ભાજપના સ્થાપના દિને જમા-ઉધાર

એક સમય હતો જ્યારે ભાજપ ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરીકે ઓળખાતો, હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) તરીકે ઓળખાય છે! આજે જ્યારે તે તેનો સ્થાપના દિન ઉજવી રહ્યો છે ત્યારે તેનાં કેટલાંક અપેક્ષાપૂર્ણ અને અપેક્ષાબાકી પાસાં જોઈએ. 👉 અપેક્ષાપૂર્ણ બાજુઓ +એકલા હાથે બહુમતી મેળવી. +વિપક્ષોને વિકાસ અને હિન્દુત્વની (ઓછામાં ઓછું) ભાષા બોલતા … Continue reading ભાજપના સ્થાપના દિને જમા-ઉધાર

Advertisements

ન્યાયમૂર્તિઓનો બળવો: સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે?

(સાંપ્રત કૉલમ, સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન, ફેબ્રુઆરી ૨૦૧૮નો અંક) સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠતમ ચાર ન્યાયમૂર્તિઓ જે. ચેલામેશ્વર, રંજન ગોગોઈ, એમ. બી. લોકુર અને કુરિયન જોસેફે પત્રકાર પરિષદ યોજી મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા. લોકશાહી ખતરામાં હોવાનું ગાણું ગાયું. કેટલાક સંવેદનશીલ કેસો કનિષ્ઠ (જુનિયર) ન્યાયમૂર્તિઓને આપવામાં આવે છે તેવી વાત પણ વહેતી થઈ. આ સંદર્ભે કેટલાંક … Continue reading ન્યાયમૂર્તિઓનો બળવો: સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે?

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

ગોહત્યા: યુવા કૉંગ્રેસના રાક્ષસી કૃત્યથી ભાજપને ભાવતું જડશે

કૉંગ્રેસે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ વગેરેની ચૂંટણી પહેલાં સામે ચાલીને ભાજપને તાસક પર મુદ્દો ધરી દીધો છે. હવે ભાજપ આ મુદ્દો ગજવશે, પરંતુ યુવા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જે રીતે વિડિયો શૂટિંગ સાથે એક કાયદાના વિરોધમાં ગોહત્યા કરી છે તેની ટીકા કરવા માટે તમામ શબ્દો ઓછા પડે. આ રાક્ષસી કૃત્ય છે અને માત્ર કૉંગ્રેસ જ શું … Continue reading ગોહત્યા: યુવા કૉંગ્રેસના રાક્ષસી કૃત્યથી ભાજપને ભાવતું જડશે

આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે … Continue reading આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

રાષ્ટ્રગીત: સિનેમાગૃહોમાં જ કેમ, તેના માનમાં ઊભા કેમ થવાનું?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન માટે ‘સાંપ્રત’ કૉલમમાં લખેલો લેખ) ૨૮ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયે એક મહત્ત્વનો આદેશ આપ્યો કે દેશભરનાં તમામ સિનેમાગૃહોમાં ફિલ્મ દર્શાવતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત છે અને તે વખતે હાજર તમામ લોકોએ ઊભા થવું પડશે. થિયેટરમાં આવવાના અને બહાર જવાના દરવાજા બંધ કરી દેવામાં આવે જેથી રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે કોઈ વ્યવધાન ન આવે. … Continue reading રાષ્ટ્રગીત: સિનેમાગૃહોમાં જ કેમ, તેના માનમાં ઊભા કેમ થવાનું?