મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?

(અભિયાન,તા. ૦૫/૦૫/૧૮નો અંક) પહેલી વાર આ દેશના કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવાનું રાજકીય પક્ષોએ વિચાર્યું હશે. વિપક્ષોની પાસે તેમનાં કારણો છે. વિપક્ષોનું કહેવું છે કે તેમની વર્તણૂક ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના પદને શોભાવતી વ્યક્તિ જેવી નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે આ દરખાસ્ત પાછળ વિપક્ષોનો હેતુ સમજાવતા કહેલું કે તેમની પાસે આ દરખાસ્ત … Continue reading મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?

Advertisements

આરીફ મોહમ્મદ ખાનની એ મુલાકાતનાં સંસ્મરણો

દેશ અને વિદેશમાં સન્માન મેળવવું હોય તો તેના બે રસ્તા છે- હિન્દુત્વને ગાળો આપો, તેની સાચી અને વૈજ્ઞાનિક પરંપરાઓનો સમજ્યા વગર વિરોધ કરો અને કટ્ટર મુસ્લિમો કે ખ્રિસ્તીઓની વાહ વાહ કરો. દેશભક્ત અને સેક્યુલર મુસ્લિમોની આ દેશમાં કોઈ બોલબાલા ૨૦૧૪ સુધીમાં મિડિયાએ થવા દીધી નથી. હવે આ વલણ બદલાયું છે તે આનંદની વાત છે. તમે … Continue reading આરીફ મોહમ્મદ ખાનની એ મુલાકાતનાં સંસ્મરણો

મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

(સંકલન શ્રેણી પાક્ષિક તા.૨૧/૧૨/૧૫ના અંકની કવરસ્ટોરી) તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું અવસાન થયું. તેમના ભ્રષ્ટાચાર, તેમના એમ. જી. રામચંદ્રન સાથેના સંબંધો, તેમના સંઘર્ષ વગેરેની વાતોથી સમાચારપત્રો ભરાઈ ગયા, પરંતુ તેમના વિશે વણલખાયેલી વાતો લખવી છે. પહેલી વાત તો એ કે માનો કે જયલલિતા હિન્દુ બ્રાહ્મણ હતાં અને તમિલનાડુમાં બ્રાહ્મણો વધુ ચુસ્ત હોય છે. તેમની અંતિમવિધિ ભૂમિમાં સમાધિરૂપે … Continue reading મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

(ભાગ-૨૧) (મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૩/૯/૧૫ના રોજ છપાયો.) જી. એમ. શાહ નામનો કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો હતો, પણ હજુ જગમોહન રાજ્યપાલ તરીકે સત્તામાં હતા અને બહુ સારી રીતે પ્રશાસન ચલાવી રહ્યા હતા. આજે પણ કાશ્મીરના લોકો એ ટૂંકા પાંચ મહિનાના જગમોહનના શાસનને યાદ કરે છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં રાષ્ટ્રપતિ … Continue reading કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨/૮/૧૫ના રોજ આ લેખ છપાયો). (ભાગ-૧૫) રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું  હતું કે એક … Continue reading જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

(ભાગ-૧૩) ફારુક બોગસ વોટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલ પદે જગમોહન મલ્હોત્રા હતા. … Continue reading કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?

પ જુલાઈ ને રવિવારના છાપામાં એક સમાચાર ચોંકાવનારા ચમક્યા. તેનું મથાળું હતું: આરએસએસે પ્રથમ વખત સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી યોજી. ઘણી વાર છાપામાં સમાચારમાં બદમાશી કરવામાં આવતી હોય છે. પીટીઆઈ સંસ્થા કે યુએનઆઈમાં વર્ષોથી સેક્યુલર અને સામ્યવાદી વિચારસરણીના લોકો હોવાથી તેઓ આવી બદમાશીભર્યા સમાચાર આપે છે અને તેના આધારે પ્રાંતીય ભાષાનાં અખબારો પણ તે મુજબ … Continue reading હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?