૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

સબ હેડિંગ: ૨૦૦૪ વખતે અટલજી અસ્વસ્થ, નબળા અને નિરાશ જણાતા હતા. ઇન્ટરવ્યૂમાં પણ તેમની નિરાશા દેખાતી હતી. મોદીએ ૨૦૦૪ની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૧૯) રાયબરેલીમાંથી પોતાનો નામાંકનપત્ર ભરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૨૦૦૪ને ભૂલો નહીં, નરેન્દ્ર મોદી અજેય નથી. આ વખતે ભાજપ જીતે … Continue reading ૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

Advertisements

આરીફ મોહમ્મદ ખાનની એ મુલાકાતનાં સંસ્મરણો

દેશ અને વિદેશમાં સન્માન મેળવવું હોય તો તેના બે રસ્તા છે- હિન્દુત્વને ગાળો આપો, તેની સાચી અને વૈજ્ઞાનિક પરંપરાઓનો સમજ્યા વગર વિરોધ કરો અને કટ્ટર મુસ્લિમો કે ખ્રિસ્તીઓની વાહ વાહ કરો. દેશભક્ત અને સેક્યુલર મુસ્લિમોની આ દેશમાં કોઈ બોલબાલા ૨૦૧૪ સુધીમાં મિડિયાએ થવા દીધી નથી. હવે આ વલણ બદલાયું છે તે આનંદની વાત છે. તમે … Continue reading આરીફ મોહમ્મદ ખાનની એ મુલાકાતનાં સંસ્મરણો

ગુજરાતનું રાજકારણ: ‘ભુક્કા કાઢી નાખો’થી ‘સબ કા સાથ સબ કા વિકાસ’ વાયા ‘ખામ’

(મુંબઈ સમાચારને જુલાઈ ૨૦૧૭માં ૧૯૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે વાર્ષિક અંકનો લેખ) ગુજરાત ભલે ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનો હિસ્સો હતું પરંતુ સ્વતંત્રતા પછી ૧૯૫૨માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તેમાં સ્વાભાવિક જ કૉંગ્રેસ બહુમતીથી ચૂંટાઈ આવી હતી. કૉંગ્રેસે ત્યારથી લઈ, ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં ત્યારથી નવા ગુજરાત રાજ્યમાં ૧૯૭૫ સુધી અબાધિત રીતે … Continue reading ગુજરાતનું રાજકારણ: ‘ભુક્કા કાઢી નાખો’થી ‘સબ કા સાથ સબ કા વિકાસ’ વાયા ‘ખામ’

મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની મનપા ચૂંટણી થઈ. હિન્દુ વિરોધી મિડિયાએ આ ચૂંટણી જાણે આખા દેશની લોકસભા ચૂંટણી હોય તેવો માહોલ સર્જ્યો હતો. હિન્દુત્વવાદી બે પક્ષો શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટતાં હિન્દુ વિરોધી મિડિયાને જલસો પડી ગયો હતો. કોંગ્રેસ સરકાર વખતે કસાબ અને અફઝલ ગુરુ વિશે કોંગ્રેસની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢતા બાલ ઠાકરેનાં નિવેદનો મિડિયામાં સેકન્ડ … Continue reading મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

(સંકલન શ્રેણી પાક્ષિક તા.૨૧/૧૨/૧૫ના અંકની કવરસ્ટોરી) તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું અવસાન થયું. તેમના ભ્રષ્ટાચાર, તેમના એમ. જી. રામચંદ્રન સાથેના સંબંધો, તેમના સંઘર્ષ વગેરેની વાતોથી સમાચારપત્રો ભરાઈ ગયા, પરંતુ તેમના વિશે વણલખાયેલી વાતો લખવી છે. પહેલી વાત તો એ કે માનો કે જયલલિતા હિન્દુ બ્રાહ્મણ હતાં અને તમિલનાડુમાં બ્રાહ્મણો વધુ ચુસ્ત હોય છે. તેમની અંતિમવિધિ ભૂમિમાં સમાધિરૂપે … Continue reading મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો