મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

સબ હેડિંગ: તમિલનાડુમાં કૉંગ્રેસ-ડીએમકેનું જોડાણ છે પરંતુ ડીએમકેએ ચૂંટણીઢંઢેરામાં રાજીવ ગાંધીના સાત હત્યારાઓને જેલમાંથી છોડવાનું વચન આપ્યું છે! સપ-બસપ કૉંગ્રેસ સાથે જવા તૈયાર નથી. બિહારમાં ગઠબંધન થયું તો છે પરંતુ રાજદના પરિવારમાં જ ઝઘડા છે. રાજદના નેતાઓના વર્તનથી કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ભારે કંટાળ્યા છે… (દિ.૧૩/૪/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ) ‘વો કહતે હૈ કિ ઈન્દિરા … Continue reading મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

૨૩મી મે: આયેંગે તો મોદી હી!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૯/૦૫/૧૯) આ લેખ તમે વાંચતા હશો ત્યારે મતદાનનો છેલ્લો તબક્કો હશે. સાંજે મતદાન પૂરું થયા પછી ઍક્ઝિટ પૉલના વર્તારા આવવા લાગશે. કોની સરકાર બનશે તેનો પ્રાથમિક અંદાજ મળી જશે. ઍક્ઝિટ પૉલ કેટલા સાચા પડે છે તેનો હંમેશાં વિવાદ રહ્યો છે. જેમની તરફેણમાં પૉલનો વર્તારો આવે તેમનો દાવો હોય છે કે પૉલ … Continue reading ૨૩મી મે: આયેંગે તો મોદી હી!

૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

સબ હેડિંગ: ૨૦૦૪ વખતે અટલજી અસ્વસ્થ, નબળા અને નિરાશ જણાતા હતા. ઇન્ટરવ્યૂમાં પણ તેમની નિરાશા દેખાતી હતી. મોદીએ ૨૦૦૪ની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૧૯) રાયબરેલીમાંથી પોતાનો નામાંકનપત્ર ભરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૨૦૦૪ને ભૂલો નહીં, નરેન્દ્ર મોદી અજેય નથી. આ વખતે ભાજપ જીતે … Continue reading ૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

સબ હેડિંગ: ૨૦૧૪ની ચૂંટણી પછી કેટલાક એવા શબ્દો પ્રચલિત બન્યા જેનો અગાઉ જુદો અર્થ થતો અને હવે જુદો અર્થ પ્રચલિત બન્યો છે…જેમ કે સંસ્કાર, સ્ટ્રાઇક, ગોદી મિડિયા, લુટિયન્સ ગેંગ, ડિઝાઇનર પત્રકાર… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૪/૧૯) લો, ૨૦૧૯, ૨૦૧૯ કરતાં ચૂંટણીનો પહેલો તબક્કો ચાલ્યો પણ ગયો. આપણે ગુજરાતમાં હજુ નવ દી’ની વાર છે. છેલ્લા એક … Continue reading ૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

પ્રિયંકા લોકસભા ચૂંટણીમાં ખાસ ફરક નહીં પાડી શકે

પ્રિયંકા ગાંધી...આ અધૂરું નામ છે. કૉંગ્રેસ ભલે અધૂરું નામ યાદ રખાવા માગે, પણ પ્રિયંકાનું આખું નામ પ્રિયંકા ગાંધી વાડ્રા છે. મતલબ કે તેમની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રાનો (તેમના કથિત મની લૉન્ડરિંગ કે જમીન કૌભાંડ) બોજો રહેશે. બીજું કે માતા-ભાઈ સોનિયા અને રાહુલના નેશનલ હેરાલ્ડ તેમજ અૉગસ્ટા વેસ્ટલેન્ડ ચૉપરનો બોજો રહેશે. કૉંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં … Continue reading પ્રિયંકા લોકસભા ચૂંટણીમાં ખાસ ફરક નહીં પાડી શકે