦ને દૂર કરવા માગણી કરતી સહીઝુંબેશ ચલાવી હતી જેમાં સાત લાખ લોકોએ સહી કરી હતી.

જોકે એમઆરએમમાં જોડાતા મુસ્લિમોને તેમના સમાજના કેટલાક બની બેઠેલા કટ્ટર આગેવાનો અને સંસ્થાઓમાં વિરોધ તેમજ તેના કારણે હાનિનો સામનો કરવો પડે છે. જેમ કે ડૉ. તાહિર હુસૈન જામિયા માલિયા યુનિવર્સિટીમાં રિસર્ચ એસોસિએટ પણ છે. તેઓ કહે છે કે તેઓ આ એમઆરએમ સાથેના સંબંધના કારણે તેમને આ યુનિવર્સિટીમાં કાયમી નોકરી મળતી નથી. જોકે તેમને તેનો કોઈ વાંધો નથી.

પક્ષના રાષ્ટ્રીય સંયોજન મોહમ્મદ અફઝલ છે. સ્વાભાવિક છે કે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા હોવાથી તેમની સમક્ષ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણો અને ભાજપનો પ્રશ્ન ઉઠવાનો જ. પરંતુ તેઓ કહે છે કે કૉંગ્રેસે શીખો વિરુદ્ધ ૧૯૮૪માં રમખાણો કર્યાઁ હતાં તેના કારણે શીખોએ કૉંગ્રેસ પક્ષ છોડી દીધો નહોતો. તેઓ મુખ્યપ્રવાહમાં રહ્યા. તેનું પરિણામ એ આવ્યું કે ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા. તો મુસ્લિમોએ પણ ગોધરા પછીનાં રમખાણોના કારણે શા માટે ભાજપ છોડવો જોઈએ?

મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા દ્વારા ઈફ્તાર પાર્ટી આ કંઈ પહેલી વાર નહોતી અપાઈ, પરંતુ તેની નોંધ વ્યાપક પણે પહેલી વાર લેવાઈ. ગયા વર્ષે ગુજરાતમાં પણ આ સંસ્થાએ ઈફ્તાર પાર્ટી આપી હતી. આ વખતે મિડિયાનું ધ્યાન કદાચ એટલે પણ ગયું કારણકે સંસદભવનના પરિસરમાં આ પાર્ટી હતી અને તેમાં ૭૦ ઇસ્લામિક દેશોના રાજદૂતો પણ હાજર હતા.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

media, politics, sikka nee beejee baaju

અર્થના અનર્થ: ઉપદ્રવી ગોત્ર, નીચ રાજનીતિ અને દીકરી જેવી…

મિડિયા દ્વારા વાતને અધૂરા સંદર્ભમાં રજૂ કરાવાથી અર્થના અનર્થ થાય છે તે વાતને આગળ ધપાવીએ. આરએસએસના વડા મોહન ભાગવતે વર્ષ ૨૦૧૩માં એમ કહ્યું કે બળાત્કારો ‘ઇન્ડિયા’માં જ થાય છે, ‘ભારત’માં નહીં. આ નિવેદન અંગે પણ હોબાળો મચી ગયો. જાણીતી હસ્તીઓએ બહુ ટીકા કરી અને કહ્યું કે શું ગામડાંઓમાં બળાત્કાર નથી થતા? ભાગવત કયા ભારતમાં વસે છે?  વગેરે વગેરે. પરંતુ હકીકતે ભાગવતે શું કહ્યું હતું તે જાણ્યા વિના જ બધા તૂટી પડ્યા હતા. તેમણે કરેલા ભાષણના અદ્દલ શબ્દો વાંચવા જરૂરી છે. આસામના સિલ્ચરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ભાગવતનો કાર્યક્રમ હતો. તેમાં એક સજ્જને તેમને પૂછ્યું કે આજકાલ ઇન્ડિયામાં એટ્રોસિટિઝ અગેઇન્સ્ટ વિમેન, રેપ્સ, મોલેસ્ટેશન વધી ગયા છે. તે સંદર્ભમાં તમારા શા વિચાર છે?

તેમણે જે જવાબ આપ્યો તે હિન્દીમાં જ પ્રસ્તુત છે:

“ઇન્ડિયા મેં જો ઘટ રહા હૈ, બઢ રહા હૈ, વહ બહુત ખતરનાક હૈ, લેકિન યે ભારત મેં નહીં હૈ. યે ઇન્ડિયા મેં હૈ. જહાં ઇન્ડિયા નહીં હૈ, કેવલ ભારત હૈ, વહાં યે બાતેં નહીં હોતી, આજ ભી. જિસને ભારત સે નાતા તોડા ઉસકા યહ હુઆ. ક્યોંકિ યહ હોને કે પીછે અનેક કારણ હૈં. ઉસમેં એક પ્રમુખ કારણ યહ ભી હૈ કિ હમ માનવતા કો ભૂલ ગયેં, સંસ્કારો કો ભૂલ ગયેં. માનવતા, સંસ્કાર પુસ્તકોં સે નહીં આતે, પરંપરા સે આતે હૈં, લાલન-પાલન સે મિલતે હૈં, પરિવાર સે મિલતે હૈં. પરિવાર મેં હમ ક્યા સિખાતે હૈં ઉસસે મિલતે હૈં.”

આનો અર્થ એ કે ભાગવતના મતે ઇન્ડિયા એટલે શહેર નહીં અને ભારત એટલે ગામડાં નહીં. તેમના અનુસાર, જે લોકો પોતાના સંસ્કારો સાથે જોડાયેલા છે તે શહેર કે ગામડા ગમે ત્યાં વસતા હોય તે ભારતવાળા છે. જો માનવતાને ભૂલી ન ગયા હોત તો દિલ્હીમાં જે ક્રૂરતા બળાત્કારીએ આચરી તે ન આચરી હોત. આટલું કહીને તેઓ મહિલા પ્રત્યે જોવાની દૃષ્ટિ ભારતમાં કેવી હતી અને પશ્ચિમમાં કેવી છે તેના વિશે કહે છે અને પછી કહે છે કે તેમાં ચૂક થવાના કારણે જ મહિલાવિરોધી ગુનાઓ વધી રહ્યા છે. તેમના શબ્દોમાં:

“દુનિયા કી મહિલા કી તરફ દેખને કી દૃષ્ટિ વાસ્તવ મેં ક્યા હૈ? દિખતા હૈ કી મહિલા પુરુષ કે લિયે ભોગવસ્તુ હૈ. કિન્તુ વે ઐસા બોલેંગે નહીં. બોલેંગે તો બવાલ હો જાયેગા. કિન્તુ મૂલ મેં જાકર આપ અધ્યયન કરેંગે તો મહિલા ઉપભોગ કે લિયે હૈ, ઐસા હી વ્યવહાર રહેતા હૈ. વહ એક સ્વતંત્ર પ્રાણી હૈ, ઇસલિયે ઉસે સમાનતા દી જાતી હૈ, કિન્તુ ભાવ વોહી ઉપભોગવાલા હી હોતા હૈ. હમારે યહાં વૈસા નહીં હૈ. હમ કહતે હૈ કિ મહિલા જગજ્જનની કા રૂપ હૈ. કન્યાભોજન હોતા હૈ હમારે યહાં ક્યોંકિ વહ જગજ્જનની હૈ. આજ ભી ઉત્તર ભારત મેં કન્યાઓં કો પૈર છૂને નહીં દેતેં ક્યોંકિ વહ જગજ્જની કા રૂપ હૈ. ઉલટે ઉનકે પૈર છુયે જાતે હૈ. બડે બડે નેતા ભી ઐસા કરતે હૈ…વો હિન્દુત્વવાદી નહીં હૈ. ફિર ભી એસા કરતે હૈ ક્યોંકિ પરિવાર કે સંસ્કાર હૈ. અબ યહ સંસ્કાર આજ કે તથાકથિત એફ્લુએન્ટ પરિવાર મેં નહીં હૈ. વહાં તો કરિઅરિઝમ હૈ. પૈસા કમાઓ, પૈસા કમાઓ, બાકી કી ચીજ સે કોઈ લેના દેના નહીં. શિક્ષા સે ઇન સંસ્કારો કો બાહર કરને કી હોડ ચલી હૈ. શિક્ષા વ્યક્તિ કો સુસંસ્કૃત બનાને કે લિએ હોતી હૈ. કિન્તુ આજકલ ઐસા નહીં દિખતા….કડા કાનૂન હોના ચાહિએ. ઇસ મેં કોઈ દો રાય નહીં હૈ….લેકિન કેવલ કાનૂનોં ઔર સજા કે પ્રાવધાનો સે નહીં બનતી બાત. ટ્રાફિક કે લિયે કાનૂન હૈ. મગર સ્થિતિ ક્યા હોતી હૈ? જબ તક પુલિસ હોતી હૈ, તબ તક કાનૂન માનતે હૈ. કભી કભી તો પુલિસ કે હોને પર ભી નહીં માનતે.” (આખું ભાષણ વાંચો : http://wp.me/phzA7-mv)

આમ તેમણે કાયદાની સાથે સંસ્કારો પર ભાર મૂક્યો હતો. અને આખું ભાષણ વાંચતા ખ્યાલ આવી જાય કે તેમણે મહિલાઓ સામેના ગુનાઓ રોકવા ભારતીયતા વધારવા પર ભાર મૂક્યો છે, તેમાં ક્યાંય ગામડાં અને શહેરની વાત નથી આવતી.

હજુ તો આ નિવેદન કર્યું તેના બીજા જ દિવસે ભાગવતના બીજા એક નિવેદનથી હોબાળો થઈ ગયો. સમાચારોમાં એમ છપાયું કે ભાગવતે કહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે એક સામાજિક કરાર હોય છે જે મુજબ, પત્નીએ પતિની સંભાળ લેવાની હોય છે અને પતિએ કમાવાનું હોય છે. આનાથી નારીવાદીઓ ઉકળી ઉઠ્યા. પરંતુ ભાગવતે શું કહ્યું હતું તે જાણવાની ન તો તેમણે કોશિશ કરી ન તો મિડિયાએ પૂરતા સંદર્ભ સાથે વાત રજૂ કરી. ભાગવતે આમ કહ્યું હતું:

“પીછલે ૩૦૦ સાલ મેં મનુષ્ય અપને વિચારો કે અહંકાર મેં વિચાર કરતા ગયા, કરતા ગયા, જો મૈં કહતા હૂં, વહી સત્ય હૈ ઐસા માનતે ગયા. અહંકાર ઇતના બઢ ગયા ઉસકા કિ ઉસને કહા અગર પરમેશ્વર ભી હૈ તો ઉસકો મેરે ટેસ્ટટ્યૂબ મેં ઉપસ્થિત હોના પડેગા તભી માનૂંગા.

તો એસી જબ સ્થિતિ આઈ તો વિચાર નિકલા કિ દુનિયા ક્યા હૈ, આત્મા પરમાત્મા બેકાર કી બાત હૈ. સબ કુછ જડ કા ખેલ હૈ. કોઈ એક હિગ્ગજ બોસોં હૈ, વો કણો કો વસ્તુમાન પ્રદાન કરતા હૈ, ફિર યે કણ આપસ મેં ટકરાતે હૈ, કુછ મિલ જાતે હૈ, કુછ બિખર જાતે હૈ, ઉસમેં સે જો ઉર્જા ઉત્પન્ન હોતી હૈ, ઔર ઉસમેં સે પદાર્થ ભી ઉત્પન્ન હો જાતે હૈ, ઔર ઇસકા કુછ નિયમ નહીં, સમ્બન્ધ નહીં….યે એક સૌદા હૈ. થિયરી ઑફ કોન્ટ્રાક્ટ. થિયરી ઑફ સોશિયલ કૉન્ટ્રાક્ટ. પત્ની સે પતિ કા સૌદા તય હુઆ હૈ. ઇસકો આપ લોગ વિવાહ સંસ્કાર કહતે હોંગે, પરંતુ યહ એક સૌદા હૈ. તુમ મેરા ઘર સંભાલો, મુઝે સુખ દો. મૈં તુમ્હારે પેટ પાની કી વ્યવસ્થા કરુંગા ઔર તુમ કો સુરક્ષિત રખુંગા. ઔર ઇસલિયે ઉસ પર ચલતા હૈ. જબ તક પત્ની ઠીક હૈ, તબ તક પતિ કૉન્ટ્રાક્ટ કે રૂપ મેં ઉસકો રખતા હૈ. જબ પત્ની કૉન્ટ્રાક્ટ પૂર્ણ નહીં કર સકતી તો ઉસકો છોડો….દૂસરા કોન્ટ્રાક્ટ કરનેવાલા ખોજો. “

મતલબ કે ભાગવતે ઉપર કહ્યું તેમાંથી તેમના શબ્દો લઈને સમાચાર બનાવી દેવાયા. પરંતુ આ ભાગવતનો દૃષ્ટિકોણ નહોતો. તેમણે તો આ પાશ્ચાત્ય કે આધુનિક ભારતની લગ્નવ્યવસ્થાની વાત કરી હતી. તે પછી તેમનો તર્ક આવે છે. તેઓ કહે છે કે ડરથી માણસ એકબીજાની રક્ષા કરે છે. ડરથી પર્યાવરણની રક્ષા કરે છે. ડરથી રશિયા સોવિયેતસંઘ બની રહ્યું, પરંતુ ડર સમાપ્ત થયો અને તે વિખેરાઈ ગયું. હવે તેમનો તર્ક તેમના શબ્દોમાં જ વાંચો:

“ઔર ભારત કે વિચાર ક્યા કહતે હૈ ઇસ મામલે મેં? વો કહેતે હૈ, ઐસા નહીં હૈ ભાઈ, દુનિયા સંબંધો પર આધારિત હૈ. દિખતા અલગ હૈ, લેકિન સબ એક હૈ. યોં કહો કિ એક હી અનેક રૂપ મેં પ્રગટ હુઆ હૈ.”

મતલબ કે તેમણે ખરેખર તો એવો રાહ બતાવ્યો કે પતિ-પત્ની એકબીજાને કોન્ટ્રાક્ટથી બંધાયેલા કર્મચારી જેવા નહીં, પરંતુ આપણા દૃષ્ટિકોણ મુજબ દરેકમાં ભગવાનને જોવાની પદ્ધતિ અપનાવી તે રીતે જુએ તો કોઈ સમસ્યા ન રહે.

આવું જ લાલકૃષ્ણ આડવાણી પાકિસ્તાન કટાસરાજ મંદિરના ઉદ્ઘાટનમાં ગયા ત્યારે થયું હતું. પાકિસ્તાન જેવો મુસ્લિમ દેશ હિન્દુવાદી ભાજપના નેતાને હિન્દુ મંદિરના ઝીર્ણોદ્ધારમાં બોલાવે તે વાત મહત્ત્વની ગણાય કે નહીં? પાકિસ્તાન જ્યાં મંદિરો તૂટતા હોય તે વાત મહત્ત્વની ગણાય કે નહીં? પરંતુ એ વાતના બદલે, આડવાણી ઝીણાની કબર પર ગયા ત્યારે તેમણે ત્યાં ઝીણાના શબ્દો ટાંકીને લખ્યા હતા. ઝીણાએ પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવાનું સપનું સેવ્યું હતું તે વાત આડવાણીએ ટાંકીને પાકિસ્તાનને આડકતરી સલાહ આપી કે તમારા સ્થાપક ઝીણાની વાત માની તમે હિન્દુઓનું રક્ષણ કરો. તેમણે કંઈ ઝીણાને સેક્યુલર નહોતા કહ્યા, પરંતુ ઉલટું પાકિસ્તાનને ત્યાં જઈને સલાહ આપી હતી (જેમ ઓબામા અહીં આવીને આપણને સેક્યુલર અને પ્લુરસ્ટિક રહેવાની સલાહ આપી ગયા) પરંતુ તે વખતે મિડિયાએ તેને એ રીતે ચગાવી દીધું કે જુઓ આડવાણી હવે વડા પ્રધાન થવા માટે સેક્યુલર થઈ ગયા અને ઝીણાના વખાણ કરવા માંડ્યા. હકીકતે આ જ વાત આડવાણીએ તેના થોડા વખત પહેલાં દિલ્હીમાં કરી જ હતી, પરંતુ ત્યારે કોઈ વિવાદ ન થયો. પાકિસ્તાનમાં આડવાણીએ કરેલી વાતનો વિવાદ ઊભો કરાયો અને તેમાં આડવાણીનું સ્થાન નીચું પાડવા વિહિપ અને ભાજપનો એક વર્ગ પણ તેમાં જોડાઈ ગયો અને તે પછી આડવાણીને ભાજપ પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.

તાજેતરમાં દિલ્હીની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપવાળાઓએ એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું. જેમાં અણ્ણા હઝારેને મૃત બતાવ્યા હતા. આનો વિવાદ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીવાળા તો આવો ટ્વિસ્ટ આપે, પરંતુ મિડિયા પણ હઇશો હઈશોમાં જોડાઈ ગયું. અરે ભાઈ! કાર્ટૂનની પોતાની એક ભાષા હોય છે. તેની અભિવ્યક્તિની એક શૈલી હોય છે. કેજરીવાલે અણ્ણાના સિદ્ધાંતોને ક્યારના ત્યાગી દીધા છે, તેના માટે તો અણ્ણા મૃત જેવા જ છે તેમ કાર્ટૂન દ્વારા કહેવાનો ઈરાદો હતો. ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ જીતી તે પછી તેમણે વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયાના થોડા મહિનાઓ પહેલાં મૃત ક્રિકેટર ફિલિપ હ્યુજીસને અર્પણ કર્યો. આ સંદર્ભમાં સતીશ આચાર્યનું કાર્ટૂન છે જેમાં ઑસ્ટ્રેલિયાવાળા ચંદ્ર પર છે અને ફિલિપ હ્યુજીસને વર્લ્ડ કપ અર્પણ કરતા કહે છે કે “હીયર ઓવર ધ મૂન, જસ્ટ ટૂ બી નિયરર ટૂ યુ, હ્યુજીસી!” તો આનો અર્થ એવો થોડો થયો કે ઑસ્ટ્રેલિયાની વર્તમાન ક્રિકેટ ટીમ પણ મૃત્યુ પામી ને ચંદ્ર પર ચાલી ગઈ?

દિલ્હીની વિધાનસભા ચૂંટણી વખતે જ ભાજપની જાહેરખબરમાં કેજરીવાલને ઉપદ્રવી ગોત્રના ગણાવવામાં આવ્યા. કેજરીવાલે આ બાબતને પોતાનો મનગમતો વળાંક આપ્યો અને મિડિયા પણ તેમાં જોડાયું કે કેજરીવાલ જે ગોત્રના છે તે અગ્રવાલ સમાજને ઉપદ્રવી કહ્યા. અરે ભાઈ! ઉપદ્રવી ગોત્રના હોવું એટલે હંમેશાં ઉપદ્રવ કરતા રહેવું. સમગ્ર અગ્રવાલ સમાજને ઉપદ્રવી કહેવાનો ન હોય તે સમજવાની વાત છે. આ ગોત્ર જાતિગત રીતે નહીં, વૈચારિક રીતે વાત કરાઈ હતી.

જોકે ભાજપ-નરેન્દ્ર મોદી પણ આવા ટ્વિસ્ટ આપવામાં ઓછા ઉતરતા નથી. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીને બદનામ કરવાના મોદીના પ્રયાસોના સંદર્ભમાં કહ્યું હતું કે તેઓ (મોદી) હવે ‘નીચ રાજનીતિ’ પર ઉતરી આવ્યા છે. હવે અહીં નીચ શબ્દ કોઈ જાતિની રીતે ઉચ્ચ કે નીચના સંદર્ભમાં નથી પરંતુ રાજનીતિના સંદર્ભમાં છે. પરંતુ મોદીએ આને એવો વળાંક આપી દીધો કે “હું સામાજિક રીતે પછાત વર્ગનો હોવાથી તેઓ (ગાંધી પરિવાર) મારી રાજનીતિને નીચ રાજનીતિ ગણે છે.”

તો આવું જ મોદી સાથે પ્રિયંકાએ કરેલું. મોદીએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે પ્રિયંકા ગાંધીને તેઓ પોતાની દીકરી જેવી ગણે છે. આથી પ્રિયંકા તેમના (મોદી) વિરુદ્ધ ગમે તેટલું ગમે તેવું બોલશે તોય તેઓ રોષે નહીં ભરાય. અહીં સ્પષ્ટ છે કે કોઈ છોકરીને આપણે દીકરી જેવી કહીએ કે દીકરી કહીએ એટલે જૈવિક રીતે તેના પિતા થઈ જવાતું નથી કે તેની માતા સાથે સંબંધ જોડવાની વાતેય નથી પરંતુ જેવી રીતે એક પિતા દીકરીને જે દૃષ્ટિથી જુએ છે તે દૃષ્ટિથી જોવાની વાત છે, પરંતુ આ વાતનોય હોબાળો કરી દેવામાં આવ્યો અને પ્રિયંકા સહિત કૉંગ્રેસીઓએ વાતને ઊંધી રીતે લીધી.

ટૂંકમાં, અર્થના અનર્થ કરવામાં મિડિયા અને રાજકારણીઓ એકસરખા પાવરધા છે. આ વાતનોય ઊંધો અર્થ ન લેવો! અહીં બધા મિડિયા અને રાજકારણીઓની વાત નથી, પરંતુ ઘણા બધા તો પાવરધા છે જ.

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૫/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

national, religion, sangh parivar, sikka nee beejee baaju

ભાગવત, ટેરેસા અને ભારતનું સેક્યુલરિઝમ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના નામે એક વિવાદ હમણાં સર્જાઈ ગયો. તેમણે મધર ટેરેસા વિશે કહ્યું કે તેમની ગરીબોની સેવા પાછળ મુખ્ય ઉદ્દેશ તેમનું ખ્રિસ્તી ધર્માંતરણ કરાવવાનો હતો. આથી પોતાને ધર્મનિરપેક્ષ માનતા લોકો ભાગવતના આ નિવેદન પર તૂટી પડ્યા અને દેકારો મચાવી દીધો.

એમાં કોઈ શંકા નથી કે મધર ટેરેસાએ તેમની એવી મજબૂત છબિ બનાવી લીધી હતી કે તેમને ગરીબોના મસીહા તરીકે આજે પણ માનવામાં આવે છે. રાજકારણી અરવિંદ કેજરીવાલથી માંડીને અભિનેત્રી દિયા મિર્ઝા સહિતના લોકો તેમના પ્રભાવ હેઠળ છે. મુખ્યત્વે માધ્યમોમાં કોન્વેન્ટ સ્કૂલોમાંથી બહાર પડેલા લોકો હાવિ હોવાથી તેમજ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ખ્રિસ્તીઓનું પ્રભુત્વ હોવાથી આ છબિ સરળતાથી સર્જાઈ છે. પરંતુ જ્યારે મધર ટેરેસાને સંત જાહેર કરવાના હતા ત્યારે અને તે પહેલાં પણ આ જ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના કરતૂતોનો પર્દાફાશ થયેલો છે પરંતુ ભારતીય માધ્યમોમાં તેને સિફતપૂર્વક છુપાવી દેવાયાં હતાં.

ખ્રિસ્તી સંસ્થાઓએ તેમની છબિ સેવાભાવી બનાવી છે પરંતુ તેની પાછળનો હેતુ ધર્માંતરણ સિવાય કોઈ નથી હોતો. આ વાતને સ્વયં સ્વ. પોપ જોન પોલે જ પુષ્ટ કરી હતી. મધર ટેરેસાની વાત તો આપણે પછી કરીશું. પરંતુ પોપ જોન પોલ જ્યારે નવેમ્બર, ૧૯૯૯માં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આજની જેમ ભાજપની સરકાર હતી. ભાજપની સરકાર આવે એટલે રાતોરાત કોમી હિંસામાં વધારો થઈ ગયેલો બતાવાય છે. તા. ૧૫-૨-૧૫ની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં આપણે દિલ્હીની ચૂંટણીના બોધપાઠોની ચર્ચા કરતાં લખ્યું હતું કે દિલ્હીમાં બરાબર ચૂંટણીના ટાણે જ ચર્ચો પર હુમલાની ઘટનાઓ બને છે અને તેના માટે ખ્રિસ્તીઓ સરઘસો કાઢે છે. જોકે વાતમાં ઘણી વાર બહુ માલ હોતો નથી ને વા વાયો ને નળિયું ખસ્યું જેવો ઘાટ હોય છે. તો ૧૯૯૯માં ભાજપની સરકાર હતી. તે વખતે પોપ ક્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા? બરાબર દિવાળીના દિવસે! હિન્દુઓના સર્વોચ્ચ તહેવાર પૈકીના એક તહેવારના ટાણે! અને માહોલ એવો તંગદિલીનો સર્જવામાં આવ્યો કે ભાજપની સરકારે તેમની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કરવો પડ્યો હતો દિલ્હીના એક સ્ટેડિયમમાં.

અને તેમણે પોતાના પ્રવચનમાં શું કહ્યું? જરાય શબ્દો ચોર્યા વગર તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓએ એશિયામાં ધર્માંતરણ કરવા માટે ક્રુસેડ (જેહાદ, મુસ્લિમોની જેમ ખ્રિસ્તીઓમાં પણ જેહાદ હોય છે) ચલાવવી પડશે. આવનારી સહસ્રાબ્દિ (મિલેનિયમ, જે તે બે વર્ષ પછી, ઈ.સ.૨૦૦૧થી શરૂ થતું હતું)માં આ ક્ષેત્રને ખ્રિસ્તીમય બનાવવા એશિયન બિશપોની સભાને તેમણે પ્રોત્સાહિત કરી હતી. તેમણે તેમને કહ્યું કે જાવ અને ક્રાઇસ્ટ માટે આ પ્રદેશને જીતી લો. જેવી રીતે ચર્ચે પહેલી સહસ્રાબ્દિમાં યુરોપમાં કર્યું અને બીજી સહસ્રાબ્દિમાં અમેરિકા ખંડમાં કર્યું તેમ જ એશિયા ખંડને પણ તમે ખ્રિસ્તીમય બનાવી દો. પોપ જાણે ભારતની સરકારથી પણ ઉપરી સત્તા હોય તેમ તેમણે ચોખ્ખું કહ્યું કે કોઈની શ્રદ્ધાને બદલવી એ મૂળભૂત માનવ અધિકાર છે અને કોઈ દેશ, કોઈ જૂથ તેને તેમ કરતાં રોકી ન શકે.

એ વખતે અમેરિકામાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેદિક સ્ટડિઝના ડાયરેક્ટર ડેવિડ ફ્રાવલીએ કહ્યું હતું કે કોઈ પશ્ચિમી દેશ પશ્ચિમમાં હિન્દુ ધર્મમાં ધર્માંતરિત કરવાની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા આવતા હિન્દુ ધાર્મિક નેતાને, કોઈ સરકારના વડા બીજા સરકારના વડાને સત્કારે તેમ, સત્કારે નહીં. અર્થાત્ મોદી જે રીતે જિનપિંગને આવકારે તેમ આપણા શંકરાચાર્યને ઓબામા આવકાર ન આપે. પણ ભારતે પોપને આવો આવકાર આપ્યો હતો. એનું એક કારણ અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ જેવા બળુકા દેશો પણ છે.

આ દેશો મહાસત્તા છે અને જગતનો કાર્યભાર તેઓ મળીને ચલાવે છે અને તેઓ ખ્રિસ્તી વર્ચસ્વવાળા દેશો છે. આથી ભારતમાં અને અન્ય દેશોમાં એક ખ્રિસ્તી પર કાંકરીચાળો થાય તો પણ તેના સમાચાર પીટીઆઈ, યુએનઆઈ જેવી કોન્વેન્ટિયા પ્રભાવિત અને સામ્યવાદ પ્રભાવિત સમાચાર સંસ્થાઓ તેને બહોળી પ્રસિદ્ધિ આપે છે અને પછી અંગ્રેજી અખબારો તેમજ ચેનલોમાં તેના પર એવી રોકકળ કરાય છે જાણે તેમના પિતાશ્રીનું કોઈએ ખૂન કર્યું હોય. અને આવું બને એટલે તરત અમેરિકાની માનવ અધિકાર સંસ્થાઓ વાજાં વગાડવા માંડે છે. પછી અમેરિકાના જે પ્રમુખ હોય તેનો વારો આવે છે. આર્થિક બાબતો નક્કી કરવાની આ દેશોના હાથમાં હોવાથી ભારતમાં જે પણ પક્ષની સરકાર તેણે મુંડી નીચી રાખી સાંભળી લેવું પડે છે. જોયું નહીં? નરેન્દ્ર મોદીએ પણ ધાર્મિક સ્વાતંત્ર્ય જાળવવા નિવેદન ન આપવું પડ્યું?

ખ્રિસ્તીઓને કંઈ થાય તો ઉપર કહ્યા એ દેશો છે. મુસ્લિમો માટે સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, ઈરાક, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા અનેક મુસ્લિમ દેશો છે, પણ હિન્દુઓનું કોણ? તેની પાછળ કઈ સરકાર ઊભી રહે છે? અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો થયો અને ‘ગેટઆઉટ’ જેવું લખાણ લખાયું, શીખોના ગુરુદ્વારાઓ પર તો વારંવાર હુમલા થાય છે, તેમની પડખે કોણ ઊભું રહે છે? મોદી જેવા હિન્દુ હૃદય સમ્રાટ ગણાતી વ્યક્તિનું પણ તાજેતરમાં અમેરિકામાં મંદિર પર હુમલા અંગે નિવેદન આવ્યાનું કે સુરેશભાઈ પટેલ સહિત બે પટેલ પર હુમલા થયા તેનો વિરોધ કર્યાનું ધ્યાનમાં આવ્યું નથી. ભાજપ જેવો કહેવાતો હિન્દુવાદી પક્ષ પણ સત્તામાં આવે છે એટલે સેક્યુલર બની જાય છે, બની જવું પડે છે. નેપાળ એક માત્ર હિન્દુ રાષ્ટ્ર હતું, પણ ભારત ગાફેલ રહ્યું અને ચીનની માઓવાદીઓ દ્વારા ઘૂસપેઠ થઈ એટલે એ પણ હિન્દુ રાષ્ટ્ર મટી ગયું. ક્યારેય કોઈ હિન્દુવાદીઓને, સંતોને એમ ન થયું કે આપણી સત્તા હોવી જોઈએ (જોકે આસારામ જેવા કહેવાતા સંતોનાં કરતૂતો જોતાં ક્યારેક એમ પણ લાગે કે એ ન થયું તે સારું જ થયું, પણ એવાં કરતૂતો તો રોમ અને કેરળ સહિત અનેક સ્થળોએ પાદરીઓનાં બહાર આવ્યાં જ છેને.). પરિણામે ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસમાં ૨૫ મહિલા અને ૧૫ બાળકો સહિત ૫૯ નિર્દોષ લોકોને કોઈ વાંક વગર એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ સળગાવી દેવાય છે તેનો કોઈ દેકારો નથી થતો, મિડિયામાં તેની કોઈ ચર્ચા નથી થતી, તેના પરિવારોને મળવા જવા કોઈ નેતા કે મિડિયા કર્મી નથી આવતા, પણ સાબરમતી એક્સ્પ્રેસના પ્રત્યાઘાતમાં જે રમખાણો થયાં, જેમાં મુસ્લિમોની સાથે સેંકડો હિન્દુ પણ મર્યા, તેની ચર્ચા દરેક વખતે થાય છે. મુદ્દો બીજો હોય પણ વચ્ચે અનુગોધરા રમખાણો ઘૂસી જ આવે. એ રમખાણોના પીડિતોની આજે પણ ચર્ચા થાય છે. ગત શુક્રવારે (૨૭ ફેબ્રુઆરીએ) પણ તમે તેની ચર્ચા જોઈ હશે. બાબરી નામનું એક માળખું, જે ઇસ્લામ ધર્મની રીતે પણ મસ્જિદની વ્યાખ્યામાં નહોતી આવતી, તે ધ્વંસ થયા પછી દર ૬ ડિસેમ્બરે તેનું ભૂત ધૂણ્યા કરે છે, પણ ૧૯૯૦માં કારસેવા વખતે મુલાયમસિંહની સરકારે સેંકડો નિ:શસ્ત્ર કારસેવકો પર ગોળીબાર કરીને સરયૂ નદીને લાલ રંગથી રંગી નાખી હતી તેની ચર્ચા ક્યારેય સાંભળી છે? કે આ બાબરી નામનું માળખું રામમંદિરને તોડીને બનાવાયેલું તેની ચર્ચા ક્યારેય સાંભળી છે?આવું બધું થાય છે એટલે જ હવે ધીમેધીમે હિન્દુઓ વધુ કટ્ટર બનતા જાય છે, કારણ કે તેમના ઘા (સાબરમતી એક્સ્પ્રેસ જેવી ઘટનાઓ) પર મલમ લગાડવાની વાત તો દૂર રહી ઉલટાનું તેના પર વારંવાર (અનુગોધરાકાંડની ચર્ચાઓ દ્વારા) મીઠું ભભરાવવામાં આવે છે.

તિસ્તા સેતલવાડના કિસ્સામાં જે રીતે બન્યું તે જોતાં લાગે કે કહેવાતા સેક્યુલરોની જાળ કેવી વિશાળ પથરાયેલી છે? ગુજરાત હાઇ કોર્ટમાં જે દિવસે આગોતરા જામીન ફગાવાઈ અને મુંબઈમાં પોલીસ તિસ્તાની ધરપકડ કરવા ગઈ એ જ દિવસે તિસ્તા અને તેનો પતિ ગાયબ થઈ જાય છે. એ જ દિવસે સુપ્રીમમાં ધરપકડ સામે સ્ટે માગતી અરજી થઈ જાય છે અને તે પણ બે મોટા વકીલો દ્વારા. એ વકીલો કયા પક્ષના છે? એક છે કૉંગ્રેસના કપિલ સિબલ અને બીજા છે પ્રશાંત ભૂષણ આમ આદમી પક્ષના! સ્ટે મળી પણ જાય છે અને તેમાં સુનાવણી માટે જે બે જજ હોય છે તેમની પાસેથી સુનાવણી લઈ લેવામાં આવે છે કેમ? ન્યાયમૂર્તિ એસ. મુખોપાધ્યાય અને એન. વી. રમણની બેન્ચે તિસ્તા સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા. તેને પૂછ્યું હતું કે તે અને તેનો પતિ શા માટે પોલીસ સમક્ષ શરણાગતિ નથી સ્વીકારતાં અને નિયમિત જામીન માગતાં? પરંતુ આ ન્યાયમૂર્તિઓનાં બાળકોના લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાથી પ્રશાંત ભૂષણે માગણી કરી હતી કે આ ન્યાયમૂર્તિઓ પાસેથી સુનાવણી લઈ લેવી જોઈએ. અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુ આમ કરે છે પણ ખરા! સુપ્રીમ અને મુખ્ય ન્યાયમૂર્તિ માટે પૂરું માન અને તેમની નિષ્ઠા પ્રત્યે કોઈ શંકા નથી, પણ આ કિસ્સો જરૂર શંકા પ્રેરે તેવો છે. ૨૦૦૨નાં રમખાણોના કેસો જેટલી ગતિથી ચાલ્યા, ગુજરાત બહાર ચાલ્યા, એટલી ગતિથી ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી ફાટી નીકળેલાં શીખ વિરોધી રમખાણોનાં કેસો કેમ ન ચાલ્યા? જગદીશ ટાઇટલર અને એચ. કે. એલ. ભગત વિગેરેને શું થયું? તિસ્તા માટે દલીલ કરતી વેળાએ સુપ્રીમમાં કપિલ સિબલે કહ્યું કે જો તિસ્તા અને તેના પતિની ધરપકડ કરાશે તો દેશની શક્તિ (મોદી)ની સામે અસંતોષ/વિરોધનો અવાજ ખોવાઈ જશે. તો તો એનો અર્થ એ થયો કે જે સરકાર વિરોધી હોય તેણે લોકોનાં નાણાં ઓળવ્યા હોય તો પણ તેની ધરપકડ નહીં કરવાની! વાહ સિબલ! વાહ સેક્યુલરિઝમ!

મધર ટેરેસા વિશે આવતા લેખમાં વિગતે વાત કરીશું.

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧/૩/૧૫ના રોજ આ લેખ છપાયો.)

rss, sangh parivar

પત્ની પતિની સંભાળ લેવા સામાજિક કરારથી બદ્ધ છે તેવું ભાગવતે કહ્યું હતું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ સંદર્ભે કરેલા નિવેદનની માધ્યમોમાં પ્રસ્તુતિ અને ખરેખર તેમણે શું કહ્યું હતું તે વાંચ્યા, તેમને સાંભળ્યા પછી આંખ ખુલી જાય તેમ છે, પરંતુ જેમ કેટલાક ‘સેક્યુલરિસ્ટો’ તેમ કેટલાક ‘લોકપ્રિય’ બુદ્ધિજીવીઓ પોતાની તંતુડી છોડવા માગતા નથી અને રાગ આલાપે જાય છે, તેમને આલાપવા દેવા.
ભાગવતના ઉપરોક્ત નિવેદન બાદ, બીજા જ દિવસે તેમના બીજા નિવેદનનો પણ હોબાળો થયો. તેમના નામે એવા સમાચાર પ્રસારિત થયા કે ભાગવતે કહ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે સામાજિક કરાર હોય છે અને તેની હેઠળ પત્નીએ પતિની સંભાળ લેવાની હોય છે અને પતિએ કમાવાનું હોય છે. આ માધ્યમોની પ્રસ્તુતિ હતી. ખરેખર ભાગવતે શું કહ્યું હતું? આ રહ્યા તેમનું પ્રવચન :

“पिछले ३०० साल में, मनुष्य अपने विचारों के अहंकार में विचार करता गया, करता गया, जो मैं कहता हूँ वही सत्य है ऐसा मानते गया। अहंकार इतना बढ़ गया उसका, कि उसने कहा कि अगर परमेश्वर भी है, तो उसको मेरे टेस्ट टयूब में उपस्थित होना पड़ेगा तभी मानूँगा।
पाश्चात्त्य समाजविचार तोड़ने वाला
तो ऐसी जब स्थिति आई तो विचार निकला की दुनिया क्या है, आत्मा परमात्मा बेकार की बात है, सब कुछ जड़ का खेल है। कोई एक हिग्ग्ज बोसों है, वो कणों को वस्तुमान प्रदान करता है, फिर ये कण आपस में टकराते हैं, कुछ मिल जाते हैं, कुछ बिखर जाते हैं, उसमें से उर्जा भी उत्पन्न होती है और उसमें से पदार्थ भी उत्पन्न हो जाते हैं। और इसका नियम कुछ नहीं, सम्बन्ध ही कुछ नहीं है न, एक कण का दूसरे कण से कोई सम्बन्ध नहीं, इस सृष्टि में किसी का किसी से सम्बन्ध नहीं है, लाखो वर्षों से चली आ रही दुनिया, तो कहते हैं वो संबंधों की बात नहीं, वो स्वार्थ की बात है, ये एक सौदा है, theory of contract, theory of social contract, पत्नी से पति का सौदा तय हुआ है। इसको आप लोग विवाह संस्कार कहते होंगे, लेकिन वह सौदा है, तुम मेरा घर संभालो मुझे सुख दो, मैं तुम्हारे पेट पानी की व्यवस्था करूँगा और तुमको सुरक्षित रखूँगा। और इसलिए उसपर चलता है, और जब तक पत्नी ठीक है तब तक पति contract के रूप में उसको रखता है, जब पत्नी contract पूर्ण नहीं कर सकती तो उसको छोड़ो। किसी कारण पति contract पूर्ण नहीं करता तो उसको छोड़ो। दूसरा contract करने वाला खोजो । ऐसे ही चलता है, सब बातों में सौदा है, अपने विनाश के भय के कारण दूसरों की रक्षा करना। पर्यावरण को शुद्ध रखो, नहीं तो क्या होगा? नहीं तो मनुष्य का विनाश हो जायेगा। मनुष्य का विनाश नहीं होता है तो पर्यावरण से कोई मतलब नहीं। इसलिये एक तरफ वृक्षारोपण के कार्यक्रम करना, दूसरी तरफ फैक्ट्री का मैला नदी में छोड़ना। दोनों काम एक साथ करना।
सर्वे भद्राणि पश्यन्तु क्यों? क्यों कि अगर ऐसा नहीं हुआ न, तो बहुत संहार होगा, डर के मरे… और डर जादा चलता नहीं। इतना बड़ा सर्व समर्थ रशिया था, ७०- ७२ साल तक उसका डर चला, उसके बाद लोगों ने डरना छोड़ दिया। मरी हुई मुर्गी आग को क्यूँ डरेगी? इसलिए वो जो भयपूर्वक एक वैभव का दृश्य उत्पन्न किया था वो टिकता नहीं।
अध्यात्माधारित भारतीय समाजविचार जोड़ने वाला
और भारत के विचार क्या कहते हैं इस मामले में? वो कहते हैं ऐसा नहीं है भाई, दुनिया संबंधों पर आधारित है, दिखता अलग है लेकिन सब एक हैं। यों कहो कि एक ही अनेक रूप में प्रगट हुआ है। इसलिए सब एक दूसरे से जुदा है। विश्व में कही पर घटित होने वाली अर्थहीन घटना भी, सारे विश्व के व्यापार पर कुछ न कुछ परिणाम करती है। अच्छी बातें हो गयी अच्छे परिणाम होंगे। नहीं हुई नहीं होंगे। किसी का विनाश हो रहा है तो वो तुम्हारा ही विनाश है। तुम उस से जुड़े हो तुम उसी के अंग हो। मनुष्य हो कोई सृष्टि के बाहर नहीं हो।
अपने चित्त में अभ्यास पूर्वक धीरे धीरे इस को देखना, समझना, उस से जुड़ना, जुड़कर उस के साथ ही रहने का अभ्यास करना। ऐसा व्यक्ति जो जुड़ने का प्रयास करता है और थोड़ा बहुत जुड़ता है, उस के ध्यान में आता है, कि सब मेरा ही है, सब मैं ही हूँ, तो फिर कौनसा कर्म कैसे करना इस में वो कुशल बन जाता है। जैसे गीता में कहा है, योग: कर्मसु कौशलम। वो अपना भी जीवन सुख का करता है, लोगों का भी सुखकारक करता है। अपने विकास से सारी दुनिया का विकास करता है, सारी दुनिया के विकास से अपना विकास करता है। दुनिया में कोई संघर्ष नहीं रहता। दुनिया में कोई तृष्णा नहीं रहती। दुनिया से दुःख का परिहार हो जाता है। अपने यहाँ पर भारत में से जितनी भी विचार धाराएँ निकली हैं, सबने यही बताया है, शब्द अलग-अलग हैं ।”