…કારણકે બે આંખની શરમ ગાયબ છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૦-૧૨-૧૭) બે આંખની શરમ નડે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. આ ઉક્તિનું બહુ  મહત્ત્વ આપણા સમાજજીવનમાં રહ્યું છે. બે આંખની શરમના કારણે ઘણા લોકો ખોટું કરતા અટકી જતા. બે આંખની શરમના કારણે ઘણા ખોટા માર્ગે લપસતા બચી જતા. બે આંખની શરમના કારણે ઘણા વિવાહજીવન બચી જતા. બે આંખની … Continue reading …કારણકે બે આંખની શરમ ગાયબ છે!

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

દેવિકા રાણી ભાગ્યાં ને અશોકકુમારનો ભાગ્યોદય થયો!

આજે મહાન ગાયક, અભિનેતા, સંગીતકાર અને નિર્દેશક કિશોરકુમારની પુણ્યતિથિ છે. કરુણ યોગાનુયોગ જુઓ. આજે જ તેમના ગુરુ બંધુ અને હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર, એન્ટી હીરો (ફિલ્મ 'કિસ્મત' જેણે સૌથી વધુ લાંબો સમય એક જ થિયેટરમાં ચાલવાનો રેકોર્ડ કરેલો) અશોકકુમારનો જન્મદિન છે. કિશોરકુમારને તો બધા યાદ કરે છે પણ અશોકકુમારને? અશોકકુમાર ન હોત તો કિશોરકુમાર પણ … Continue reading દેવિકા રાણી ભાગ્યાં ને અશોકકુમારનો ભાગ્યોદય થયો!

તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ. આ એડ્રેસ કોનું છે? જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું! અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે … Continue reading તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત