૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

સબ હેડિંગ: ૨૦૧૪ની ચૂંટણી પછી કેટલાક એવા શબ્દો પ્રચલિત બન્યા જેનો અગાઉ જુદો અર્થ થતો અને હવે જુદો અર્થ પ્રચલિત બન્યો છે…જેમ કે સંસ્કાર, સ્ટ્રાઇક, ગોદી મિડિયા, લુટિયન્સ ગેંગ, ડિઝાઇનર પત્રકાર… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૪/૧૯) લો, ૨૦૧૯, ૨૦૧૯ કરતાં ચૂંટણીનો પહેલો તબક્કો ચાલ્યો પણ ગયો. આપણે ગુજરાતમાં હજુ નવ દી’ની વાર છે. છેલ્લા એક … Continue reading ૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

Advertisements

બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૬/૧૧/૧૭)  બહુવિકલ્પો માણસને સગવડ આપે છે કે અગવડ? પ્રશ્ન ન સમજાયો? તો જરા ઉદાહરણ સાથે વાત કરીએ. તમને ભૂખ લાગી છે, અને તમારી પાસે જમવા માટે રોટલી, શાક અને ભાત જ છે. સ્વાભાવિક તમને ધરાઈને આ આરોગશો. પરંતુ જો તમારી પાસે ટમેટાંનું સૂપ, મકાઈનું સૂપ, રોટલી, રોટલો, ભાખરી, થેપલાં, બે શાક, … Continue reading બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?

સાધુઓ, આરતી, ઘંટારવ, યોગી, બાઇક પર ત્રણ સવારીમાં જતા લોકો, શંકર ભગવાનના રૂપમાં બાળક, સંધ્યા સમયે કોઈ પવિત્ર તીર્થ સ્થળમાં ભગવા ધ્વજના બેકગ્રાઉન્ડમાં ક્રિસ માર્ટીન, નળિયાંવાળાં ઘર, હોળી રમતાં બાળકો, બાયોસ્કોપમાં પિક્ચર જોતાં બાળકો, કઠપૂતળીનો શો, અંગ કસરતના દાવ કરતાં બાળકો, જૂના જમાનાનું ટિપિકલ થિયેટર, થિયેટરમાં ભારતીય ડ્રેસમાં સજ્જ યુવતીઓ, તળાવમાં નહાવા પડતાં બાળકો, ૮૦ના … Continue reading બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?