અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

બે વર્ષ પહેલાં લખેલી આ પૉસ્ટને આજે વાંચતાં...કેટલાંક સૂચવેલાં પગલાં ભરાઈ ગયાં છે, કેટલાંક બાકી છે. ૧. આજે (૨૦૧૯માં) પણ ભારતની અંદર અમરનાથ યાત્રા સેનાની સુરક્ષાની વચ્ચે કરવી પડે અને બુરહાન વાનીની મૃત્યુતિથિએ યાત્રા મોકૂફ રાખવી પડે તે શરમજનક વાત છે. શું ભારતમાં હજયાત્રીઓને સુરક્ષા આપવી પડે છે? મોગલોના કાળથી બાદશાહો, સેનાપતિઓ, કટ્ટરવાદી મુસ્લિમો હિન્દુઓ … Continue reading અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

જે. કે. એલ. એફ. ના તાર ફારુક અબ્દુલ્લાની સાથે જોડાયેલા છે!

સબ હેડિંગ: જે. કે. એલ. એફ.ના સ્થાપક અમાનુલ્લા ખાનને નેશનલ કૉન્ફરન્સના નેતા મૌલાના મસૂદીએ ભણવામાં મદદ કરેલી. તો ઇંગ્લેન્ડમાં ભણતી વખતે ફારુક અબ્દુલ્લા તેમને મળેલા. એટલું જ નહીં, ફારુક અબ્દુલ્લા ઈ. સ. ૧૯૭૩માં અમાનુલ્લા ખાનના જે. કે. એલ. એફ.એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલા એક કાર્યક્રમમાં પણ ગયા હતા અને ત્યાં તેમણે કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની શપથ … Continue reading જે. કે. એલ. એફ. ના તાર ફારુક અબ્દુલ્લાની સાથે જોડાયેલા છે!

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૨૪) ફારુક અબ્દુલ્લાને ઈદની નમાઝ ન પઢવા દેવામાં આવે તે કેટલી ગંભીર સ્થિતિ કહેવાય? આ અંગે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે પણ જાગવું જોઈતું હતું અને સ્થાનિક સ્તરે ફારુક અબ્દુલ્લા સરકારે પણ. જોકે રાજ્યપાલ તરીકે જગમોહન તો સતર્ક જ હતા. રાજીવ ગાંધી વડા … Continue reading વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીર ફરી એક વાર સળગી રહ્યું છે. અલગતાવાદી મસરત આલમને છોડી દેવામાં આવ્યા પછી એમ મનાતું હતું કે અલગતાવાદીઓને થશે કે તેમની તરફેણ કરનારી સરકાર જમ્મુ-કાશ્મીરમાં છે, પરંતુ આ અલગાવવાદીઓને કોઈ વાતે સંતોષ જ નથી. યાસીન મલિક હોય કે સૈયદ અલી શાહ ગિલાની કે મસરત, અલગાવવાદીઓ કાશ્મીરની પ્રજાને ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનની તરફેણમાં ભડકાવતા રહે … Continue reading શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

‘હૈદર’ના કથા લેખક બશરત પીર યાસીન મલિક કરતાં ઓછા અલગતાવાદી નથી!

અગાઉ કહ્યું તેમ, વિશાલ ભારદ્વાજની ફિલ્મ, જેને ‘દેશદ્રોહી’ ફિલ્મ કરતાં ઓછું કોઈ બિરુદ આપી શકાય તેમ નથી, તેના લેખક બશરત પીર છે. (આ પણ વાંચો : ફિલ્મ હૈદર અને અલ્પમતિઓ : કુમતિ નિવાર સુમતિ કે સંગી!) તે પોતાને કાશ્મીરી તો ગણાવે છે, પણ કયા દેશના વાસી? તેવા પ્રશ્નના જવાબમાં કહે છે, તે વિવાદની વાત છે. … Continue reading ‘હૈદર’ના કથા લેખક બશરત પીર યાસીન મલિક કરતાં ઓછા અલગતાવાદી નથી!